Home »National News »Latest News »National» Pm Modi To Address Rally In Goa

વોટ કાપતાં લોકો લોકતંત્રના ખિસ્સાકાતરુ, કેજરીવાલ પર મોદીનો પ્રહાર

divyabhaskar.com | Jan 29, 2017, 09:05 AM IST

  • મોદી
પણજી. ગોવા વિધાનસભા માટે 4 ફેબ્રુઆરીએ વોટિંગ થશે. આ સ્થિતિમાં બાકી રહેલાં દિવસો માટે તમામ રાજકીય પક્ષો પોતાની પૂરી તાકાત અજમાવવા લાગ્યા છે. આજે પીએમ મોદી ગોવામાં રેલી સંબોધતા મોદીએ જણાવ્યું કે, ગોવાને એક બીમારી લાગુ પડી છે. આ બીમારી અસ્થિરતા છે. આ ચૂંટણી ગોવાને તે બીમારીથી મુક્ત કરવાની છે. અરવિંદ કેજરીવાલનું નામ લીધા વગર તેને આડે હાથ લેતાં મોદીએ કહ્યું વોટ કાપતાં લોકો લોકતંત્રના ખિસ્સા કાતરું છે. આવા લોકો કોઈનું ભલું ઈચ્છતા નથી. 
 
મોદીએ બીજું શું કહ્યું
 
- ગોવા સરકારે મોટા મોટા રાજ્યોને સબક શીખવાડવાનું કામ કર્યું છે. સર્વાંગી વિકાસ કોને કહેવાય તેનું ગોવા સરકારે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
- વર્તમાન સરકારે વિકાસના અનેક કામ કર્યા છે.
- ગોવાને એક બીમારી લાગુ પડી છે. આ બીમારી અસ્થિરતા છે. આ ચૂંટણી ગોવાને તે બીમારીથી મુક્ત કરવાની છે.
- 1990ના દાયકમાં ગોવાએ એક ડઝન સીએમ જોયા.
- ગોવાના લોકો આ વખતે પૂર્ણ બહુમતિવાળી સરકાર બનાવે,ય
 
ટુરિઝમ પર મૂક્યો ભાર
 
ટુરિઝમ પર ભાર મુકતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર ટૂરિઝમ પર ભાર આપી રહી છે. લોકો વિચારતા હતા કે નોટબંધીના કારણે ટુરિઝમ બંધ થઈ જશે, પરંતુ તેમની બોલતી બંધ થઈ ગઈ. ગોવાની બીજેપી સરકારે પર્યટનને પ્રોત્સાહન આપ્યું. પર્યટકો માટે સુવિધાઓ વધારી. જેના પરિણામે દેશમાં આજે ટુરિઝમ ઝડપથી વિકસી રહ્યું છે. જેનો સૌથી લાભ ગોવાને મળી રહ્યો છે.
 
ગોવાને કરેલી મદદનો કર્યો ઉલ્લેખ
 
વડાપ્રધાને ચૂંટણી સભાને સંબોધતા જણાવ્યું કે, ગોવામાં બનનારી દરેક ચીજ ટુરિસ્ટો માટે આઈકન બને તે રીતે બનવી જોઈએ. અમારી સરકારે પુલોને પ્રાથમિકતા આપી. 10 વર્ષ સુધી કેન્દ્રની ગત સરકારે વિકાસમાં અવરોધ પેદા કર્યો. આજે ગર્વ સાથે કહી શકું છું કે છેલ્લાં 50 વર્ષની સરકારે જેટલી મદદ કરી તેનાથી વધારે અમારી સરકારે 25 મહિનામાં ગોવાને મદદ કરી.
 
કેજરીવાલ પર હુમલો
 
અરવિંદ કેજરીવાલનું નામ લીધા વગર તેને આડે હાથ લેતાં મોદીએ કહ્યું વોટ કાપતાં લોકો લોકતંત્રના ખિસ્સા કાતરું છે. આવા લોકો કોઈનું ભલું ઈચ્છતા નથી. કેટલાંક લોકો હાર સામે ભાળી ગયા હોવાથી બહાના શોધી લે છે. લોકતંત્રની લડાઈ આ રીતે લડી ન શકાય. રાજનીતિના સ્તરને નીચે લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ કેટલાંક લોકોને તેમાં ગૌરવનો અનુભવ થાય છે. જ્યારે પાર્ટીઓ વિકાસના મુદ્દાથી ભાગે ત્યારે પીડા થાય છે. જ્યારે યોગ્ય મુદ્દા પર ચૂંટણી લડવામાં આવશે ત્યારે ભારતીયોના જીવનમાં બદલાવ આવશે.
 
ગોવાના નાગરિકો દેશના નાગરિકોથી વધારે સમજદાર
 
ગોવાના નાગરિકોની સમજદારીના વખાણ કરતાં મોદીએ કહ્યું, જે સમજ દેશના નાગરિકોને છે તેનાથી વધારે સમજ ગોવાના લોકો છે. ગોવાના લોકો કોંગ્રેસના કુશાસનને જોઈ ચૂક્યા છે. ભ્રષ્ટાચારની પાપલીલાનો અનુભવ કરી ચૂક્યા છે.
 
ભ્રષ્ટાચાર મુક્ત ગોવાનો સંકલ્પ
 
ગોવાને ભ્રષ્ટાચારથી મુક્ત બનાવવાનો ઉલ્લેખ કરી મોદીએ કહ્યું કે, ભ્રષ્ટાચારીઓ મોદીથી પરેશાની થઈ રહી હોવાથી મારી પર જુલમ કરવામાં આવે છે. પરંતુ આ ગરીબોની સરકાર છે. અમારા દરેક પગલાં કઠોર હશે પરંતુ દેશના હિતમાં હશે.
 
સરકાર અંગે શું બોલ્યા મોદી
 
મોદીએ તેમની સરકાર અંગે બોલતાં જણાવ્યું કે, આજે સમગ્ર વિશ્વમાં ભારતનો જયજયકાર થઈ રહ્યો છે. તે મોદીના કારણે નહીં પરંતુ સવાસો કરોડ ભારતીયોના કારણે છે.  આજે વિશ્વ કહી રહ્યું છે ભારતમાં વર્ષો બાદ એવી સરકાર આવી છે જે હિંમત દર્શાવે છે અને ફેંસલા લે છે.
 
પારિકરનો કર્યો ઉલ્લેખ
 
રક્ષા મંત્રી અને ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પારિકરનો ઉલ્લેખ કરી મોદીએ કહ્યું, ગોવાએ દેશને એક આવો મજબૂત રક્ષા મંત્રી આપ્યો છે. સર્જિકલ સ્ટ્રાઈકની ચર્ચા સમર્ગ વિશ્વમાં થઈ રહી છે.
 
 
આગળની સ્લાઈડ્સમાં ઈન્ફોગ્રાફિક્સમાં જાણો, ગોવાનું ચૂંટણી ગણિત
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Pm modi to address rally in goa
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended