Home »National News »Latest News »National» PM Modi To Address A Rally In Hardoi And Barabanki

ઉત્તર પ્રદેશમાં ચાલે છે કટ્ટાનું રાજ, 3,000 હત્યા થાય છેઃ હરદોઈમાં મોદી

divyabhaskar.com | Feb 16, 2017, 16:16 PM IST

  • હરદોઈમાં મોદી
હરદોઇ:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે હરદોઇમાં જનસભાને સંબોધી રહ્યા છે.  મોદીએ કહ્યું કે યુપીના વિકાસ વગર દેશ ક્યારેય આગળ નહી વધી શકે. યુપીમાંથી ગરીબી ને બેરોજગારી ગઇ તો સમજો દેશમાંથી ગરીબી ને બેરોજગારી ગઇ.  હું તો હેરાન છું કે અહીંયા કટ્ટા (બંદૂક) નું રાજ ચાલે છે. ગેરકાયદે હથિયારોથી અહીંયા 3000 હત્યાઓ થાય છે. આ કોણ બતાવે છે, તેનો કારોબાર કોણ કરે છે? આ વેચનારા, દારૂગોળો પહોંચાડનારા કોણ છે? પોલીસ કંઇ કરી નથી શકતી. જો ઘોડેસવાર યોગ્ય હોય તો ઘોડો પણ યોગ્ય દિશામાં જ ચાલે છે.
 
 
સપા, બસપાના ચક્કરમાંથી મુક્ત કર્યા વિના યુપીનું ભાગ્ય પલટવાનું નથી
 
-  તમામ પ્રકારના અનુમાન લગાવનારાઓએ કહી દીધું છે કે બીજેપીનો ઘોડો ઝડપથી આગળ વધી રહ્યો છે. હું ઉત્તરપ્રદેશના સમર્થન માટે તેમનો આભાર માનુ છું.
- દેશ આગળ વધે તો સરસ પણ યુપી પાછળ રહી જશે તો ચાલશે? યુપીમાંથી ગરીબી અને બેરોજગારી ગઇ તો સમજો દેશમાંથી ગરીબી અને બેરોજગારી ગઇ.
- શું કારણ છે કે યુપીમાંથી ગરીબી જવાનું નામ જ નથી લેતી. લોકોની ખોટ નથી, પૈસા, સંસાધનો, સામર્થ્ય, સંકલ્પની પણ ખોટ નથી. પણ ખોટ છે યુપી સરકારના ઇરાદાઓમાં. કોંગ્રેસ, સપા કે બસપા હોય, યુપીનો વિકાસ કેમ કરવો તેના પર વિચારવામાં જ નથી આવ્યું. માત્ર પોતાની વોટબેન્ક વિશે જ વિચાર્યું છે.
- યુપીને આ સપા, બસપાના ચક્કરમાંથી મુક્ત કર્યા વિના ઉત્તરપ્રદેશનું ભાગ્ય પલટાવાનું નથી.
- તમે મને સાંસદ બનાવ્યો. એટલી તાકાત આપી કે દેશને સ્થિર સરકાર મળી અને એક ગરીબ માનો છોકરો વડાપ્રધાન બની ગયો.
 
હું ગુજરાતમાં જનમ્યો અને યુપીએ મને દત્તક લઇ લીધો
 
- શ્રીકૃષ્ણ યુપીમાં જનમ્યા અને ગુજરાતને કર્મભૂમિ બનાવી, હું ગુજરાતમાં જનમ્યો અને યુપીએ મને દત્તક લઇ લીધો. ઉત્તરપ્રદેશ મારું માઇ-બાપ છે.
- દેશમાં સૌથી વધુ રાજનૈતિક હત્યાઓ થાય છે તો એ પ્રદેશ છે ઉત્તરપ્રદેશ. દેશમાં ગેંગરેપની ઘટના સૌથી વધુ થાય છે તો તે પ્રદેશ છે ઉત્તરપ્રદેશ. તો આ તેમના કામ બોલે છે કે કારનામા? શું આ લોકતંત્ર છે?
- જનતા જનાર્દન અજરામર છે. તેમની સુરક્ષા વિના કોઇનું ભલું ન થઇ શકે.
-  હું યુપી સરકારને પૂછું છું કે તમે તો પરિવારવાદવાળા છો, તો શું યુપી તમારો પરિવાર નથી? શું તેની બહેન-દીકરીઓની રક્ષા કરવી તમારી જવાબદારી નથી?
 
પોલીસ કેમ કંઇ નથી કરી શકતી
 
- દેશમાં આર્મ્સ ઍક્ટને લઇને જે કુલ ગુનાઓ નોંધવામાં આવે છે તેમાં લગભગ 50% તો એકલા યુપીમાં નોંધાય છે. અને જે નોંધવામાં નથી આવતા તેને પણ જો આ આંકડામાં જોડવામાં આવે તો એકથી સો સુધી યુપી જ રહેશે.
 
દલિતોની પણ ખરાબ દશા
 
- આખા ભારતમાં દલિતો પર અત્યાચારની જે ઘટનાઓ થાય છે તેમાં 20% થી વધુ યુપીમાં થાય છે. સમાજના સામાન્ય વ્યક્તિના જીવન પર આ પ્રકારના સંકટોની સીધી જવાબદારી સરકારની છે.
- તમારા ખેતરની સીમા પરથી પણ કોઇ કાપીને લઇ જાય તો તે પરિવાર સાથે જીવનભરનો અણબનાવ થઇ જાય છે કે નહી? કુદરતી સંપત્તિ એ સમાજની સંપત્તિ છે, દેશની સંપત્તિ છે. અહીંયા તો ગેરકાયદે ખનનની બોલબાલા થઇ ગઇ. રાજ્યનું નુકસાન થઇ રહ્યું છે કે નહી, આ નદીઓમાં કપાતનું કારણ બની રહ્યું છે, કોણ જવાબદાર છે આ માટે? જો કોઇ જાગૃત નાગરિક, સંગઠન કે છાપાનો કોઇ પત્રકાર આ વાત છાપી જે તો તે જીવતો રહેશે તેની કોઇ ખાતરી નથી. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: PM Modi to address a rally in Hardoi and Barabanki
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended