Home »National News »Latest News »National» President Office Writes Letter To EC On Usage Of Photo

પંજાબ : કોંગ્રેસના હોર્ડિંગ્સ પર મુખર્જીનો ફોટો, રાષ્ટ્રપતિ ભવને લખ્યો ECને પત્ર

divyabhaskar.com | Jan 22, 2017, 09:36 AM IST

  • વિવાદાસ્પદ પોસ્ટર
નવી દિલ્હી : પંજાબમાં કોંગ્રેસના હોર્ડિંગ્સ પર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તસવીરના ઉપયોગ સામે રાષ્ટ્રપતિ ભવને મુખ્ય ચૂંટણી અધિકારી નસીમ ઝૈદીને પત્ર લખીને વાંધો રજૂ કર્યો છે. રાષ્ટ્રપતિ કાર્યાલયના કહેવા પ્રમાણે, પદની નિષ્પક્ષતાને યથાવત્ રાખવા માટે આમ કરવામાં આવ્યું છે. 

રાષ્ટ્રપતિના સચિવે લખ્યો પત્ર

- રાષ્ટ્રપતિના સેક્રેટરી ઓમિતા પોલે મુખ્ય ચૂંટણી અધિકારી નસીમ ઝૈદીને પત્ર લખ્યો છે.
- પોલના કહેવા પ્રમાણે, કેટલાક અખબારી અહેવાલો પ્રમાણે, પંજાબમાં કોંગ્રેસના ચૂંટણી પોસ્ટર્સમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની તસવીરોના ઉપયોગની વાત બહાર આવી હતી. 
- પોલના કહેવા પ્રમાણે, "રાજકીય પક્ષ તથા અન્ય નેતાઓ સાથે હોર્ડિંગ્સમાં રાષ્ટ્રપતિની તસવીરના મામલે ડેપ્યુટી કલેક્ટર તથા ડિસ્ટ્રિક્ટ ઈલક્શન ઓફિસરને રૂલ વાયોલેશનની તપાસ કરી રહ્યાં છે. 
 
બીજું શું છે પત્રમાં?

- પોલના પત્ર પ્રમાણે, રાષ્ટ્રપતિનું પદ રાજકીય પક્ષોના રાજકારણથી ઉપર છે. આથી, તેમની તસવીર કે અન્ય કોઈ ચીજનો ઉપયોગ રાજકીય હેતુ માટે કરી ન શકાય. તથા ન કરવો જોઈએ. 
- "રાજકીય પક્ષોએ માઈલેજ લેવા માટે રાષ્ટ્રપતિને કોઈપણ પક્ષ સાથે જોડવાનું ટાળવું જોઈએ."
- "મારો આગ્રહ છે કે, ચૂંટણી પંચ આ મામલે યોગ્ય પગલા લે. જેથી કરીને એ સુનિશ્ચિત કરી શકાય કે રાષ્ટ્રપતિ કાર્યાલયની નિષ્પક્ષતા યથાવત રહે."
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: President office writes letter to EC on usage of Photo
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext