Home »National News »Latest News »National» Rahul And Akhilesh Jointly Addressed Rally At Kanpur

SCAM એટલે સેવા-કરેજ-એબિલિટી-મોડેસ્ટી, મોદીના SCAM પર રાહુલનો વળતો જવાબ

divyabhaskar.com | Feb 05, 2017, 17:31 PM IST

  • કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે સંયુક્ત રીતે કાનપુરમાં જનસભાને સંબોધી હતી.
કાનપુર: યુપી ચૂંટણી માટે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે સંયુક્ત રીતે જનસભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ મોદીના SCAM ના પ્રહારમાં વળતો જવાબ આપીને કહ્યું કે તેમના માટે SCAM એટલે S- સેવા, C- કરેજ, A- એબિલિટી અને M- મોડેસ્ટી.
 
મોદીની નવી સ્કીમ છે સ્કેમ(SCAM)
 
-  રાહુલ ગાંધીએ કાનપુર સભાને સંબોધતા કહ્યું કે મોદીજી નવી સ્કીમ સાથે આવ્યા છે. આ સ્કીમ છે સ્કેમ (SCAM). જે માણસ પોતે સ્કેમ (કૌભાંડો) માં સંડોવાયેલો હોય, તેને બધે સ્કેમ જ દેખાતા હોય છે. ખોટાં કામો કરે તેને બધે સ્કેમ જ દેખાય
- રાહુલે કહ્યું કે મારે માટે SCAM  નો અર્થ છે S- સેવા, C- કરેજ (હિંમત), A- એબિલિટી (ક્ષમતા) અને M- મોડેસ્ટી (વિવેક).
- રાહુલે કહ્યું કે જેમ બિહારની ચૂંટણી પછી મોદીજીના મોંમાંથી બિહાર શબ્દ નથી નીકળ્યો તેમ યુપીની ચૂંટણી પછી તેમના મોંમાંથી યુપી શબ્દ પણ નહી નીકળે.
-  અખિલેશ યાદવે કાનપુર જનસભાને સંબોધતા કહ્યું કે જેમણે ‘અચ્છે દિન’ ની વાતો કરી તેમણે આખા દેશને લાઇનમાં લગાડી દીધો.
 
અમિત શાહે હસનપુર રેલીને સંબોધી
 
દિવસની શરૂઆતમાં બીજેપીના રાષ્ટ્રપ્રમુખ અમિત શાહે અમરોહાના હસનપુરમાં રેલીને સંબોધિત કરી હતી. આ રેલીમાં અમિત શાહે જણાવ્યું કે મોદી સરકારે 2.5 લાખ રૂપિયા યુપીને આપ્યા. પણ ખબર છે એ રૂપિયા ક્યાં ગયા? એ પૈસાથી સપાનો કાર્યકર્તા મોપેડ પર ફરતો હશે અને તેના ઘરમાં ઓડી જોવા મળશે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rahul and Akhilesh jointly addressed rally at Kanpur
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended