Home »National News »Latest News »National» Poisonous Gas Leakage In Latoor And 9 Workers Died

મહારાષ્ટ્રના લાતૂરની એક ફેક્ટરીમાં ઝેરી ગેસ થયો લીક, 9 મજૂરોનાં મોત

divyabhaskar.com | Jan 31, 2017, 12:13 PM IST

  • લાતૂરની એક ફેક્ટરીમાં ઝેરી ગેસ લીક થવાથી 9 લોકો મૃત્યુ પામ્યા.
લાતૂર: મહારાષ્ટ્રના લાતૂરની એક ફેક્ટરીમાં ઝેરી ગેસ લીક થવાથી 9 મજૂરો મૃત્યુ પામ્યા છે. કેટલાયની તબિયત ખરાબ થઇ ગઇ છે. તેમને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
 
લોકો નીચે તો ગયા પરંતુ બહાર નીકળી શક્યા નહી
 
- મામલો લાતૂરની કીર્તિ ઓઇલ મિલનો છે. આ મિલ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC) માં સ્થિત છે.
- સોમવારે રાતે કેટલાક મજૂરો ટેન્કને ચેક કરવા માટે ઉતર્યા પરંતુ તેઓ પાછા આવી શક્યા નહી.
- મિલના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, “ટેન્કમાં ઝેરી ગેસના લીક થવાથી મજૂરોનું મોત થઇ ગયું.”
- હાલમાં આ મામલાની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
 
શું બોલી પોલીસ?
 
- “કેટલાક મજૂરો તેલની મિલની સફાઇ માટે ડ્રેનેજ ટેન્કમાં ઉતર્યા હતા.”
- “ઘણો સમય પસાર થઇ ગયા પછી પણ મજૂરો બહાર ન આવ્યા અને કોઇ હિલચાલ ન થઇ ત્યારે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું.”
- “બચાવકર્મીઓએ સુરક્ષાટેન્કને તોડી અને ગંદા પાણીને બહાર કાઢીને અંદર ગયા.”
- “ટેન્કમાં ઝેરી ગેસ હોવાને કારણે ઘણા સમય સુધી બચાવકાર્ય અટકેલું રહ્યું.”
- ઘટનાની સૂચના મળતાં જ રાજ્યના મંત્રી સંબાજી પાટિલ નિલાંગેકર તેમજ રેવેન્યુ અને પોલીસના સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Poisonous gas leakage in Latoor and 9 workers died
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended