Home »National News »Latest News »National» Save Democracy From Hitlerite Forces: Kejriwal Message On R-Day

મોદીને ભારત રત્ન મળવું જોઈએ - કેજરીવાલના ટ્વિટ પાછળ શું છે કારણ?

divyabhaskar.com | Jan 26, 2017, 14:19 PM IST

  • કેજરીવાલ દિલ્હીના CM બન્યા બાદ મોદી પર હંમેશા શાબ્દિક હુમલો કરતા રહ્યા છે. (ફાઈલ)
નવી દિલ્હી. દેશના બીજા સૌથી મોટા નાગરીક સન્માન પદ્મ વિભૂષણ માટે આ વર્ષે પસંદ કરવામાં આવેલા સાત નામોમાં એનસીપી પ્રમુખ શરદ પવારનું નામ પણ છે. તેને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. કેજરીવાલે ટ્વિટ કર્યું છે કે, શરદ પવારને પદ્મ વિભૂષણ આપવાની હિંમત દર્શાવવા માટે પીએમ મોદીને ભારત રત્ન મળવું જોઈએ. પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા ટ્વિટરના માધ્યમથી આપતા કેજરીવાલે લખ્યું હતું કે, તમામ દેશવાસીઓને ગણતંત્ર દિવસની અનેક શુભેચ્છાઓ. હિટલરશાહી તાકાતોને આ ગણતંત્રને બચાવવું પડશે.
 
શરદ પવારને પદ્મ વિભૂષણ આપવાના કારણે મોદી મળવો જોઈએ ભારત રત્ન
 
- કેજરીવાલ પ્રજાસત્તાક દિવસે ટ્વિટરના માધ્યમથી વડાપ્રધાન મોદી પર હુમલો કર્યો હતો. કેજરીવાલે પોતાના ટ્વિટ્સમાં મોદી પર નિશાન સાધ્યું હતું.
- પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ ટ્વિટર દ્વારા આપતા કેજરીવાલે આડકતરી રીતે મોદી સરકાર પર હુમલો કર્યો હતો. પોતાના એક ટ્વિટમાં તેઓએ હિટલર શાહી તાકાતો સામે ગણતંત્રને બચાવવાની વાત કહી હતી.
- કેજરીવાલે ત્રીજા ટ્વિટમાં લખ્યું કે, ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા કાલે મોદીજીએ CBI મોકલીને દિલ્હી સરકારની ફિડબેક યૂનિટની તમામ ફાઈલ જપ્ત કરી દીધી છે.
 
મોદીએ એનસીપીને કહી હતી ભ્રષ્ટાચારવાદી પાર્ટી
 
- ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ પોતે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન એનસીપીને નેચરલી કરપ્ટ પાર્ટી કહીને આરોપ મૂક્યા હતા.
- મોદીએ ત્યારે કહ્યું હતું કે એનસીપી રાષ્ટ્રવાદી પાર્ટી નથી પરંતુ ભ્રષ્ટાચારવાદી પાર્ટી છે.  
 
કૃષિ ક્ષેત્રના મારા કાર્યોને સન્માન મળ્યું - શરદ પવાર
 
- બીજી તરફ, શરદ પવારે પોતાનું પુરસ્કાર ખેડૂતોને સમર્પિત કરતા કહ્યું કે તેમની 50થી લાંબા રાજકીય કારકિર્દી દરમિયાન કૃષિ ક્ષેત્રમાં કરવામાં આવેલા કાર્યોને દેશે માન્યતા આપી છે.
- દિગ્ગજ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શરદ યાદવને એક સ્થાનિક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, “આ સન્માનને પ્રાપ્ત કરવામાં મદદ માટે ભૂમિકા નિભાવનારા દરેક વ્યક્તિ પ્રત્યે હું આભારી છું.”
- “આ સન્માનનો અર્થ છે કે ગત અનેક દસકોના મારી રાજકીય કારકિર્દીમાં કૃષિ ક્ષેત્રમાં કરેલા મારા કામોને દેશે માન્યતા આપી છે.”    
 
શિવસેના - બીજેપીએ નિર્ણયનું કર્યું સ્વાગત
 
- એનસીપીના રાજકીય પ્રતિદ્વંદી શિવસેના અને બીજેપીએ પવારને પદ્મ વિભૂષણ આપવાના કેન્દ્રના નિર્ણયનું સ્વાગત કર્યું.
- શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું, “સન્માન માટે તેમનું નામ જાહેર કરવાના કેન્દ્રના નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ અને તેમને અભિનંદન પાઠવીએ છીએ.”
- રાજ્યસભા સભ્ય રાઉતે કહ્યું, “તેમની સામે રાજકીય પ્રતિદ્વંદતા હોવા છતાંય તેઓ સહકારી આંદોલનના સૌથી મોટા અને સર્વશ્રેષ્ઠ નેતા છે અને મહાન કૃષિવિદ છે.”
 
કેજરીવાલે મોદી પર નિશાન સાધતા કરેલા ટ્વિટ્સ વાંચવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Save democracy from Hitlerite forces: Kejriwal message on R-day
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended