Home »National News »Latest News »National» Update On Rahul And Akhilesh Joint Pc After Alliance And Road Show

ભાજપની વિચારધારાથી દેશને ખતરોઃ રાહુલ; અખિલેશ સાથે કર્યો રોડ શો

divyabhaskar.com | Jan 29, 2017, 23:48 PM IST

  • ગઠબંધન બાદ પ્રથમ વાર અખિલેશ, રાહુલ સાથે મંચ પર આવ્યા હતા
લખનઉ. સપા-કોંગ્રેસના ગઠબંધન બાદ રવિવારે પ્રથમવાર અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી એક સાથ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, 'આજે ગંગા યમુનાનું મિલન થઈ રહ્યું છે. એસપી-કોંગ્રેસનું મિલન થઈ રહ્યું છે. અખિલેશ દેશને રસ્તો દર્શાવે છે'. જ્યારે અખિલેશ યાદવે કહ્યું કે, 'અમે એકબીજાને જાણીએ છીએ. ખુશીની વાત એ છે કે હવે અમને સાથે મળીને કામ કરવાનો મોકો મળી રહ્યો છે. હવે ગઠબંધનની જીત પર કોઈ શક નથી. યુપીના લોકો નોટબંધીનો જવાબ આપશે.આ દરમિયાન અહીંયા ‘યુપી કો યે સાથ પસંદ હૈ’ ચૂંટણી સ્લોગન પણ લોન્ચ કરાયું હતું'. ઉલ્લેખનીય છે કે યુપીમાં કોંગ્રેસ 105 અને સપા 298 સીટ પર ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત અમેઠી-રાયબરેલીની 10 સીટોનો મામલો પણ ઉકેલાઈ ગયો છે. હવે આ સીટો પર કોંગ્રેસ જ ચૂંટણી લડશે.
 
શું કહ્યું રાહુલ ગાંધીએ
 
- અહીંયા ગંગા અને યમુનાનું મિલન થઈ રહ્યં છે. તેનાથી યુપીમાં વિકાસની સરસ્વતી વહેશે.
- અખિલેશ દેશને રસ્તો દર્શાવે છે.
- કોંગ્રેસના અગાઉના સ્લોગન 27 સાલ યુપી બેહાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, મેં કહ્યું હતું કે અખિલેશ સારો છોકરો છે પરંતુ તેને કામ કરવા દેવામાં આવતું નથી.
- અમે યુપીના યુવાઓને એક નવો રસ્તો, નવા પ્રકારની રાજનીતિ આપવા માંગીએ છીએ.
- જે ક્રોધ આરએસએસ-બીજેપી ફેલાવી રહી છે અને જૂઠ્ઠા વાયદા કરી રહી છે તેને રોકવામાં આવે તેમ અમે ઈચ્છીએ છીએ.
- અમેઠી-રાયબરેલીનો સીટ મુદ્દો નથી. મુદ્દો યુપીના વિકાસનો છે.
- બીજેપી અને માયાવતીમાં ફરક છે. બીજેપીની વિચારધારાથી દેશને ખતરો છે, માયાવતીની વિચારધારાથી નહીં.
- ઈતિહાસ સ્થિર રહેતો નથી, બદલાતો રહે છે.
- અમારું ગઠબંધન એકબીજાની મદદ પર આધારિત છે. ક્યારેક તે અમારી મદદ કરશે તો અમુકવાર અમે તેમને મદદ કરીશું
 
અખિલેશે શું કહ્યું
 
- અમે એકબીજાને જાણીએ છીએ. ખુશીની વાત એ છે કે હવે અમને સાથે મળીને કામ કરવાનો મોકો મળી રહ્યો છે.
- હવે ગઠબંધનની જીત પર કોઈ શક નથી.
- યુપીના લોકો નોટબંધીનો જવાબ આપશે. જે લોકોએ લાઈનમાં ઉભા કરી દીધા તેમને  જવાબ આપવાનો મોકો મળશે.
- શિયાળો જોયો, ઉનાળો જોયો, ચોમાસું જોયું. કાલનો મેનિફેસ્ટો પણ જોયો, કોણે અચ્છે દિન આપ્યાં?
- હાથ કે સાથ સાઈકલ હો, સાઈકલ કે સાથ હાથ, તો સોચિયે રફતાર કિતની હોગી?
- હાલ 2017 ચાલે છે, 2019ની વાત અત્યારથી કેમ કરવી જોઈએ.
- અમારું કામ બોલે છે. યુપી સરકારે સડક બનાવવાનું શાનદાર કામ કર્યું.
- હવે પાંચ-સાડા વર્ષના સીએમવાળી વાત રહી નથી.
 
રોડ શો માટે નવો રથ મંગાવાયો
 
- અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીએ રોડ શો પહેલા મહાત્મા ગાંધીને મુર્તિને માળા પહેરાવી હતી.
- રાહુલ ગાંધી અને અખિલેશે  રથ પર સવાર થઇ રોડ શોનો પ્રારંભ કરાવ્યો હતો.
- આ માટે નવો રથ પણ મંગાવાયો હતો. ચૂંટણી રથમાં અખિલેશની દીકરી ટીના પણ હાજર હતી. 
- રોડ શો હઝરતગંજની ગાંધી પ્રતિમાથી  શરૂ થયો. જે કેસરબાગ થઈને ચોકથી ઘંટાઘર સુધીનો હતો. 
- આ દરમિયાન રોડ શો લાલબાગ, કેસરબાગ, નઝીરાબાદ, અમીનાબાદ, નક્ખાસ અને ચોકમાંથી પસાર થયો.
- રાહુલ-અખિલેશ અનેક જગ્યાએ લોકો સાથે વાતચીત પણ કરી હતી. રાહુલ અને અખિલેશને એક સાથે જોવા બંને પક્ષના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
 
રોડ શોમાં વાગ્યું ‘યુપી કો યે સાથ પસંદ હૈ’ ગીત
 
- રોડ શો દરમિયાન કોંગ્રેસ-સપાનું નવું કેમ્પેન સોંગ ‘યુપી કો યે સાથ પસંદ હૈ’ વાગી રહ્યું છે . 2 મિનિટના આ ગીતમાં રાહુલ-અખિલેશને યુવા નેતા ગણાવી તેના કામનું વર્ણન કરે છે.
- કોંગ્રેસ પ્રદેશ સચિવ વિક્રમ પાંડેએ જણાવ્યું કે, ગીતની વચ્ચે રાહુલ અને અખિલેશના ભાષણની નાની ક્લિપ્સ નાંખવામાં આવી છે.
- તેમાં રાજ્યે વિકાસના માર્ગે  લઈ જવાની વાત કરવામાં આવી છે. કોંગ્રેસના સમયમાં લાગુ કરવામાં આવેલી નીતિઓનો પણ ઉલ્લેખ કરાયો છે.  લોકોને કોંગ્રેસ અને સપાને વોટ આપવાની અપીલ કરવામાં આવી છે.
- આ અવસર પર ‘યુપી કો યે સાથ પસંદ હૈ’ સ્લોગનવાળું જોઈન્ટ પોસ્ટર પણ લોન્ચ કરાશે. તેમાં રાહુલ, અખિલેશ અને તેમની પાર્ટી સિમ્બોલના ફોટા હશે.
- યુપીમાં કોંગ્રેસના સોશિયલ મીડિયા ઈન્ચાર્જ પીયુષ મિશ્રાએ જણાવ્યું, કોંગ્રેસ અને સપાએ મોદીને કેન્દ્રમાં રાખી યુપીમાં ચૂંટણી લડવાની તૈયારી કરી છે.
- કેમ્પેનમાં એવી વાત પણ ઉઠાવાશે કે રાહુલ અને અખિલેશ યુવા ચેહરા છે અને યુપીમાં તેમના પાયા મજબૂત છે.
 
અમેઠી અને રાયબરેલીમાં સીટના વિવાદ અંગે ગોળગોળ જવાબ

રાહુલને જ્યારે પૂછવામાં આવ્યું કે અમેઠી અને રાયબરેલીમાં કોંગ્રેસ શું બધી વિધાનસભા બેઠકો પર લડશે, તો તેમણે જણાવ્યું કે આ નાનો મુદ્દો છે. તે ઉકેલાઇ જશે. મુખ્ય મુદ્દો ભાજપને પરાજિત કરવાનો છે. પ્રિયંકા ગાંધી પ્રચાર કરશે કે નહીં તેના જવાબમાં રાહુલે કહ્યું કે પ્રિયંકા પોતે નક્કી કરશે કે પ્રચાર કરવો છે કે નહીં. તેઓ હંમેશ મારી મદદ કરતાં રહ્યાં છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ગઠબંધન બાદ અમેઠીથી સપાના ક્યા નેતાની ટિકિટ કપાઈ...
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Update on rahul and akhilesh joint pc after alliance and road show
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended