Home »National News »Photo Feature» Priyanka Gandhi Got Crdit For SP-Congress Alliance, Will Campaign Across UP

બાળપણમાં આવી દેખાતી હતી પ્રિયંકા ગાંધી, થાય છે ઈન્દિરા સાથે તુલના

divyabhaskar.com | Jan 29, 2017, 12:09 PM IST

  • પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી સાથે રાહુલ અને પ્રિયંકા - ફાઈલ તસવીર.
નવી દિલ્હીઃકોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની પુત્રી પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં સપા-કોંગ્રેસના ગઠબંધનને કારણે ચર્ચામાં છે. આ ગઠબંઘનનો શ્રૈય પક્ષના નેતાઓએ પ્રિયંકા ગાંધીને આપ્યો હતો. અગાઉ પોલિટિક્સથી દુર રહેનારી પ્રિયંકા 2019ની ચૂંટણીમાં માતા સોનિયા ગાંધીની બેઠકથી લડે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. પ્રિયંકા ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ-સપા ગઠબંધન માટે પ્રચાર પણ કરી શકે છે.
 
થાય છે દાદી અને પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી સાથે તુલના
 
- પ્રિયંકા ગાંધીનો જન્મ 12 જાન્યુઆરી 1972ના રોજ દિલ્હીમાં થયો હતો. 
- સાયકોલોજીમાં બીએ ઓનર્સની ડિગ્રી મેળવનારી પ્રિયંકા ગાંધી શૌખને કારણે રેડિયો સંચાલક પણ છે. 
- પ્રિયંકાે મુરાદાબાદના બિઝનેસમેન રોબર્ટ વાડ્રા સાથે લગ્ન કર્યા હતા. પ્રિયંકાને તેમના દાદીના જેવા ગણવામાં આવે છે.
- પોતાની દાદી ઈન્દિરાની લાડલી એવી પ્રિયંકામાં ઘણા લોકોને તેમની છબી જોવા મળે છે. પ્રિયંકાની ડ્રેસિંગ સ્ટાઈલથી લઈને, બોલવા-ચાલવાથી લઈને લોકોની વચ્ચે રહેવાની પદ્ધતિ પણ પૂર્વ પીએમ ઈન્દિરા સાથે મળતી આવે છે.
- બાળપણમાં ભાઈ રાહુલ સાથે રમતી પ્રિયંકા દાદીની સાથે પોતાના પિતા રાજીવ ગાંધીની પણ ઘણી લાડલી હતી. પિતાના મૃત્યુ બાદ માતા સોનિયા અને અન્ય પરિવારજનોને પ્રિયંકાએ જ સંભાળ્યા હતા.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ, પ્રિયંકા ગાંધીના બાળપણથી લઈને અત્યારસુધીની તસવીરો)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Priyanka Gandhi Got Crdit For SP-Congress Alliance, Will Campaign Across UP
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended