Home »National News »Photo Feature» Girls Were Getting 1 Lakh Per Month For High Profile Sex Racket

ફ્લાઈટથી બોલાવવામાં આવતી હતી યુવતીઓ, કામલીલા માટે મળતા 1 લાખ

divyabhaskar.com | Feb 16, 2017, 00:07 AM IST

  • ખજરાના ટીઆઈ કમલેશ શર્માએ જણાવ્યું કે, મયૂર હોસ્પિટલ પાછળ સેક્સ રેકેટ ચાલતુ હોવાની સૂચના મળી હતી.
ઈન્દોરઃ પોલીસે શહેરના એક હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો ભાંડો ફોડ્યો હતો. પોલીસે રેડ મારી 3 યુવકો, 4 યુવતીઓ સહિત રેકેટના માસ્ટર માઈન્ડ તથા તેના ભાઈની ધરપકડ કરી હતી. ગેંગનો માસ્ટર માઈન્ડ યુવતીઓને ફ્લાઈટથી શહેરમાં બોલાવતો હતો. આ સાથે જ મેટ્રો સિટીમાંથી આવતી યુવતીઓને 1 લાખ રૂપિયા સેલેરી તરીકે આપવામાં આવતા હતા.
 
યુવતીઓએ પોલીસને કહ્યું- વેલેન્ટાઈન્સ ડે મનાવવા આવ્યા હતા...

- ખજરાના ટીઆઈ કમલેશ શર્માએ જણાવ્યું કે, મયૂર હોસ્પિટલ પાછળ સેક્સ રેકેટ ચાલતુ હોવાની સૂચના મળી હતી.
- અહીં રેડ પાડવામાં આવતા 3 રૂમમાં સુમિત, મનોજ, અમિત યુવતીઓ સાથે આપત્તિજનક સ્થિતિમાં મળી આવ્યા હતા.
- પૂછપરછમાં યુવતીઓએ પોલીસ અધિકારીઓ સાથે દલીલો કરી હતી અને કહ્યું કે- અમે મિત્રો સાથે વેલેન્ટાઈન્સ-ડે મનાવવા આવ્યા હતા.
- મહિલા પોલીસે રૂમની તપાસ કરતા આપત્તિજનક સામાન અને દારૂની બોટલો મળી આવી હતી. કડકાઈથી પૂછપરછ કરાતા યુવતીઓએ દેહવેપારના ધંધામાં હોવાનો ગુનો સ્વીકાર્યો હતો.
- પોલીસે જણાવ્યું કે, સેક્સ રેકેટના માસ્ટર માઈન્ડ સાગર જૈનના તાર દિલ્હી, પંજાબ, હરિયાણા, અમદાવાદ, જયપુર અને મુંબઈ સહિત ઘણા શહેરોથી જોડાયેલા છે.
- આ સેક્સ રેકેટનો માસિક ટર્નઓવર 25 લાખ છે, માસ્ટર માઈન્ડ મોટી પાર્ટીઝ માટે પણ યુવતીઓ બુક કરતો. - વોટ્સએપ થકી યુવતીઓની તસવીરો મોકલવામાં આવતી હતી. ઓર્ડર મળતા જ યુવતીઓને ફ્લાઈટ થકી બોલાવવામાં આવતી હતી.
- મુખ્ય આરોપી અગાઉ પણ સેક્સ રેકેટમાં પકડાયો હતો. તેના ભાઈ કપિલની પણ રેડમાં ધરપકડ કરવામાં આવી હતી.
 
યુવતીઓેને અપાતી 1 લાખ રૂપિયાની સેલેરી..

- ચારેય યુવતીઓને 1 લાખ રૂપિયાની સેલેરી પર રાખવામાં આવી હતી. તેમને દેહવેપરા માટે મોટી હોટલોમાં મોકલવામાં આવતી.
- માસ્ટર માઈન્ડ મોંઘી હોટલોમાં યુવતીઓને મોકલી 10 હજારથી 1 લાખ રૂપિયા ચાર્જ કરતો.
- પોલીસે જણાવ્યું કે, પકડાયેલી 4 યુવતીઓમાંથી 2 દિલ્હીની છે અને 2 નજીકના જીલ્લાની છે. 
- દિલ્હીની એક યુવતી મોડલ છે તો બીજી સ્ટુડન્ટ.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો...................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Girls Were Getting 1 Lakh Per Month For High Profile Sex Racket
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext