Home »National News »Latest News »National» PM Modi Will Address Rally In Aligarh Today

યુપીમાં ભાજપની આંધી, ઉડી ન જાય તે માટે CM લઈ રહ્યાં છે આધાર: મોદી

divyabhaskar.com | Feb 06, 2017, 01:42 AM IST

  • પીએમ મોદી રવિવારે અલીગઢમાં રેલીને સંબોધશે. (ફાઇલ)
અલીગઢ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે અલીગઢમાં જનસભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન બન્યા પછી પ્રથમવાર અલીગઢની મુલાકાતે આવેલા મોદીએ જણાવ્યું હતું કે, યુપીમાં ભાજપની આંધી તેજ છે. ઉડી ન જવાય તે માટે સીએમ ગમે તેનો આધાર લઈ રહ્યા છે. નુમાઇશ મેદાનમાં આયોજિત રેલીમાં વડાપ્રધાન મોદીએ અનેક મુદ્દે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા. મોદીએ જણાવ્યું કે રાજ્યની સપા સરકારે રાજ્યમાં વિકાસ માટે કંઇ જ કર્યું નથી. રાજ્યમાં જો ભાજપની સરકાર બનશે તો રાજ્યમાં ‘વિકાસ’ (વિદ્યુત, કાનૂન અને સડક) લાવશે, તેવી તેમણે ખાતરી આપી હતી.
 
વડાપ્રધાને કહ્યું કે 2014માં હું પીએમ પદના ઉમેદવાર તરીકે અલીગઢ આવ્યો હતો ત્યારે આ ગ્રાઉન્ડ અડધું પણ ભરેલું નહોતું જ્યારે આજે અહીં મારી નજર સમક્ષ ‘કેસરિયા સાગર’ ઊમટી પડ્યો છે. હવા ઘણી તેજ હોય ત્યારે યુવા નેતા પણ તેનો સામનો કરી શકતા નથી. આ વખતે ભાજપનું વાવાઝોડું એટલું તેજ છે કે મુખ્યપ્રધાનને ડર છે કે તેઓ પણ ફેંકાઇ જશે. યુપીની જનતા પરિવર્તન અને ન્યાય ઇચ્છે છે. મોદીએ ઉમેર્યું હતું કે અમે કડક પગલાં લઇ નાણા બચાવવા કામ કરી રહ્યા છીએ. તેઓ મારાથી નારાજ થઇને મને હરાવવા એક નહીં થાયω તેમને ડર છે કે જો તેઓ એકલા રહેશે તો મોદી રાજ્યસભામાં બહુમતી મેળવી લેશે અને એવા નિયમો બનાવશે કે જેના કારણે ઠગ, લૂંટારા અને ભ્રષ્ટાચારીઓને કોઇ મદદ નહીં મળે. તેમને આ ડર છે.
 
અલીગઢના તાળાનો ઉલ્લેખ કરી વિપક્ષ પર પ્રહાર
 
-દેશભરમાં જાણીતા અલીગઢના તાળાનો ઉલ્લેખ કરી વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું છેલ્લાં ઘણા વર્ષોથી અહીંયા એવી સરકાર આવી કે અલીગઢના તાળા અલીગઢને જ કામ આવ્યા.
- અલીગઢના જાણીતા લોક હવે અહીંયાની ફેકટરીને તાળા મારવામાં કામ આવી રહ્યા છે, કારણકે રાજ્ય સરકારે આ એકમોને પૂરતી વીજળી આપતી નથી.
- ક્યારેય અહીંયા વીજળી આવતી જ નથી, જો આવે તો લોકો આનંદ મનાવે છે.
 
મહિલા સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો
 
વડાપ્રધાન મોદીએ અલીગઢમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મહિલાની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, યુપીમાં સૂર્યાસ્ત બાદ મહિલાઓ ઘરની બહાર નીકળી શકતી નથી.
 
VIKASનો અર્થ સમજાવ્યો
 
ચૂંટણી પ્રચાર દરમિયાન ફરી એકવાર મોદીએ વિકાસના નામે વોટ માંગી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે રાજ્ય સરકાર પર પ્રહાર કરીને કહ્યું કે યુપી સરકારના એજન્ડામાં વિકાસ જ નથી. જ્યારે અમારું ફોક્સ વિકાસ(VIKAS) પર છે. જેમાં વિકાસનો અર્થ સમજાવતાં કહ્યું હતું કે,  V એટલે વિદ્યુત (વીજળી), K એટલે કાયદો (લો) અને S એટલે સડક (રોડ-રસ્તાં).
 
 ગ્રામીણ ભારતને સ્મોક ફ્રી બનાવવાનું લક્ષ્ય
 
વડાપ્રધાને ગ્રામીણ મતદારોને રિઝવવા કહ્યું કે, અમારો હેતુ ગ્રામીણ ભારતને સ્મોક ફ્રી (ધુમ્રપાન રહિત) બનાવવાનો છે. અમે ઉજ્જવલા યોજના લોન્ચ કરી અને તેના દ્વારા ગરીબોને ગેસ કનેકશન આપવામાં આવી રહ્યા છે.
 
રોજગારીનો કર્યો ઉલ્લેખ
 
પીએમ મોદીએ કહ્યું કે, 40000 કરોડ રૂપિયા દર વર્ષે ઉંદર ખાઈ જતા હતા તેને બચાવ લીધા. હવે આ પૈસા ગરીબોના કામમાં આવશે. તેનાથી રોજગારી પેદા કરવામાં મદદ મળશે.
 
મોદીના ભાષણના અન્ય મુદ્દા
 
- 2014માં ચૂંટણી પ્રચાર કરવા આવ્યો, ત્યારે આ મેદાન અડધું પણ ભરાયેલું ન હતું. 
- આ વખતે યુપીમાં ભાજપની આંધી તેજ છે. ઉડી ન જવાય તે માટે મુખ્યપ્રધાન ગમે તેનો આધાર લઈ રહ્યાં છે. 
- મેં ભ્રષ્ટાચાર વિરુદ્ધ આ લડાઇ હાથ ધરી છે કે જેથી લોકોને અને ખાસ કરીને ગરીબો અને યુવાનોને તેમના અધિકારો મળી રહે અને તેમના કલ્યાણ માટે નાણાનો ઉપયોગ કરી શકાય.
- મેં યુપી સરકારને વારંવાર કહ્યું કે ભ્રષ્ટાચારના દરવાજા બંધ કરો, પરંતુ, તેમ કરવા માટે સમાજ પ્રત્યે સમર્પણનો ભાવ જોઇએ.
- જો એકવાર તમે એવી સરકારને પદભ્રષ્ટ કરી નાખો કે જે ગુંડારાજને પોષે છે, તો સ્ત્રીઓની સલામતી આપોઆપ સુનિશ્ચિત થશે.
- 70 વર્ષ સુધી દેશના 18,000 ગામડાઓમાં વીજળી ન હતી, જેમાં મોટાભાગના ઉત્તરપ્રદેશના ગામડાઓ હતા. અમે લોકોએ એક મિશનની જેમ વીજળીકરણની પ્રક્રિયા હાથ ધરી છે.
- અમે લોકોએ શેરડીના ખેડૂતો માટેના કલ્યાણકારી પગલાંઓ હાથ ધર્યા છે, પરંતુ, યુપી સરકાર કેમ તેમની કાળજી ન રાખી શકી?
- યુપીમાં ખેડૂતોના નામ પર મત માંગતી અખિલેશની સરકાર ખેડૂતોની ઊપજના ફક્ત 3% જ ખરીદે છે.
- જ્યાં સુધી કોંગ્રેસની સરકાર હતી ત્યાં સુધી બી.આર. આંબેડકરને ભારતરત્ન આપવામાં આવ્યો નહોતો. કોંગ્રેસને તેમના નામ પર રાજનીતિ કરવાનો કોઇ અધિકાર નથી.
- યુપીમાં એક દિવસમાં 7650 ગુનાઓ, 24 બળાત્કાર, 21 બળાત્કારના પ્રયત્નો, 13 હત્યાઓ, 33 અપહરણના કિસ્સાઓ, 19 બળવાઓ અને 136 ચોરીઓના બનાવો બને છે. 
 
મોદી 22 ફૂટ ઊંચા મંચ પરથી કર્યું સંબોધન
 
- નુમાઇશ મેદાનમાં 22 ફૂટ ઊંચો મંચ બનાવવામાં આવ્યો. જ્યાંથી પીએમ રેલીને સંબોધન કર્યું. 
- મોદીની રેલીમાં કેટલાંક કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યના કેટલાક મોટા નેતાઓ પણ પહોંચ્યા.
 
પીએમ તરીકે પહેલી વાર અલીગઢ આવી રહ્યા છે મોદી
 
- ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન બન્યા પછી મોદી પહેલી વાર અલીગઢની મુલાકાતે પહોંચ્યા.
- આ પહેલા તેઓ લોકસભા ચૂંટણીમાં રેલી કરી ચૂક્યા છે. ત્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા.
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: PM Modi will address rally in Aligarh today
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext