Home »National News »Latest News »National» Our Fight Against Corruption Is Not Political: PM Modi Said In Rajya Sabha

બાથરૂમમાં રેનકોટ પહેરી નહાવાની કળા તો મનમોહનસિંહ જ જાણે છે- મોદી

Agency, New Delhi | Feb 09, 2017, 09:53 AM IST

  • રાજ્યસભામાં મોદી
નવી દિલ્હી. રાષ્ટ્રપતિના બજેટ અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપતા મોદીએ રાજ્યસભામાં કહ્યું હતું કે ભ્રષ્ટાચાર સામેની લડાઈ રાજકીય નથી. ભ્રષ્ટાચારના કારણે ગરીબ અને મધ્યમ વર્ગની આકાંક્ષાઓ પર અળગી અસર પડી રહી છે. ઈન્દિરાજીએ ચૂંટણીઓના કારણે વિમુદ્રીકરણને લાગુ નહોતું કર્યું. મનમોહનસિંહને ઉદ્દેશીને મોદીએ કહ્યું કે, ડોક્ટર સિંહ 35 વર્ષ સુધી ભારતની અર્થવ્યવસ્થાની પોલિસી પર પ્રભાવશાળી રહ્યા. મોદીએ કોંગ્રેસ શાસન કાળમાં થયેલા કૌભાંડોનો ઉલ્લેખ કરતા કહ્યું - આટલા બધા કૌભાંડ થવા છતાં મનમોહનસિંહ બેદાગ રહ્યા, રેનકોટ પહેરીને બાથરૂમમાં સ્નાન કરવું તેઓ જ જાણે છે. મોદીની આ ટીપ્પણી બાદ રાજ્યસભામાં હોબાળો થયો હતો અને કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું.
 
વળતો જવાબ સાંભળવાની તૈયારી કોંગ્રેસે રાખવી જોઈએ - મોદી
 
- મોદીએ મનમોહનસિંહ પર કટાક્ષ કરતા વિપક્ષે હોબાળો કર્યો હતો અને વિરોધ દર્શાવતા સદનમાંથી વોકઆઉટ કર્યું હતું.
- વિપક્ષે વોકઆઉટ કરતા મોદીએ કહ્યું કે જ્યારે મનમોહનસિંહે નોટબંધી પર સંસદમાં જે શબ્દ પ્રયોગોનો ઉપયોગ કર્યો હતો ત્યારે અમારે પણ વિરોધ દર્શાવવાની જરૂર હતી.
- જ્યારે તમે કંઈક કહો છો તો વળતા જવાબ સાંભળવાની પણ તૈયારી રાખવી જોઈએ.
 
મોદીને હિટલર કહ્યા ત્યારે વિપક્ષ ક્યાં હતો?
 
- કેન્દ્રીય મંત્રી એમ વેંકૈયા નાયડૂએ કહ્યું કે મોદીને હિટલર, મુસોલિની કહેવામાં આવ્યા. ત્યારે આ વિપક્ષ ક્યાં હતો?
- રવિશંકર પ્રસાદે પણ કહ્યું કે શું તમે અમારા વડાપ્રધાનને વિશે ખરાબ વાતો નથી કહી?
- કોંગ્રેસે વોકઆઉટ કરતા મોદીએ કહ્યું, આટલા ઉચ્ચ પદ પર રહેલા વ્યક્તિએ જ્યારે વાંદરું અને લૂંટ જેવા શબ્દ પ્રયોગ કર્યા ત્યારે વિચારવા જેવું હતું કે બંધારણની મર્યાદા શું હોય છે. અમે મર્યાદાનો આદર કરીએ છીએ. કોઈપણ રૂપે પરાજયનો સ્વીકાર જ નથી કરવો, આ ક્યાં સુધી ચાલશે?
 
ઈન્દિરા ગાંધીએ નોટબંધી લાગુ નહોતી કરી - મોદી
 
- મોદીએ કહ્યું હતું કે, ભૂતપૂર્વ બ્યુરોક્રેટ માધવ ગોડબોલેએ પોતાની બૂકમાં લખ્યું છે કે 1971માં તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરાગાંધીએ નોટબંધીની ભલામણનો અસ્વીકાર કર્યો હતો.
-  આ અંગે કોંગ્રેસ તરફથી વાંધો ઉઠાવવામાં આવતા મોદીએ જવાબમાં કહ્યું હતું કે, તમે (આનંદ શર્મા) આટલો બધો ઉત્સાહ બતાવી રહ્યા છો તો આ પુસ્તક પર અત્યાર સુધી તમે ચૂપ કેમ રહ્યા?
- તમારી જગ્યાએ હું હોઉ તો બ્યૂરોક્રેટ સામે કેસ કરી દેતો.
 
મોદીના ભાષણના મુખ્યના મુખ્ય મુદ્દાઓ
 
- કેટલાક લોકો ઉછળી-ઉછળીને બોલી રહ્યા છે કે આતંકવાદીઓની પાસે 2000ની નોટો મળી છે, જમ્મુ-કાશ્મીરમાં બેન્કો લૂંટવામાં આવી. ત્યારબાદ આતંકવાદી ઠાર મારવામાં આવ્યા.
- અપ્રામાણિક લોકો સામે કડક કાર્યવાહીથી ઈમાનદારોને તાકાત મળશે.
- મોટાભાગે નકલી નોટો બેન્કો સુધી નથી પહોંચતી, નકલી નોટોથી આતંકવાદ અને નક્સલવાદને પ્રોત્સાહન મળે છે.
- ભ્રષ્ટાચાર અને બ્લેકમની સામેની લડાઈ રાજકીય નથી. ભ્રષ્ટાચાર ગરીબોના હક છીનવે છે, મધ્યમ વર્ગનું શોષણ થાય છે.  
- નોટબંધી લાગુ થતા જ નકલી નોટોનો કારોબાર પર બ્રેક વાગી, 40 દિવસોમાં 700થી વધુ નક્સલીઓએ સરેન્ડર કર્યું.
- નોટબંધી પર પહેલીવાર નેતાઓ અને જનતાનો મિજાજ અલગ-અલગ.
 
મોદીના ભાષણ પર કોંગ્રેસની પ્રતિક્રિયાઓ
 
- તેમની ઉદ્ધતાઈ તો જુઓ, બધા બોલી રહ્યા ત્યારે તેમણે બોલવાનું પસંદ કર્યું અને પાયાવિહોણા આક્ષેપ મૂકી રહ્યા છે. - કપિલ સિબ્બલ
- હું કયા શબ્દોથી તેમની નિંદા કરું, મારી પાસે શબ્દ નથી.- અહેમદ પટેલ
- મોદીએ કરેલી ટિપ્પણી પર મનમોહનસિંહે કોઈ જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે હું આ અંગે કંઈ બોલવા નથી માગતો.
 
આગળ વાંચોઃજ્યારે પુસ્તકમાં વાંચૂ કમિટીનો ઉલ્લેખ થયો તો તમે ઊંઘી રહ્યા હતા શું?- મોદી
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Our fight against corruption is not political: PM Modi said in Rajya Sabha
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended