Home »National News »Latest News »National» PM Narendra Modi MannKiBaat Today After EC Clearance Before Polls

મન કી બાત: ‘સ્માઈલ મોર-સ્કોર મોર, જે રમે તે ચમકે’ PMની વિદ્યાર્થીઓને ટિપ્સ

divyabhaskar.com | Jan 29, 2017, 11:56 AM IST

નવી દિલ્હીઃ પીએમ મોદી આજે 28મી વખત મન કી બાત થકી લોકોને સંબોધ્યા હતા. પીએમ મોદીએ 30 જાન્યુઆરીએ બાપૂની પુણ્યતિથિ પર 11 વાગે 2 મિનિટનું મૌન પાળી તેમને શ્રદ્ધાંજલી આપવા અપીલ કરી હતી. આગામી સમયમાં પરીક્ષાઓનો સામનો કરતા પહેલા વિદ્યાર્થીઓને પીએમ મોદીએ ટિપ્સ આપતા કહ્યું કે,‘સ્માઈલ મોર-સ્કોર મોર. કારણ કે તમે ખુશ હશો તો રિલેક્સ ફીલ કરશો. આ ઉપરાંત અભ્યાસની સાથે જે રમે છે તે જ પરિણામોમાં ચમકે છે.’ 5 રાજ્યોમાં આવતી ચૂંટણીને કારણે ચૂંટણીપંચ અને વિરોધ પક્ષના નેતાઓની મન કી બાત પર ખાસ નજર હોવાથી પીએમ મોદી આ વખતે ઘણાં ઓછા મુદ્દાઓ પર બોલ્યા હતા. તેમણે મોટાભાગે આ કાર્યક્રમમાં પરીક્ષા સંબંધિત જ વધુ વાત કરી હતી.
 
મોદીના ભાષણના મુખ્ય મુદ્દા
 
- વિદ્યાર્થીઓ તણાવ મુક્ત બનીને પરીક્ષા આપે.
- ઈન્ટરનેટ પર સક્રિય રહેતા યુવાનો ગણતંત્ર દિવસે શૌર્ય પુરસ્કાર મેળવનારા જવાનોની ગાથાઓ સામાન્ય જનતા સુધી પહોંચાડે. 
- જમ્મુ-કાશ્મીરમાં હિમસ્ખલનમાં શહીદ થનારા જવાનોને શ્રદ્ધાંજલી અર્પી.
- જામ્યુઆરીથી એપ્રિલ સુધી બાળકોની પરીક્ષાઓ રહે છે. તેમની સાથે પરિવાર પણ જાણે પરીક્ષાના મોડમાં આવી જાય છે.
- પરીક્ષા એક મુશ્કેલી બની ગઈ છે. તે સ્ટુડન્ટ હોય, પરિવારજનો હોય કે શિક્ષકો હોય.
- સૃષ્ટિએ કહ્યું- પરીક્ષા સમયે ભયનું વાતાવરણ કેમ સર્જાય છે ?
- મોદીએ જવાબ આપતા કહ્યું - પરીક્ષા આખા વર્ષના મહેનતનું પરિણામ આપવાનું માધ્યમ છે. પ્લેઝર માનશે તે મેળવશે જે પ્રેશર માનશે તે ગુમાવશે.
 
પરીક્ષાને એક ઉત્સવ બનાવો

- 40-45 દિવસ ચાલતો કુંભ મેળો ઉત્સવ શિસ્તની તાકાત દેખાડે છે.
- આવી જ રીતે પરીક્ષા પણ ઉત્સવ જેવું મનાવવી જોઈએ. જે પરિવર્તન લાવશે.
- મેમરી રિકોલ કરવા રિલેક્સેશન મહત્વપૂર્ણ સાબિત થાય છે.
- પરીક્ષાખંડની બહાર નીકળતા ઘણું બધુ યાદ આવે છે, પણ અંદર પ્રેશરને કારણે તે વાદ યાદ આવતી નથી.
- પરીક્ષાએ જીવનની કસોટી નથી, તે માત્ર એક વર્ષ દરમિયાન થયેલા અભ્યાસનું પરિણામ જાણવા માટે જ હોય છે.
- પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામ વાયુસેનામાં જોડાવવા ગયા પણ ફેલ થયા.
- રીચા આનંદે કહ્યું - આંકડા અત્યાર મહત્વપૂર્ણ થઈ ગયા છે.
- પીએમ મોદીએ જણાવ્યું કે, જીવન કેટલું જ્ઞાન મેળવ્યું છે તેના આધારે ચાલે છે, માર્ક અને માર્કશીટના આધારે નહીં.
- ફેમિલી ડોક્ટરને ક્યારે પણ તેમના માર્ક્સ પૂછ્યાં, વકીલના અનુભવને જોવાય છે ડિગ્રીને નહીં.
- પ્રતિસ્પર્ધા જીવનને આગળ ધપાવવા કામ નથી આવતી. સ્વંય સાથે સ્પર્ધા કરવાથી જીવનમાં પરિણામ મળે છે.
- મોટાભાગના રમતવીરો પોતાની જાત સાથે હરીફાઈ કરે છે. જેમકે સચિને પોતાની કારકિર્દીમાં પોતાના જ રેકોર્ડ તોડ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: PM narendra modi MannKiBaat today after EC clearance before polls
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended