Home »National News »Photo Feature» Woman Gang Busted At Patan Railway Station

રેલવે સ્ટેશન પર દેહ વ્યાપાર, પ્લેટફોર્મ પર છોકરીઓ આ રીતે બનાવતી શિકાર

divyabhaskar.com | Jan 25, 2017, 00:05 AM IST

પટણા. બિહારના પટણા રેલવ સ્ટેશન પર પગપાળા જતા અને રેલ પેસેન્જર્સને લૂંટતી એક મહિલા ગેંગનો પર્દાફાશ કર્યો છે. કોતવાલી પોલીસ સ્ટેશનના સ્ટાફે પટણા જંકશન ગોલંબર તથા આસપાસના વિસ્તારમાં છાપો મારીને 9 મહિલાઓને એરેસ્ટ કરી. પોલીસ તમામને પકડીને પોલીસ સ્ટેશન લઈ આવી. તેમની પાસેથી 12 મોબાઈલ મળી આવ્યા છે.
 
આવા પેસેન્જર્સને બનાવતી હતી શિકાર
 
- પોલીસે જણાવ્યું કે પૂછપરછમાં આ તમામ વાંરવાર પોતાનું નામ અને સરનામું બદલતી રહી છે.
- પોલીસ આ લોકોના સાચા નામ અને સરનામાની તપાસ કરવામાં લાગી છે.
- 22 વર્ષથી લઈને 40 વર્ષ વચ્ચેની આ મહિલાઓ સાંજ પડતાં જ જંકશન ગોલંબર તથા આસપાસના વિસ્તારોમાં જમા થઈ જાય છે.
 
આ રીતે ગેંગનો થયો પર્દાફાશ
 
- 26 જાન્યુઆરીને લઈને પટણા પોલીસ શહેરની વિવિધ હોટલો અને સ્ટેશનની આસપાસના વિસ્તારમાં છાપા મારી રહી છે.
- આ દરમિયાન તેમની ગેંગનો પર્દાફાશ થયો છે. મહિલાઓ સાથે પોલીસે અનેક લોકોને એરેસ્ટ કર્યા છે.
- ધરપકડ થયા બાદ આ મહિલાઓ વારંવાર પોતાનું નામ તથા સરનામું બદલી રહી છે. પોલીસ તેની સાચી ઓળખ મેળવવામાં લાગી છે.
 
નોંધઃ ફોટાનો ઉપયોગ સ્ટોરી રિપ્રેઝેંટેશન માટે કરવામાં આવ્યો છે.
 
આગળની સ્લાઈડ્સમાં ઈન્ફોગ્રાફ દ્વારા વાંચો, મહિલાઓ કેવી રીતે બનાવતી હતી શિકાર...
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Woman gang busted at patan railway station
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended