Home »National News »Latest News »National» Priyanka Gandhi Credited For SP-Congress Alliance

ગઠબંધન માટે પ્રથમ વખત સક્રિય થયા પ્રિયંકા, ડિમ્પલ સાથે કરશે પ્રચાર

divyabhaskar.com | Jan 23, 2017, 10:12 AM IST

  • પ્રિયંકા ગાંધી
લખનઉ/ નવી દિલ્હી: અનેક ચઢાવ-ઉતાર બાદ યુપીમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. જેનો શ્રેય કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધી તથા સપા દ્વારા ડિમ્પલ યાદવને આપવામાં આવે છે. પ્રથમ વખત પ્રિયંકા ગાંધી કોઈ રાજકીય પ્રવૃત્તિમાં આટલી હદે સક્રિય જણાયાં. એવા અણસાર છે કે, યુપીની ચૂંટણીઓએ પ્રિયંકા ગાંધી માટે લોન્ચપેડ હોય શકે છે. ભવિષ્યમાં યાદવ-ગાંધી પરિવારના નેતાઓ સાથે જાહેરસભાઓ પણ સંબોધશે. 

રાજકારણમાં સક્રિય થશે પ્રિયંકા ગાંધી? 

- પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓમાં ભારે રસ દાખવ્યો છે. તેમણે બેઠક વહેંચણી તથા ટિકિટ ફાળવણી જેવી જટિલ બાબતોમાં પણ સક્રિય રસ લીધો હતો. 
- વર્ષ 2014ની લોકસભા ચૂંટણીઓ બાદ દેશભરમાં કોંગ્રેસનું પ્રદર્શન સતત કથળી રહ્યું છે. 
- જેના પગલે કોંગ્રેસના એક વર્ગને લાગતું હતું કે, પ્રિયંકા ગાંધી રાજકીય રીતે સક્રિય કરવાની જરૂર છે. 
- ગાંધી પરિવારની નજીકના લોકોના કહેવા પ્રમાણે, યુપીની ચૂંટણીઓને પ્રિયંકા ગાંધીના લોન્ચિંગ તરીકે જોવી જોઈએ. 

અડધી રાત્રે પ્રિયંકાએ કર્યો ડિમ્પલ યાદવને ફોન 
 
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સોનિયા ગાંધીના પુત્રી પ્રિયંકાએ અડધી રાત્રે યુપીના મુખ્યપ્રધાન અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવને ફોન કર્યો હતો. 
- રાત્રે એક વાગ્યે અખિલેશ યાદવનો ફોન હતો એટલે ડિમ્પલ યાદવને ફોન કરવામાં આવ્યો હતો. 
- અગાઉથી જ અખિલેશે કોંગ્રેસને કહી દીધું હતું કે જો ગઠબંધન અંગે ચર્ચા કરવી હોય તો ડિમ્પલ યાદવ સાથે વાત કરવી. 
- ત્યારબાદ રવિવારે સવારે અખિલેશ યાદવ અને પ્રિયંકા ગાંધી વચ્ચે વાતચીત થઈ હતી અને ગઠબંધનનો માર્ગ બન્યો હતો. 

વધી રહી છે ડિમ્પલ-પ્રિયંકાની નિકટતા 
 
- છેલ્લા કેટલાક સમયથી ડિમ્પલ યાદવ અને પ્રિયંકા ગાંધી વચ્ચે નિકટતા વધી છે. જેના કારણે બંને પક્ષો વચ્ચે ગઠબંધન શક્ય બન્યું હતું. 
- ડિમ્પલ યાદવ અને પ્રિયંકા ગાંધી સાથે મળીને જાહેસભાઓ ગજવશે. 
- બીજી બાજુ, અખિલેશ અને રાહુલ ગાંધી સાથે મળીને 14 જેટલી રેલીઓને સંબોધિત કરશે.
- ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ગુલામ નબિ આઝાદના કહેવા પ્રમાણે, પ્રિયંકા ગાંધીને કારણે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન શક્ય બન્યું હતું. 
- ગઠબંધન માટેની બેઠકોને  ઓળખવામાં પ્રિયંકા ગાંધીએ મદદ કરી હતી. હવે અમને આશા છે કે, કોમવાદી દળોને ઉત્તર પ્રદેશમાં હરાવી શકાશે. 
 
ભાજપમાં જોડાવાની અટકળો નરેશ અગ્રવાલે નકારી 

- સપાના દિગ્ગજ નેતા નરેશ અગ્રવાલ ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો સોમવારે સવારે વહેતી થઈ હતી. 
- જોકે, ગણતરીની કલાકોમાં અગ્રવાલે સ્પષ્ટતા કરી હતી કે તેઓ સપામાં છે અને અખિલેશ યાદવના નેતૃત્વમાં ચૂંટણીઓ લડશે. 
- અગ્રવાલના કહેવા પ્રમાણે, મારું લક્ષ્યાંક ઉત્તર પ્રદેશમાંથી ભાજપને ઉખાડી ફેંકવાનું છે. 
- ઉલ્લેખનીય છે કે લગભગ ત્રણ દાયકા અગાઉ નરેશ અગ્રવાલ કોંગ્રેસમાં હતા, ત્યારબાદ તેમણે પોતાની પાર્ટી સ્થાપિત કરી હતી. હાલ સપામાં જોડાયા તે પહેલા તેઓ બસપામાં હતા. 
 
સિદ્ધુને લાવવામાં પણ આવ્યું હતું પ્રિયંકાનું નામ. ઉચ્ચસ્તરીય વાટાઘાટો બાદ થઈ પ્રિયંકાની એન્ટ્રી. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Priyanka Gandhi credited for SP-Congress alliance
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended