Home »National News »Latest News »National» Uttar Pradesh Election: BJP Held Election Campaign

ભાજપનું સ્લોગન: ‘બાપ-બેટે કે ડ્રામે હઝાર, નહીં ચાહિયે ઐસી સરકાર’

Dinesh Mishra, Lucknow | Feb 02, 2017, 00:59 AM IST

લખનઉ:ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે રાજકીય પક્ષોમાં આઈટી ટીમ સાથે કામ કરવાની સ્પર્ધા જામી છે. ક્રિએટિવ અને પ્રોફેશનલ્સ ચૂંટણીના નારાથી માંડીને કેમ્પીઈન ગીત બનાવીને જીતની નવી સસ્ટ્રેટજી નક્કી કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં સપા અને કોંગ્રેસના ગઠબંધનની સાથે કોંગ્રેસનું સ્લોગન પણ બદલાઈ ગયું છે. અત્યાર સુધી ‘27 સાલ યુપી બેહાલ’ નારો હતો, હવે કોંગ્રેસ ‘યુપી કો યે સાથ પસંદ હૈ’નો રાગ આલાપી રહી છે. અન્ય પક્ષો પણ પાછળ નથી.
 
સપા-કોંગ્રેસ ગઠબંધન બાદ જોઈન્ટ સ્લોગનનો ટ્રેન્ડ ટીમને પ્રિયંકા અને ડિમ્પલ પર નારા તૈયાર કરવા જણાવ્યું
 
સ્લોગનની દોડમાં સમાજવાદી પાર્ટી પાછળ નથી. પ્રોફેશનલ્સની એક ટીમ દિવસ-રાત સ્લોગન પર કામ કરી રહી છે. અખિલેશની આ ટીમના ફેવરીટ છે. ‘યે જવાની હૈ કુર્બાન, અખિલેશ ભૈયા તુમ્હારે નામ. વિકાસ કા પહિયા અખિલેશ ભૈયા. નો કન્ફ્યુઝન, નો મિસ્ટેક, સિર્ફ અખિલેશ, સિર્ફ અખિલેશ’. યુપી કી મજબૂરી હૈ, અખિલેશ યાદવ જરૂરી હૈ’. જેવા કેટલાક ખાસ સ્લોગન અખિલેશ માટે લખાયા છે. ‘જીત કી ચાબી ડિમ્પલ ભાભી’ તેમની પત્ની અને સાંસદ ડિમ્પલ યાદવ માટે છે. જોકે, મુલાયમ પણ આ બાબતે પાછળ નથી. ‘ધરતીપુત્ર મુલાયમ સિંહ’ અને ‘જિસકા જલવા કાયમ હૈ, ઉસકા નામ મુલાયમ હૈ’. જેવા અ‌ાજ મુલાયમના સમર્થકો લગાવતા જોવા મળે છએ. અખિલેશનું ગીત કામ બોલે છે, પણ લોકોના મોઢે પણ ચડી ગયું છે. કોંગ્રેસનો નારો જે સૌથી વધુ ફેમસ થયો છે તે છે, ‘રાહુલ ભૈયા આએંગે, યુપી કો બચાએંગે’.

પીકે એ આપેલા 4 સ્લોગન

- પીકે દ્વારા જ સ્લોગન આપવામાં આવ્યું હતું, ‘27 સાલ યુપી બેહાલ’.
- યુપી કો યે સાથ પસંદ હૈ. - યુપી કે લડકે લડેંગે યુપી કે હક કી લડાઈ’.
- અપને લડકે, બાહરી મોદી.
- ગઠબંધન બાદ ટીમને પ્રિયંકા, ડિમ્પલ અંગે પણ સ્લોગન તૈયાર કરવા માટે જણાવાયું છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Uttar Pradesh Election: BJP Held Election Campaign
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext