Home »National News »Latest News »National» India Bought 20K Crore Arms In Emergency Shopping

ભારતે શરૂ કરી જંગની તૈયારીઓ? ખરીદ્યાં રૂ. 20 હજાર કરોડના હથિયાર

divyabhaskar.com | Feb 06, 2017, 13:13 PM IST

  • આતંકવાદી હુમલા બાદ ધસી ગયેલી સૈન્ય ટૂકડી
નવી દિલ્હી : ઉરી આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાઓને સજ્જ કરવા માટે મોદી સરકારે રૂ. 20 હજાર કરોડના દારૂગોળા અને સ્પેર-પાર્ટ્સની ઉતાવળે ખરીદી કરી છે. જેથી 'ભારે યુદ્ધ'ની સ્થિતિમાં આ પુરવઠો દસ દિવસ સુધી ચાલે. એક અંગ્રેજી અખબારે સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે, ઉતાવળે કરવામાં આવેલી ખરીદીનો હેતુ દસ દિવસની ભારે લડાઈ થાય તો પણ દારૂગોળા, સ્પેરપાર્ટ્સ, તથા અન્ય સાધનોની ચિંતા ન રહે તેટલો સામાન એકઠો કરવાનો હતો. આ ખરીદી મુખ્યત્વે રશિયા, ફ્રાન્સ અને ઈઝરાયેલ પાસેથી કરવામાં આવી હતી. 

શું ખરીદી થઈ?

- વાયુદળે મિરાજ-2000, સુખોઈ-30MKI, તથા MiG-29 અને ફાલ્કન AWACSની ખરીદી કરી. અલગ-અલગ લગભગ 43 કોન્ટ્રાક્ટ માટે રૂ. 9200 કરોડ ખર્ચવામાં આવ્યા. 
- સેનાએ રશિયન કંપનીઓ સાથે દસ જેટલા કરાર કર્યાં. રૂ. 5800 કરોડના ખર્ચે ટી-90 તથા ટી-72 ટેન્કના ગોળા, એન્ટી-ટેન્ક ગાઈડેડ કોનકૂર મિસાઈલ્સ, સ્મર્ચ રોકેટ્સની ખરીદી કરવામાં આવી.  
- સૈન્ય સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે, હવે ભારતીય સેનાઓ 'ગમે તેવી સ્થિતિ'ને પહોંચી વળવા સજ્જ છે.
 
ક્યારે હાથ ધરવામાં આવી કાર્યવાહી 

- 18મી સપ્ટેમ્બરે ઉરીમાં આતંકવાદી હુમલો થયો. જેમાં 19 સૈનિક શહીદ થયા હતા, જ્યારે ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. 
- તા. 29મી સપ્ટેમ્બરના પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં ભારતે સર્જિકલ સ્ટ્રાઈક્સ હાથ ધરી હતી. જેમાં આતંકવાદીઓના લોન્ચ પેડને તબાહ કરવામાં આવ્યા હતા. 
- ભારતીય સેના, વાયુદળ તથા નૌકાદળના વાઈસ-ચેરમેનને ઈમરજન્સી ફાઈનાન્સિયલ પાવર્સની સાથે 'ઘટતો સામાન' તાત્કાલિક ખરીદવા નિર્દેશ આપવામાં આવ્યા હતા. 
- આમ કરવા પાછળનો હેતુ, દસ દિવસની ભીષણ લડાઈની સ્થિતિમાં તમામ હથિયારો તથા પ્લેટફોર્મ્સ સુપેરે કામ કરે તે સુનિશ્ચિત કરવાનો હતો. 
- ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન બજેટમાં રૂ. 86,488 કરોડની ફાળવણી કરવામાં આવી છે. પેન્શન સિવાય આ રકમ જરૂરી હથિયારો ખરીદવા માટે ખર્ચવામાં આવશે. 
 
શું છે આદર્શ સ્થિતિ? વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: India bought 20K crore arms in emergency shopping
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended