Home »National News »Latest News »National» Protesters Attack Government Offices In Kohima

કોહિમામાં હિંસા બાદ આર્મી તહેનાત, ચૂંટણીમાં મહિલાઓના અનામતનો વિરોધ

Agency, Kohima | Feb 03, 2017, 11:08 AM IST

  • હિંસામાં અત્યાર સુધીમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે.
કોહીમા: નાગાલેન્ડમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાના વિરોધમાં ગુરુવારે હિંસક દેખાવો થયા હતા. ટોળાએ સરકારી કચેરીઓને આગ ચાંપી મોટાપાયે તોડફોડ કરી હતી. રાજ્ય ચૂંટણી પંચમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. ડેપ્યુટી કમિશનરની કચેરી, કોહીમા નગર નિગમની કચેરી, એક્સાઈઝ અને આરટીઓની કચેરીઓ તેમજ ગાડીઓને પણ આગ ચાંપી હતી. રાજ્ય સરકારની વિનંતી બાદ સેનાની પાંચ કોલમ તહેનાત કરવામાં આવી છે. જેના પગલે સ્થિતિ કાબુમાં આવી હતી. શુક્રવારે સવારે અહીં તણાવભરી શાંતિ પ્રવર્તી રહી છે.  
 
હિંસા પર કાબૂ મેળવવા આર્મીના જવાન તહેનાત
 
- ગુરુવાર મોડી રાત્રે રાજ્ય સરકારને 5 કોલમ એટલે કે 375 આર્મી જવાનોને કોહિમાના અનેક વિસ્તારોમાં તહેનાત કરવા પડ્યા.
- મહત્વપૂર્ણ છે કે નાગાલેન્ડમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહિલાઓને 33% અનામત આપવાનું આદિવાસી સંગઠન વિરોધ કરી રહ્યું છે.
- 1 ફેબ્રુઆરીના રોજ નાગાલેન્ડમાં બંધનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલા 31 જાન્યુઆરીના રોજ દીમાપુરમાં પ્રદર્શનકર્તાઓ અને પોલીસની વચ્ચે થયેલી ઝડપ દરમિયાન પોલીસ ફાયરિંગમાં બે યુવક માર્યા ગયા હતા. કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા.
- બુધવાર સાંજે તેમના મૃતદેહ કોહિમા લાવવામાં આવ્યા. ત્યારબાદ પરિસ્થિતિ તણાવપૂર્ણ થઈ હતી.
- પ્રદર્શનકારી મૃતદેહો લઈને મુખ્યમંત્રી ટી આર લેજિઆંગના રહેઠાણની સામે માર્ચ કાઢવાની માગ કરી રહ્યા હતા.
 
4 વાગ્યા સુધીમાં માગ્યું હતું મુખ્યમંત્રીનું રાજીનામું
 
- નાગાલેન્ડ ટ્રાઈબલ એક્શન કમિટિ (NTAC)ના યુવકોના મોતને લઈને મુખ્યમંત્રી અને તેમની કેબિનેટને ગુરુવાર 4 વાગ્યા સુધી રાજીનામું આપવાનું કહ્યું હતું.
- NTACના પ્રવક્તાએ કહ્યું કે સરકારની સાથે આ મુદ્દે વાત કરવા માટે એક કમિટિનું ગઠન કરવામાં આવ્યું છે.
- આ કમિટિમાં 7 આદિવાસી સંગઠનો જેલિઆંગ, છખેસાંગ, અઓ, પોચુરી, રેંગમા, સુમી, લોથાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઈસ્ટર્ન નાગાલેન્ડ પબ્લિક ઓર્ગેનાઈઝેશન (ENPO) પોતાના ક્ષેત્રની 6 જનજાતિઓને રિપ્રેઝન્ટ કરી રહી છે.
- NTACએ ગવર્નર પીબી આચાર્યને એક મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી અને તેમની કેબિનેટે અર્બન લોકલ બોડિઝના ઈલેક્શન ટાળવાની માગની સામે જવાનો નિર્ણય કર્યો તેના કારણે હિંસાની પરિસ્થિતિ ઊભી થઈ.
 
યુવાનોને નાગા શહીદોનો દરજ્જો આપવામાં આવે
 
- ફાયરિંગ દરમિયાન માર્યા ગયેલા લોકોના નામ ખરિએસાવિજો અવીજો મેહતા અને બેંદંગનુંગસાંગ જણાવવામાં આવ્યા છે. તેમને નાગા શહીદોનો દરજ્જો આપવામાં આવ્યો છે.
- NTAC પ્રવક્તાએ કહ્યું કે આ લોકોએ નાગા અધિકારોની રક્ષા માટે પોતાનો જીવ આપ્યો છે.
- NTACએ તે પોલીસ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગ કરી છે જે આ ફાયરિંગ દરમિયાન હાજર હતા.
- કમિટિનું કહેવું છે કે યુવકોના અંતિમ સંસ્કાર ત્યાં સુધી નહીં કરવામાં આવે જ્યાં સુધી તેમની માગણીઓને સ્વીકારી લેવામાં ન આવે.
 
આ કારણે થઈ રહ્યા છે પ્રદર્શન
 
- ટ્રાઈબલ ગ્રુપ સ્થાનિક ચૂંટણીમાં મહિલાઓને 33% અનામત આપવાનો વિરોધ એટલા માટે કરી રહી છે કે કારણ કે તેમનું માનવું છે કે આવું કરવાથી મહિલાઓ અને પુરુષોની વચ્ચે ચાલી આવતી પારંપરિક વ્યવસ્થા પર અસર પડશે.
- ટ્રાઈબલ ગ્રુપ્સનું કહેવું છે કે નાગાલેન્ડમાં જનજાતિઓને વિશેષાધિકાર મળ્યા છે અને આવા નિર્ણય તેમના મામલાઓમાં હસ્તક્ષેપ જેવું છે.
- રિઝર્વેશનના વિરોધમાં સમગ્ર નાગાલેન્ડમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Protesters attack government offices in Kohima
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended