Home »National News »Latest News »National» Police Use Water Canon On BJP Workers Protesting Outside Kejriwal Residence

નવીદિલ્હી : કેજરીવાલના ઘર બહાર ભાજપના કાર્યકરોના દેખાવો

Agency, New Delhi | Apr 09, 2015, 12:33 PM IST

નવીદિલ્હી : ભાજપના કાર્યકરોએ નવીદિલ્હીમાં આમ આદમી પાર્ટી" rel="આમ આદમી પાર્ટી" target="_blank">આમ આદમી પાર્ટીના સંયોજક તથા દિલ્હીના મુખ્યપ્રધાનના ઘરની બહાર દેખાવો કર્યા હતા. ભાજપના નેતા સતીશ ઉપાધ્યાયના કહેવા પ્રમાણે, તુર્કમેન રોડ પર થયેલા માર્ગ અકસ્માતમાં આપ સરકારના પ્રધાન સંડોવાયેલા છે, ત્યારે તેમણે દિલ્હી પોલીસ પર દોષારોપણ ન કરવું જોઈએ. 
 
દિલ્હી ભાજપના અધ્યક્ષ સતીશ ઉપાધ્યાયે વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કર્યું હતું. તેમના કહેવા પ્રમાણે, સ્થાનિકોનો આરોપ છે કે આ ઘટનામાં આપના નેતાની સંડોવણી છે. દરમિયાન ગુરૂવારે બપોરે આપના નેતાઓ દ્વારા એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવશે. જેમાં સમગ્ર સ્થિતિ અંગે ખુલાસો કરવામાં આવશે તથા આપનો પક્ષ રજૂ કરવામાં આવશે. 
 
આ પહેલા આપ સરકારે એમ કહીને હાથ ઊંચા કરી દીધા હતા કે દિલ્હીની પોલીસ એ કેન્દ્રીય ગૃહમંત્રાલય હેઠળ આવતી હોવાથી તર્કમેન અકસ્માત કેસમાં રાજ્ય સરકાર કશું કરી શકે તેમ નથી. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Police use water canon on BJP workers protesting outside Kejriwal residence
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended