Home »National News »Desh» Woman Said In Police Inquiry That She Has Been Run Sex Racket

સ્કૂલ કેમ્પસમાં રેડ, અંદરથી મળી ચોંકવનારી વસ્તુઓ અને સીડી- PHOTOS

divyabhaskar.com | May 16, 2017, 11:16 AM IST

  • પોલીસે મહિલાની કરી ધરપકડ
મેરઠ: અહીં સરકારી સ્કૂલ કેમ્પસમાં રહેતી મહિલાનું મકાન ખાલી કરાવવા ગયેલી પોલીસને ઘરની અંદરથી આપત્તિજનક સામાન મળ્યો છે. પોલીસ પૂછપરછમાં મહિલાએ કહ્યું છે કે, હું મજબૂર હતી. મારી પાસે બીજો કોઈ રસ્તો નહતો. હું આ બે રૂમમાં સેક્સ રેકેટ ચલાવતી હતી.
 
ઘણાં સમયથી આ રૂમ પર કબ્જો જમાવ્યો હતો મહિલાએ

- મેરઠ જિલ્લાના લાલાના બજાર વિસ્તારમાં એક સરકારી સ્કૂલ આવેલી છે. સ્કૂલ કેમ્પસના એક ભાગમાં નગર નિગમની બેલ્ડિંગ છે. અહીં સંતોષ નામની મહિલાએ કેટલાય સમયથી કબ્જો જમાવેલો હતો.
- નગર નિગમે આ મામલે સિટી મેજિસ્ટ્રેટની કોર્ટમાં અરજી આપીને મહિલાને ઘર ખાલી કરાવવાની માગણી કરી હતી. ત્યાર પછીથી મકાન ખાલી કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ મહિલા ઘર છોડવા માટે તૈયાર નહતી.
- 15મેના રોજ સીઓ કોતવાલી રણવિજય સિંહ અને ઈન્સપેક્ટર દેહલીગેટ મિથલેશ ઉપાધ્યાય પોલીસ ફોર્સ સાથે ઘર ખાલી કરાવવા ગયા હતા.
- સીઓ રણવિજય સિંહે જણાવ્યું કે, જ્યારે પોલીસ પહોંચી ત્યારે ઘરમાં એક મહિલા સિવાય 3 છોકરીઓ પણ હાજર હતી. પરંતુ પોલીસની રેડ પડતાં જ તેઓ ત્યાંથી ભાગી ગઈ હતી. રણવિજય સિંહે જણાવ્યું કે, ઘની અંદર જતા જ માત્ર હું નહી મારી સાથે આવેલા પોલીસ કર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઘના દરેક ખૂણામાં આપત્તિજનક સામાન વેર-વિખેર પડ્યો હતો. આટલુ જ નહીં જ્યારે ઘરની તપાસ કરવામાં આવી ત્યારે પણ કબાટ અને બોક્સમાંથી ઘણી સીડી અને કોન્ડોમ્સ જેવી વસ્તુઓ મળી આવી હતી. ઘરની અંદરની દિવાલો પર પણ ગ્રાહકોના મોબાઈલ નંબર લખેલા મળ્યા હતા.
- આજુબાજુના લોકોએ જણાવ્યું કે, આ મહિલા પાસે શંકાસ્પજ યુવકો અને યુવતીઓ આવતા-જતા રહે છે. ઘણી વખત આ વિશે ફરિયાદ કરવામાં આવી છે પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ફરિયાદ કરતા તો મહિલા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી.
 
શું કહ્યું પોલીસ ઓફિસરે

- સીઓ રણવિજય સિંહે જણાવ્યું કે, મહિલા સાથે પૂછપરછમાં તેણે સ્વીકાર્યું છે કે તે સેક્સ રેકેટ ચલાવતી હતી. ઘરની દિવાલો પર અમુક મોબાઈલ નંબર પણ લખેલા મળ્યા છે. તે વિશે પણ હવે તપાસ કરવામાં આવી રહી છે. ઘરમાં પણ જે સામાન મળ્યો છે તેની વીડિયોગ્રાફી કરાવીને તેને પણ કબ્જે લઈ લેવામાં આવી છે. 
 
આગળની સ્લાઈડમાં જુઓ પોલીસ રેડ દરમિયાન ઘરમાંથી કેવો સામાન મળી આવ્યો છે...
 
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Woman Said in Police inquiry that she has been run Sex racket
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended