Home »National News »Latest News »National» Politics Behind Cenotaph Of Ashutosh Maharaj

3 વર્ષથી સંત સમાધિમાં: જાણો સમાધિ પાછળનું પોલિટિક્સ, સાયન્સ અને હિસ્ટ્રી

Bhaskar News Network, Chandigarh | Jan 29, 2017, 23:57 PM IST

નૂરમહલ/ચંડીગઢ: પંજાબના નૂરમહેલમાં દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાનના સંસ્થાપક આશુતોષ મહારાજની સમાધિને 29 જાન્યુ., 2017ના રોજ ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે. સંસ્થાનના ડોક્ટરોએ તેમને ક્લિનિકલી ડેડ જાહેર કર્યા હતા. તેમના ટેકેદારોને એવો વિશ્વાસ છે કે મહારાજ પાછા આવશે. અંતિમ સંસ્કારનો મામલો કોર્ટમાં છે. પુત્રનો દાવો કરનારા દિલીપ ઝાએ સંસ્કાર માટે શબ માગ્યું છે.  વિશેષ  રિપોર્ટ...
 
જલંધરના નૂરમહેલ ગામમાં દિવ્યગ્રામ જે હકિકતમાં દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાનનો ડેરો છે. સંસ્થાનના સંચાલક રહેલા આશુતોષ મહારાજ અંગે છેલ્લા 3 વર્ષથી સમાધિ કે ક્લિનિકલ ડેથ અંગે ચર્ચા ચાલે છે. ભાસ્કર જ્યારે દિવ્યગ્રામ પહોંચ્યું તો જોવા મળ્યું કે  સરકારે અહીં 206 લોકોના વોટ બનાવ્યા છે. આ 206માંથી એક પણ પરિવાર આ ગામમાં રહેતો નથી. અહીં રહેતા તમામ મતદારની ઉંમર લગભગ એક સરખી એટલે કે 27થી 41 વર્ષની વચ્ચે છે. અહીં 45 વોટર એવા છે, જેમનું વોટર લિસ્ટમાં કોઈ મકાન નથી.
 
એક મકાન : 167 વોટ, ફરિયાદ પર કાર્યવાહી નહીં
 
નૂરમહલ ગામના વોર્ડ નંબર-4 અને 8માં આવેલા મકાન નંબર 62માં જ 167 મતદાર ઊભા કરાયા છે. જેમાંથી કોઈના પિતાનું નામ મતદાર યાદીમાં નથી. આ મુદ્દે ગામના પુરન સિંહે એસડીએમ સહિત અનેક અધિકારીઓને ફરિયાદ કરી હતી, પરંતુ કશું થયું નહીં. પૂરન સિંહે જણાવ્યું કે, નકલી ચૂંટણી મતદાર કાર્ડ બન્યા છે.
 
ડેરાના રાજકીય સંબંધ...
 
સંસ્થાનની વેબસાઈટમાં મહારાજના ચેલાને ગૃહમંત્રી રાજનાથ સિંહ મહારાજના જીવન પર આધારિત પુસ્તક ભેટમાં આપતા જોવા મળે છે. બે વર્ષ પહેલા ડેરામાં થયેલા કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ સુખબીર બાદલ, ભાજપના અધ્યક્ષ વિજય સાંપલા હાજર રહ્યા હતા.
 
સંપત્તિ : 1500 કરોડ

દેશ-વિદેશમાં દિવ્યજ્યોતિ જાગૃતિ સંસ્થાનના 109 આશ્રમમાં નૂરમહલ દિવ્ય ગ્રામ 1000 એકર મોટું છે. કુલ 1500 કરોડની સંપત્તિ છે.
 
કોના હાથમાં જશે?

ચેલાના 3 જૂથ છે. એક જૂથ મહારાજના જૂના ચેલા છે. પંજાબી જાટ શીખ અમરજિત સિંહ ઉર્ફ અરવિદાનંદનું છે, બીજું આદિત્યાનંદ અને ત્રીજું જૂથ સર્વનંદનું છે.
 
સાયન્સ શું કહે છે
 
મગજને ઓક્સિજનની સપ્લાય બંધ થવાની સાથે જ શરીરના તમામ અંગ 5થી 10 મિનિટમાં કામ કરવાનું બંધ કરી દે છે.  અમે સંસ્થાન ઇતિહાસમાંથી 16 ઉદાહરણ લાવ્યા છીએ જેમાં લોકો સમાધિમાંથી પાછા આવ્યા છે.
 
1.1912માં રમન મહાઋષિ 15 મિનિટ માટે સમાધિમાં ગયા ત્યારે તેમનો શ્વાસ, બ્લડ સર્ક્યુલેશન અટકી ગયું હતું. તેમને મૃત માની લેવાયા, પરંતુ થોડી મિનિટ બાદ ઊભા થયા હતા.
2.1895માં સ્વામી વિવેકાનંદ અમેરિકાના પ્રવાસ દરમિયાન એક તળાવ પાસે બેભાન હાલતમાં મળ્યા. ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. થોડા કલાક બાદ સ્વામી જાગીને બેઠા થયા હતા.
3. સ્વામી ભાસ્કરાનંદ અને સ્વામી તેલાંગને પણ સમાધિ દરમિયાન મૃત માની લેવાયા હતા. યોગીરાજતેલંગસ્વામાં લખ્યું છે કે, રાજા અને તેમના સેવકે બગીચામાં ફરવા દરમિયાન જોયું કે ભાસ્કરાનંદ અને તેલાંગ મૃત પડ્યા હતા. રાજાએ તેમને સ્પર્ષ કર્યો તો તેઓ સમાધીમાંથી પાછા આવી ગયા હતા.
4.સ્વામી સમર્થદાસ ત્રણ દિવસ માટે સમાધિમાં ગયા હતા.
5. 1886માં સાઈ બાબ 3 દિવસ માટે સમાધિમાં જતા રહ્યા હતા. તેમના શ્વાસ બંધ થઈ ગયા હતા, પલ્સ અટકી ગઈ હતી. તેમને મૃત માની લેવાયા, પરંતુ પછી તે જાગી ગયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Politics Behind cenotaph of Ashutosh Maharaj
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended