Home »National News »Latest News »National» Read What Questions By Jodhpurt Court To Salman And What He Answered

શિકાર કેસમાં સલમાનને કોર્ટમાં પૂછાયા 65 સવાલ, 55માં કહ્યું- ખોટા આરોપ

Sunil Choudhary | Jan 28, 2017, 12:31 PM IST

જયપુર. 1998ના કાળિયાર શિકાર મામલે શુક્રવારે સલમાન ખાન, સૈફ અલી ખાન, નીલમ કોઠારી, સોનાલી બેંદ્રે અને તબ્બુ જોધપુર કોર્ટમાં રજૂ થયા હતા. હમ સાથ સાથ હૈ ફિલ્મના શુટિંગ દરમિયાન થયેલા આ શિકાર મુદ્દે સાક્ષીઓના નિવેદનના આધારે કોર્ટમાં સલમાનને 28 મિનિટમાં 65 સવાલ પૂછાયા હતા. 55 સવાલના જવાબમાં સલમાને આરોપ ‘ખોટા છે’ કહ્યું. બાકી સવાલ પર કહ્યું – ‘ખબર નથી.’ આ રીતે તેણે પોતાને નિર્દેષ બતાવવાની કોશિશ કરી. કેટલાંક સવાલોના જવાબ ટાળી દીધા. સલમાને કહ્યું ,કાળિયારનો પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સાચો હતો. જેમાં તેમના કુદરતી મોતની વાત કહેવામાં આવી હતી. divyabhaskar.com તમને સલમાનને ક્યા સવાલો કરવામાં આવ્યા તે અંગે જણાવી રહ્યું છે.
 
શુક્રવારે કોર્ટમાં શું થયું
 
-જોધપુર જિલ્લા અદાલતમાં સલમાનને શુક્રવારે રજૂ કરાયો હતો. જ્યાં તેને સાક્ષીઓના નિવેદનના આધારે આરોપ સંભળાવવામાં આવ્યા.
- 65 સવાલ સાંભળ્યા બાદ સલમાને કહ્યું, અમે અહીંયા હમ સાથ-સાથ હૈ ફિલ્મનું શુટિંગ કરવા આવ્યા હતા. સિક્યુરિટીના કારણે બહાર નીકળવું શક્ય નહોતું. આ સ્થિતિમાં શિકાર કરવાનો સવાલ જ ઉભો થતો નથી. ગામ લોકોના કહેવા પર એક ન્યૂઝ પેપરે સમાચાર છાપ્યા હતા. જે બાદ સસ્તી પ્રસિદ્ધિ માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે મારી સામે કેસ દાખલ કરી દીધો. મારી પાસે હથિયાર સુદ્ધાં નહોતું. મારા હથિયારો બાદમાં પોલીસે મુંબઈથી મંગાવ્યા હતા.
 
સલમાન પર જોધપુરમાં શિકાર સાથે સંકળાયેલા 4 મામલા
 
- સલમાન પર જોધપુરમાં 1998માં હરણ શિકાર સાથે સંકળાયેલા ચાર કેસ નોંધાયા હતા. ત્રણ કેસમાં તે છૂટી ગયો છે.
- શિકારના બે કેસમાં રાજય સરકાર સુર્પીમ કોર્ટમાં ગઈ છે. આર્મ્સ એક્ટ મામલે સલમાનને નીચલી અદાલતે 18 જાન્યુઆરીએ નિર્દોષ છોડી મૂક્યો હતો.
- ચોથો કેસ કાળિયાર શિકારનો છે. આ મુદ્દે શુક્રવારે સુનાવણી થઈ. સલમાનની સાથે સૈફ, નીલમ, તબ્બુ અને સોનાલી પણ આરોપી છે.
 
સલમાનને થયેલા સવાલોમાં શું પૂછવામાં આવ્યું?
 
-સલમાનને પૂછવામાં આવેલા મોટાભાગના સવાલ ફોરેસ્ટ ઓફિસરની તપાસની આસપાસ જ હતા.
- ફોરેસ્ટ ઓફિસર લલિત બોડાએ દવા કારોબારી અરૂણ યાદવના ડ્રાઈવર હરીશ દુલાનીના નિવેદન પર શિકારનો કેસ દાખલ કર્યો હતો. જે જિપ્સીનો સલમાન અને બાકી સેલેબ્સે ઉપયોગ કર્યો હતો તે દવા વેપારીની હતી.
 
સલમાનને થયેલા સવાલ
 
સવાલ 1# ફોરેસ્ટ ઓફિસર કહે છે કે તમે 1 ઓક્ટોબર 1998ની રાત કાંકાણીમાં કાળિયાર પાછળ જિપ્સી દોડવી તેને શિકાર કર્યો. આ દરમિયાન સૈફ અલી, નીલમ, તબ્બુ તથા સોનાલી ઉપરાંત દિનેશ ગાવરે અને લોકલ વ્યક્તિ દુષ્યંત સિંહ તમારી સાથે હતા. તમારું શું કહેવું છે?
સલમાનઃ ખોટી વાત છે.
 
સવાલ 2 અને 3# લલિત બોજાએ કહ્યું કે એફઆઈઆર મુજબ કબજામાં લેવામાં આવેલી જિપ્સીમાંથી લોહીના નિશાન મળ્યા હતા. તપાસમાં લોહી ચિંકારાનું સાબિત થયું.
સલમાનઃ વાત  ખોટી છે અને રિપોર્ટ પણ ખોટો છે.
 
સવાલ 4# જિપ્સી માલિક અરૂણ યાદવ અને તેના ડ્રાઈવર હરીશ દુલાનીનું કહેવું છે કે 1 ઓક્ટોબર 1998ની રાતે જિપ્સીનો ઉપયોગ શિકાર માટે કરવામાં આવ્યો? પંચર બનાવનાર સાક્ષીએ પણ આની પુષ્ટિ કરી?
સલમાન: આ સાચું નથી.
 
સવાલ 5# કાળિયારનું પ્રથમ પોસ્ટમોર્ટમ ડો. નેપાલિયાએ કર્યું. તેમાં ગડબડી સામે આવ્યા બાદ તેમની સામે કેસ કરાયો. જે બાદ મેડિકલ બોર્ડ પાસે કરાવેલા પોસ્ટમોર્ટમમાં હરણનું મોત ગોળી વાગવાથી થયું હોવાની વાત સામે આવી?
સલમાન: ડો. નેપાલિયાનો રિપોર્ય સાચો હતો. પછીનો રિપોર્ટ એકદમ ખોટો છે.
 
સવાલ 6,7 અને 9# હરણના ફિમર બોનને તપાસ માટે હૈદરાબાદ સ્થિત લેબમાં મોકલવામાં આવ્યા. અહીંયાથી જણાવાયું કે કાળિયારના હતા?
સલમાને આનો કોઈ જવાબ ન આપ્યો.
 
સવાલ 8 અને 10 અને 11# શિકાર માટે દુષ્યંત સિંહે જિપ્સી ઉપલબ્ધ કરાવી હતી. તેના લાંબાવાળ હોવાના કારણે લોકોએ લોકોએ તેને ઓળખી લીધા?
સલમાન: એકદમ ખોટી વાત છે.
 
સવાલ 12# જિપ્સીમાં 6 છરા મળ્યાં. સલમાનની હાજરીમાં સાક્ષી પૂનમચંદ, છોગારામ અને હરીશ દુલાનીના નિવેદન લેવાયાં?
સલમાનઃ ખોટી વાત છે.
 
સવાલ 13# તપાસમાં જાણવા મળ્યું કે 1 અને 2 ઓક્ટોબર 1998ની રાતે તમામ આરોપી જિપ્સીમાં બેસીને કાંકાણી સરહદ ગયા. ત્યાં તમને અન્ય આરોપીઓએ ઉશ્કેરતાં ગોળી મારીને બે કાળિયારનો શિકાર કર્યો. ગામ લોકો આવી પહોંચતા તમે જિપ્સીમાં બેસીને ભાગી ગયા હતા?
સલમાન: હું અહીંયા ફિલ્મના શુટિંગ માટે આવ્યો હતો. અમારા માટે સિક્યુરિટીનો ચુસ્ત પ્રબંધ હતો. આ સ્થિતિમાં બહાર નીકળવું શક્ય નહોતું. તેથી શિકાર કરવાનો સવાલ જ ઉભો થતો નથી.
 
સવાલ 14# ગામ લોકોને ઘટના સ્થળ પરથી બે મૃત કાળિયાર મળ્યા હતા. બંને નર હરણ હતા. તમારું શું કહેવું છે?
સલમાન: શિકાર કર્યો જ નથી.
 
સવાલ 15# લૂણી હોટલમાં રોકાયા બાદ ત્યાં ચા પીધા બાદ ગ્રામીણોએ તેમને જોયા. તેના આધારે તમારી ઓળખ થઈ. તમારું શું કહેવું છે?
સલમાન: ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાના કારણે બહાર નીકળવું શક્ય નહોતું.  આ સ્થિતિમાં આ આરોપ ખોટા છે.
 
સવાલ 16#  ડોક્ટરે સ્થળ પર જઈ મૃત હરણોનું પોસ્ટમોર્ટમ કર્યું. તમારું શું કહેવું છે?
સલમાન: ખબર નથી.
 
સવાલ 17# જે બાદ 11 ઓક્ટોબર 1998ના રોજ મેડિકલ બોર્ડે નવેસરથી મૃત હરણને જમીનમાંથી કાઢીને પોસ્ટમોર્ટમ કર્યું?
સલમાન: ખબર નથી.
 
સવાલ 18# ગ્રામીણોનું કહેવું છે કે કેટલાંક લોકો જિપ્સીમાં સવાર થઈને આવ્યા હતા  અને તેમણે ગોળી મારીને કાળિયારનો શિકાર કર્યો. આ લોકોએ સલમાન તથા સૈફ અલી ખાનને ઓળખી લીધા હતા,. તમારું શું કહેવું છે?
સલમાન: ખોટી વાત છે.
 
સવાલ 19# સાક્ષીઓ મુજબ, બે સ્થળ પરથી મૃત હરણ મળી આવ્યા બાદ તેમના શિંગડા અને ખાલ કબજામાં લીધા બાદ દફનાવી દેવાયા?
સલમાન: ખોટી વાત છે.
 
સવાલ 20# મેડિકલ બોર્ડમાં મૃત હરણોનું ફરી ઈન્સ્પેક્શન કરીને રિપોર્ટ તૈયાર કરાયો. પંચનામું પણ તૈયાર કરવામાં આવ્યું?
સલમાન: ખબર નથી. તમામ કાર્યવાહી ખોટી છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો. બાકી સવાલોના જવાબ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Read what questions by jodhpurt court to salman and what he answered
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended