Home »National News »Photo Feature» Policeman Torches Auto In Chennai, Viral Video

જલિકટ્ટુ: પાક.ને નફરત નથી કરતો, સરહદો મીટાવી દેવી છે: કમલ હસન

divyabhaskar.com | Jan 24, 2017, 12:22 PM IST

  • મીડિયા સાથે વાત કરી રહેલા કમલ હસન
ચેન્નાઈ:તામિલનાડુમાં જલિકટ્ટુ આંદોલન સોમવારે હિંસક બની ગયું. જેનો એક વીડિયો ફિલ્મ અભિનેતા કમલ હસને સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર શેયર કર્યો હતો, જેમાં કથિત રીતે એક પોલીસવાળો રિક્ષાને આગ ચાંપી રહ્યો હતો. કમલ હસને માંગ કરી હતી કે તેનું સત્ય બહાર આવે. મંગળવારે તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં જલિકટ્ટુ અને ભારત-પાકિસ્તાન સંબંધો અંગે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, "હું પાકિસ્તાનને  નફરત નથી કરતો. હું સરહદો ભૂંસી નાખવા માંગું છું. આપણે જ સરહદો બનાવી છે."
 
 
વીડિયોનું સત્ય બહાર આવવું જોઈએ: કમલ હસન

- કમલ હસને મંગળવારે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં જલિકટ્ટુ અને ભારત-પાકિસ્તાન સંબંધો અંગે વાતચીત કરી હતી.
- કમલ હસને કહ્યું હતું કે, પોલીસવાળા દ્વારા રિક્ષાને આગ લગાડવાનો વીડિયો આંચકાજનક છે. આ અંગે પોલીસે કોઈ ખુલાસો કરવો જોઈએ. 
- "આ કાયદા માટે દેખાવો કરનારા શરૂઆતના લોકોમાંથી હું એક છું. કારણ કે, બેવડા ધોરણો પ્રવર્તમાન છે."
- "જલિકટ્ટુ પર પ્રતિબંધ મૂકવાનો હું વિરોધી છું પરંતુ તેની ઉપર નિયંત્રણો હોય શકે."
- અન્ય એક સવાલના જવાબમાં કમલ હસને કહ્યું હતું, "હું પાકિસ્તાનને  નફરત નથી કરતો. હું સરહદો ભૂંસી નાખવા માંગું છું. આપણે જ સરહદો બનાવી છે."
- જો હું 1924માં જનમ્યો હોત તો મહાત્મા ગાંધી સામે બેસીને તેમના સમક્ષ ભારત-પાકિસ્તાનની એકતાની માંગ કરી હોત. 
 
પોલીસવાળાએ રિક્ષાને આગ ચાંપી 

- વીડિયો પ્રમાણે, ચોક્કસ સ્થળે અનેક વાહનોમાં આગ લાગેલી છે. જેમાં રિક્ષાઓનો પણ સમાવેશ થાય છે. 
- એક પોલીસવાળો સળગતો કાગળ લઈને રિક્ષાને આગ ચાંપી દે છે. પાસે ઊભેલો એક પોલીસવાળો ત્યાં મૂક પ્રેક્ષક બની રહે છે. 
- એક નાગરિકે આ ઘટનાક્રમને મોબાઈલમાં શૂટ કરી લીધો હોવાનું કહેવાય છે. 
- વિખ્યાત ફિલ્મ અભિનેતા કમલ હસને આ વીડિયો ટ્વિટ કરીને પૂછ્યું હતું, "કોઈ મને કહેશે કે આ શું થઈ રહ્યું છે ?" 
- ફિલ્મ અભિનેતા અરવિંદ સ્વામી, કમલ હસન, રજનિકાન્ત વગેરેએ દેખાવકારોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. 
- ઉલ્લેખનીય છે કે, કમલ હસન અને રજનિકાન્ત જેવા અભિનેતાઓએ જલિકટ્ટુની પરંપરાનું સમર્થન કર્યું હતું. 
- ચેન્નાઈમાં 20 પોલીસવાળા ઘાયલ થયા હતા, જ્યારે 25 વાહનોને આગ ચાંપવામાં આવી હતી. 
- કોઈમ્બતુરમાં પાંચ વિદ્યાર્થી ઘાયલ થયા હતા, જેમાંથી એકની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે. 
 
સોમવારે થઈ હતી અથડામણ 
 
- કેટલાક હુલ્લડખોરોએ ચેન્નાઈના મરીના બિચ પાસે આવેલા આઈસ હાઉસ પોલીસ સ્ટેશનને આગ ચાંપી દીધી હતી. કોઈમ્બતુર તથા મદુરાઈમાં પણ સમાન પ્રકારની હિંસક ઘટનાઓ નોંધાઈ હતી. 
- શનિવારે રાજ્ય સરકારના વટહુકમ બાદ રવિવારે રાજ્યમાં અનેક સ્થળોએ જલિકટ્ટુનું આયોજન કરવામાં આવ્યું હતું. 
- મરીના બિચ પર જલિકટ્ટુ માટેના આંદોલનનો સોમવારે સાતમો દિવસ હતો. 
- જલિકટ્ટુની મંજૂરીને પગલે પોલીસે આંદોલનકારીઓને હટી જવા નિર્દેશ આપ્યા હતા. આંદોલનકારીઓને વિખેરવા માટે આંસુ ગોળા છોડવામાં આવ્યા હતા. 
- જેના પગલે હિંસક અથડામણો થઈ હતી. આંદોલનકારીઓની દલીલ હતી કે વટહુકમ છ મહિના માટે હોય છે. જે જલિકટ્ટુના સમર્થનમાં હંગામી ઉકેલ છે. તેનો કાયમી ઉકેલ આવવો જોઈએ. 
- સોમવારે સાંજે તામિલનાડુની વિધાનસભામાં જલિકટ્ટુને કાયદાકીય સંરક્ષણ આપતું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જે સર્વાનુમત્તે પસાર થઈ ગયું હતું. 

સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે કેસ. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Policeman torches Auto in Chennai, viral video
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended