Home »National News »Latest News »National» Vinay Katiyar Cheap Comment About Priyanka Gandhi

પ્રિયંકા ગાંધી કરતા તો સ્મૃતિ ઈરાની વધુ સુંદર: કટિયારનું 'વિનય'હીન નિવેદન

divyabhaskar.com | Jan 25, 2017, 12:59 PM IST

  • પ્રિયંકા ગાંધી કરતા તો સ્મૃતિ ઈરાની વધુ સુંદર: કટિયારનું 'વિનય'હીન નિવેદન,  national news in gujarati
લખનઉ : યુપીમાં ભાજપના વરિષ્ઠ નેતા વિનય કટિયારે બુધવારે પ્રિયંકા ગાંધી અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. કટિયારે કહ્યું, "પ્રિયંકા ગાંધી કલાકાર નથી. તેઓ એટલા સુંદર નથી, જેટલા પ્રચારિત કરવામાં આવે છે." રાજ્યસભાના સાંસદ વિનય કટિયારે ઉમેર્યું હતુંકે, "અમારી પાર્ટીના સ્મૃતિ ઈરાની વધુ સુંદર છે. તેઓ પ્રિયંકા ગાંધી કરતા વધુ ભીડ એકઠી કરી શકે છે."

કટિયારે બીજું શું કહ્યું ?

- ન્યૂઝ એજન્સીના કહેવા પ્રમાણે, "અમારી પાર્ટીમાં પ્રિયંકા ગાંધી કરતા પણ સુંદર સ્ટાર પ્રચારક છે."
- "ભાજપમાં સુંદર મહિલાઓની તંગી નથી. જ્યાં ઊભા રાખીશું, તેમના કરતા વધુ મત લાવશે."

કોંગ્રેસે કહ્યું, "સમગ્ર પાર્ટીની વિચારસરણી આવી"

- કોંગ્રેસે વિનય કટિયારના નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તાના કહેવા પ્રમાણે, "કોઈ મહિલા નેતા માટે આ પ્રકારનું શરમજનક નિવેદન એ તેમની વિચારસરણી છતી કરે છે."
- કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીના કહેવા પ્રમાણે," આ વિચારસરણી માત્ર વિનય કટિયારની નથી. પરંતુ સમગ્ર ભાજપની છે."

સ્ટાર પ્રચારકોની યાદીમાં નથી કટિયાર

- છેલ્લા લગભગ અઢી દાયકાથી ઉત્તર પ્રદેશના રાજકારણમાં દબદબો ધરાવનાર વિનય કટિયારનું નામ વિધાનસભાની ચૂંટણીઓમાં નથી. 
- પાર્ટીએ અડવાણીને પણ સ્થાન નથી આપ્યું. 
- સ્ટાર પ્રચારકની યાદીમાં નામ સામેલ નહીં થવાર અંગે પ્રતિક્રિયા આપતા વિનય કટિયારે કહ્યું હતું, " પાર્ટી હાઈકમાન્ડે જે નિર્ણય લીધો તે યોગ્ય જ હશે. તેમને નહીં લાગ્યું હોય કે હું આ યાદીમાં રહેવાને પાત્ર છું. " 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vinay Katiyar cheap comment about Priyanka Gandhi
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended