Home »National News »Latest News »National» Pm Modi In Merath To Address A Rally

સર્જિકલ સ્ટ્રાઈકમાં ભારતનો એક પણ જવાન ન મર્યો તેનું કેટલાકને દુઃખઃ મોદી

divyabhaskar.com | Feb 04, 2017, 23:23 PM IST

  • મોદીએ શનિવારે મેરઠમાં રેલી કરી હતી
મેરઠ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના મેરઠ પહોંચ્યા હતા. ત્યાં તેમણે રેલીને સંબોધી હતી. મોદીની મેરઠની રેલી યુપીની 18 વિધાનસભા બેઠકોને આવરી લે છે. મોદીએ કહ્યું કે આ ચૂંટણી ભાજપની SCAM વિરુદ્ધની લડાઇ છે. સર્જિકલ સ્ટ્રાઈકમાં ભારતનો એક પણ જવાન ન મર્યો તેનું કેટલાકને દુઃખ છે. ભારતીય સેનાએ પાકિસ્તાની ઘૂસીને એક એક પાયનો હિસાબ લીધો છે.
 
મોદીએ SCAMના ‘એસ’ થી સપા, ‘સી’ થી કોંગ્રેસ, ‘એ’ થી અખિલેશ અને ‘એમ’ થી માયાવતીના સ્વરૂપમાં પરિભાષિત કર્યું છે. વડાપ્રધાને જણાવ્યું કે મેરઠની ધરતી પરથી અંગ્રેજોની લડાઇ શરૂ થઇ હતી. તે વખતે અંગ્રેજો સાથે લડાઇ હતી, આજે ગરીબી, ભૂમાફિયા અને ભ્રષ્ટાચાર સામે લડાઇ છે. ઉત્તરપ્રદેશ પાસે ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બનવાની તક છે. યુપીમાં બધું જ હોવા છતાં યુવાનોને રોજી-રોટી કમાવવા માટે ઘર છોડવું પડે છે. દિલ્હીની યોજનાઓને યુપીની જનતા સુધી પહોંચાડવા માટે વર્તમાન રાજ્ય સરકાર હટાવવાનું જરૂરી છે.

એકબીજાને ગાળો ભાંડનારા રાતોરાત કેમ ગળે મળી ગયા: મોદી

સપા અને કોંગ્રેસ ગઠબંધન સામે પ્રહાર કરતા વડાપ્રધાને જણાવ્યું કે જે કોંગ્રેસ ગામે-ગામ જઇને યુપીમાં ભાષણ આપી રહી હતી, સપાને ગાળો ભાંડી રહી હતી કે સપા બેઇમાન છે, રાતો-રાત એવું તો શું થઇ ગયું કે સપા-કોંગ્રેસ એક થઇ ગયા રાજનીતિમાં ગઠબંધન જોયા છે પરંતુ આવું ગઠબંધન પહેલી વાર જોયું છે કે સવાર-સાંજ એકબીજાને ગાળો ભાંડતા હતા અને આજે એકબીજાના ગળેમળીને બચાવો-બચાવો કહી રહ્યા છે. રાહુલ-અખિલેશ એકબીજાને બચાવવામાં લાગ્યા છે.
 
અખિલેશે કહ્યું- SCAM એટલે સેવ કન્ટ્રી ફ્રોમ અમિત એન્ડ મોદી
 
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવે વડાપ્રધાન મોદી દ્વારા SCAMની વ્યાખ્યાને સપા, કોંગ્રેસ, અખિલેશ અને મુલાયમસિંહ યાદવ સાથે સાંકળવા અંગે વળતો પ્રહાર કર્યો છે. તેમણે ઓરૈયામાં એક ચૂંટણી રેલી દરમિયાન SCAMને પરિભાષિત કરતા જણાવ્યું કે ‘સેવ કન્ટ્રી ફ્રોમ અમિત શાહ એન્ડ મોદી.’
 
અખિલેશે જણાવ્યું કે SCAMથી બચવાનું છે
 
અખિલેશે જણાવ્યું કે SCAMથી બચવાનું છે.  A અને Mથી જેમના નામ આવે છે તેમનાથી બચાવવાનું છે,  દેશને અમિત શાહ અને મોદીથી બચાવવાનો છે. વડાપ્રધાન મોદી દ્વારા તેમના રાજકીય હરીફો સામે આકરા પ્રહારો કરવામાં આવ્યાના કલોક પછી જ યુપીના મુખ્યપ્રધાન રેલીને સંબોધતી વખતે ઉપર જણાવ્યા સુધી અટક્યા ન હતા,  તેમણે વડાપ્રધાન પર કટાક્ષ કરતા જણાવ્યું કે તેમણે રાજકીય પલાયન કર્યું છે. પીએમ બનવા માટે તેમણે રાજકીય પલાયન કર્યું છે. ગુજરાતથી કદાચ પીએમ થઇ શકતા ન હતા.
 
સર્જિકલ સ્ટ્રાઈક મુદ્દે શું બોલ્યા મોદી
 
પીએમ મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવતાં લોકો પર પ્રહાર કરતાં કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઈકમાં ભારતનો એક પણ જવાન શહીદ ન થયો તેનું કેટલાંકને દુઃખ છે. ભારતીય સેનાએ પાકિસ્તામાં ઘુસીને પાઈ-પાઈનો હિસાબ ચૂકતે કરી દીધો છે. દેશની સેના દુર્બળ નથી પરંતુ નિર્ણય સાચા હોવા જાઈએ.  નેતાઓ કઈ જગ્યાએ દિવાળી મનાવે છે તે સૌ જાણો છો પરંતુ મેં જવાનો સાથે દિવાળી ઉજવી.
 
નોટબંધીનો ફરી કર્યો ઉલ્લેખ
 
નોટબંધી અને બ્લેક મની પર મોદીએ કહ્યું કે, ચૂંટણી ટિકિટ  વેચીને પૈસા બનાવનારા લોકો 8 નવેમ્બરના નિર્ણયથી ચિંતિત થઈ ગયા છે.
 
શેરડી ખેડૂતોને આપ્યો ભરોસો
 
દેશમાં શેરડીના ઉત્પાદન અને વાવેતરમાં અગ્રણી રાજ્ય ઉત્તર પ્રદેશમાં શેરડી ખેડૂતોને ભરોસો આપતાં કહ્યું કે, જો બીજેપીની સરકારે આવશે તો બાકી ઋણ માફ કરવામાં આવશે. લઘુ-સીમાંત ખેડૂતોને ઋણ માફ કરાશે.
બીજું શું કહ્યું મોદીએ
 
- 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ ની અંગ્રેજો સામે લડાઇ હવે ગરીબીની મુક્તિની લડાઇ છે આ ચૂંટણી. બહેન-દીકરીની લાજ લૂંટનારા સામે લડાઇ છે. ગુંડારાજથી મુક્તિની લડાઇ છે.
- મેરઠ સ્વાતંત્ર્ય સેનાનીઓને જન્મ આપનારી ધરતી. મારું સૌભાગ્ય છે કે ચૂંટણી માટે મેરઠથી શરૂ કરવાનો અવસર મળ્યો.
- ગેરકાનૂની રીતે ભારત કબ્જેકરતા લોકો સમે લડાઇ આ વખથે ગરીબ ખેડૂતોની જમીન લઇને બેઠેલા લોકો સામે લડાઇ છે.
- ભારતના યુપીમાં પ્રાકૃતિક સંસાધનો, ગંગા-મુના જેવી પવિત્ર નદીઓ, મહેનતુ ખેડૂતો અને સંકલ્પવાન નવયુવાનો છે. ઉત્તરપ્રદેશને અવગણીને દેશનું ભલું ન થાય. તો શા માટે યુપીના યુવાનોને પોતાનું રાજ્ય છોડીને, મા-બાપને છોડીને, પોતાના ખેતરોને છોડીને કમાણી માટે બહાર જવું પડે છે?
- તમે મને વડાપ્રધાન બનાવ્યો. મેં દેશનું નુકસાન થયું હોય કે દેશનું નામ ઝુકે એવું કોઇ કામ નથી કર્યું. ઉત્તરપ્રદેશને ઊંચાઇએ લઇ જવા માટે મેં કોઇ ઉણપ નથી રાખી. મારે યુપીનું ઋણ હજુ ચૂકવવાનું બાકી છે. મારે યુપી માટે ઘણું કરવાનું બાકી છે.
- હું યુપીમાં જેટલું સારું કરવા માંગુ પરંતુ અહીંયા જ્યાં સુધી વિઘ્નો નાખતી સરકાર હશે ત્યાં સુધી અહીંયા બધું અટકેલું રહેશે. જે લોકોએ યુપીનું આજ સુધી ભલું નથી કર્યું, તે લોકો આમાં વિઘ્નો નાખશે.
- દિલ્હીથી હું જે મોકલીશ તે લખનઉની સરકાર યુપી સુધી પહોંચવા નહી દે. કેન્દ્રથી મોકલેલો પૈસો યુપી સુધી પહોંચતો નથી.  
- મેરઠમાં કોઇ સામાન્ય નાગરિક સાંજે જીવતો ઘરે પહોંચે તેની ગેરંટી નથી, નિર્દોશ લોકોને મારવામાં આવે છે. યુપીમાં હત્યારાઓ પર કોઇ કાનૂની કાર્યવીહી નથી થતી. ગુંડાગર્દી રાજનીતિ હેઠળ વિકસે છે.
- તમારે સુખચેનથી જીંદગી જીવવી છે કે નહી? મા-બહેનની ઇજ્જત બચાવવી છે કે નહી?
- કોંગ્રેસ ગામ-ગામની યાત્રાઓ કરીને યુપી સરકારને બદનામ કરતી હતી. યુપીની સરકાર ગુંડાગર્દી કરે છે તેમ કહેતા હતા. તો પછી રાતોરાત એવું શું થયું કે કોંગ્રેસ સપાના ગળે વળગી પડી?
- રાજનીતિમાં ગઠબંધન જોયા છે. પણ આવું પહેલીવાર જોયું જે સવાર-સાંજ એકબીજાને ખતમ કરવાનો કોઇ મોકો નહોતા છોડતા અને કેટલાય દાયકાઓથી એકબીજા વિરુદ્ધ બોલતા હતા, તેઓ હવે ગળે વળગીને કહે છે બચાઓ-બચાઓ. જે પોતાને ના બચાવી શક્યા તે યુપીને કેવી રીતે બચાવશે?
- આ ચૂંટણી કૌભાંડો વિરુદ્ધ ભાજપની લડાઇ છે. કૌભાંડ એટલે SCAM.  S –સમાજવાદી, C કોંગ્રેસ,  A અખિલેશ , M માયાવતી
- યુપીને સ્કેમ જોઇએ કે યુપીનો વિકાસ? સ્કેમ જોઇએ કે યુવાનોને રોજગારી? સ્કેમથી મુક્ત નહી થાઓ તો યુપીમાં સુખના દિવસો નહી આવે. મારે ગમે તેટલી મદદ કરવી હોય પણ સરકારમાં દમ અને ઇરાદો નહી હોય તો મેં મોકલેલા રૂપિયા ક્યાંક બીજે જશે અથવા તો પડ્યા પડ્યા સડી જશે.
- તેમને યુપીનું ભલું નથી કરવું. પોતાની ખુરશી બચાવવી છે.
- મારો આગ્રહ છે કે તમે આ સ્કેમને ઓળખો અને તેનો ખેલ હંમેશ માટે નેસ્તનાબૂદ થાય તે માટે તમારે તમારા મતોથી પરિવર્તન લાવવું પડશે. 
- ઓઆરઓપી ના નામ પર 40 વર્ષથી જૂઠ્ઠું બોલવામાં આવે છે. પણ હવે સૈનિકો માટે ઓઆરઓપી અમારી સરકારે લાગુ કર્યું છે. આઝાદી પછી પહેલીવાર દેશમાં એવી સરકાર જે સૈનિકો માટે કામ કરે છે.
- યુપીના વિકાસ માટે પરિવર્તન જરૂરી છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Pm modi in merath to address a rally
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext