Home »National News »Latest News »National» Rahul Akhilesh Joint Pc In Lucknow

મોદીને બાથરૂમની બારીમાંથી ડોકિયા કરવા ગમે છેઃ રાહુલ

Agency | Feb 11, 2017, 14:54 PM IST

  • સંયુક્ત પત્રકાર પરિષદ કરતાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ
લખનઉ. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના ગઠબંધન બાદ આજે ફરી એક વખત રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં બંનેએ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ મોદીના રેન કોટવાળા નિવેદનનો જવાબ આપતાં કહ્યું હતું કે, મોદીને બાથરૂમમાંથી ડોકિયાં કરવા સારા લાગે છે. અખિલેશ યાદવે મોદીના 'મન કી બાત'નો ઉલ્લેખ કરીને કહ્યું કે, આ કાર્યક્રમમાં  કામની વાત જ નથી થતી.
 
બંનેએ 10 મુદ્દાનો કોમન મિનિમમ પ્રોગ્રામ જાહેર કર્યો
 
સપા-કોંગ્રેસ ગઠબંધને મળીને આજે કુલ 10 મુદ્દાનો કોમન મિનિમમ પ્રોગ્રામ જાહેર કર્યો હતો. જેમાં યુપીના વિકાસની વાત કરવામાં આવી છે. યુપીમાં યુવાઓનો રોજગાર, મહિલાઓની સુરક્ષા જેવા વાયદાને ધ્યાનમાં રાખીને આ પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો છે.
 
મોદી પર અખિલેશનો પ્રહાર
 
પીએમ મોદી પર અખિલેશ યાદવે પ્રહાર કરતાં જણાવ્યું કે, આ ચૂંટણી છે. ભાવુક અન ગુસ્સે  થવાથી નહીં ચાલે. તમારે શાંત અને ઠંડા દિમાગે કામ કરવું પડશે. પીએમની જન્મકુંડળીની ટિપ્પણી પર અખિલેશે કહ્યું, ઈન્ટરનેટ પર તમામની જન્મકુંડળી છે. સપા-કોંગ્રેસનું ગઠબંધન યુવાઓનું ગઠબંધન છે. અમે કોઈ પાસંથી કંઈ છીનવી રહ્યા નથી, જેવું છે તેવું પરત લાવવાની વાત કરી રહ્યા છીએ. લખનઉ અને દિલ્હીના ઈમામ અંગે બોલતાં અખિલેશે જણાવ્યું કે, લખનઉના ઈમામ પહેલા ભાજપ માટે વોટ માંગતા હતા હવે બસપા માટે વોટ માંગે છે. કદાચ તેઓ બંને પાર્ટીઓનું ગઠબંધન કરાવવા ઈચ્છતા હોય તેવી પમ શક્યતા છે. જ્યાં સુધી દિલ્હીના ઈમામની વાત છે તેઓ ગમે તેમ કહે પરંતુ આશીર્વાદ તો અમને જ આપશે. પીએમ પર નિશાન સાધતા અખિલેશે કહ્યું, આ એક લોકતંત્ર છે. અહીંયા ચૂંટણી થાય છે. કોઈએ નારાજ થવાની જરૂર નથી. યુપીએ ભાજપને 70 સાંસદ આપ્યા પરંતુ યુપીને શું મળ્યું. યુપીના અચ્છે  દિન ક્યારે આવશે?
 
રેનકોટનો રાહુલ આપ્યો સણસણતો જવાબ
 
રાહુલ ગાંધીએ વડાપ્રધાનના રેનકોટ મુદ્દાનો જવાબ આપતાં કહ્યું હતું કે, મોદીને લોકોના બાથરૂમમાં ડોકિયા કરવાની ટેવ છે. અમે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ પર કામ કરીશું. દેશમાં બેકારી વધી રહી છે, ખેડૂતો પરેશાન છે ત્યારે તેઓ લોકોની જન્મકુંડળી કાઢી રહ્યા છે. મોદી સરકાર યુપીના વિકાસમાં સદંતર નિષ્ફળ ગઈ છે. તેઓ બસ ગૂગલ સર્ચ કરે છે અને લોકોને લાઈનમાં ઉભા કરી દે છે. પીએમ લોકોને ભટકાવે છે.
 
મોદીએ શું કહ્યું હતું
 
રાષ્ટ્રપતિના બજેટ અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપતા મોદીએ રાજ્યસભામાં બુધવારે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર સામેની લડાઈ રાજકીય નથી. ભ્રષ્ટાચારના કારણે ગરીબ અને મધ્યમ વર્ગની આકાંક્ષાઓ પર અળગી અસર પડી રહી છે. ઈન્દિરાજીએ ચૂંટણીઓના કારણે વિમુદ્રીકરણને લાગુ નહોતું કર્યું. મનમોહનસિંહને ઉદ્દેશીને મોદીએ કહ્યું કે, ડોક્ટર સિંહ 35 વર્ષ સુધી ભારતની અર્થવ્યવસ્થાની પોલિસી પર પ્રભાવશાળી રહ્યા. મોદીએ કોંગ્રેસ શાસન કાળમાં થયેલા કૌભાંડોનો ઉલ્લેખ કરતા કહ્યું - આટલા બધા કૌભાંડ થવા છતાં મનમોહનસિંહ બેદાગ રહ્યા, રેનકોટ પહેરીને બાથરૂમમાં સ્નાન કરવું તેઓ જ જાણે છે.   
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rahul akhilesh joint pc in lucknow
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended