Home »National News »Latest News »National» Priyanka Gandhi Sends Emissary To Akhilesh Yadav For Alliance

કોંગ્રેસ-સપા ગઠબંધન માટે પ્રિયંકા સક્રિય, વિશ્વાસુ વ્યક્તિને મોકલ્યો અખિલેશ પાસે

divyabhaskar.com | Jan 21, 2017, 11:03 AM IST

  • કોંગ્રેસ નેતાઓએ સપા સાથે ગઠબંધન માટે પ્રિયંકા ગાંધી સક્રિય થઈ હોવાનું જણાવ્યું. (ફાઈલ)
લખનઉ/નવી દિલ્હી. કોંગ્રેસ-સપા વચ્ચે ગઠબંધન થાય તે માટે પ્રિયંકા ગાંધી સક્રિય થઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પ્રિયંકાએ પોતાના સૌથી વિશ્વાસુ અને નજીકના વ્યક્તિને અખિલેશ યાદવ પાસે વાતચીત કરવા માટે લખનઉ મોકલ્યો છે. આજે ગુલામ નબી આઝાદ પણ વાતચીત માટે લખનઉ આવે તેમ માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે સપા દ્વારા 208 ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 9 સીટો એવી હતી, જેના પર પહેલાંથી જ કોંગ્રેસના ઉમેદવાર હતા. પરિણામે કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે. જે બાદ ગઠબંધન મુશ્કેલ હોવાની ચર્ચા થવા લાગી હતી.
 
અખિલેશ યાદવના ફોનની રાહ
 
-મીડિયા રિપોર્ટ્સમાં પ્રિયંકાના ભરોસાપાત્ર વ્યક્તિનું નામ ધીરજ જણાવવામાં આવી રહ્યું છે. જે હાલ લખનઉની એક હોટલમાં રોકાયેલો છે અને અખિલેશ યાદવના કોલની રાહ જોઈ રહ્યો છે.
- કોંગ્રેસ નેતાઓમાં પણ ગઠબંધન માટે પ્રિયંકા ગાંધી સક્રિય હોવાની વાત કહેવામાં આવી રહી છે.જોકે તેમના વતી મોકલવામાં આવેલા દૂત અંગે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો છે.
- ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ગઢ અમેઢી અને રાયબરેલીની સીટને લઈ હજુ સુધી કંઈ નક્કી થઈ શક્યું નથી.
 
અબુ આઝમીએ શું કહ્યું?
 
- આ દરમિયાન સમગ્ર મામલે સપા નેતા અબુ આઝમીએ કહ્યું, અલાંયસ જ્યારે તૂટે છે ત્યારે કોઈ પાર્ટી પોતાની ક્ષમતાથી વધારે સીટ માંગે છે.
- 28 એમએલએની પાર્ટીને 90-95 સીટો આપવી ઓછી વાત નથી, પરંતુ તે વધારે ઈચ્છે છે.
 
કોંગ્રેસ પર કેમ ભડકી સપા?
 
- સપા સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે અખિલેશ યાદવ ઈચ્છતા હતા કે રાહુલ ગાંધી લખનઉ આવીને ગઠબંધનની જાહેરાત કરે અને જોઈન્ટ કેમ્પેનની શરૂઆત કરાવે.
- પરંતુ કોંગ્રેસે આને લઈ કોઈ પોઝિટિવ રિસ્પોન્સ ન આપ્યો. આ ઉપરાંત ગુરુવારે 103 સીટો પર સહમત જોવા મળી રહી કોંગ્રેસે પોતાની માંગ વધારતાં શુક્રવારે 138 સીટો પર દાવો કર્યો.
- માનવામાં આવી રહ્યું છે કે ગઠબંધનને લઈ સપાના ભડકવાનું આ પણ એક મોટું કારણ છે.
 
ગઠબંધનની જાહેરાત વગર અખિલેશે જાહેર કર્યું સપા કેન્ડિડેટ્સનું લિસ્ટ
 
- બીજી બાજુ શુક્રવારે કોંગ્રેસ સાથે ગઠબંધનની જાહેરાત પહેલા જ અખિલેશે 208 સપા કેન્ડિડેટ્સનું લિસ્ટ જાહેર કરી દીધું.
- આ લિસ્ટમાં 9 નામ એવા હતા, જ્યાં કોંગ્રેસના ધારાસભ્યો પહેલાંથી જ છે. તેથી એવું કહેવામાં આવી રહ્યું છે આ કારણથી વાત વધારે વણસી જતાં ગઠબંધનની વાત અટકી પડી છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ડિમ્પલ યાદવ બની શકે છે સપાનો ચૂંટણી ચહેરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Priyanka Gandhi sends emissary to Akhilesh Yadav for alliance
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended