Home »National News »Election 2012 »Punjab» PM Modi At Jalandhar: Congress Is A Thing Of Past,

કોંગ્રેસ ડૂબતું જહાજ છે, જેમાં બેસવાનું લોકોએ ટાળવું જોઇએ : મોદી

Agency, Jalandhar | Jan 28, 2017, 04:58 AM IST

  • કોંગ્રેસ ડૂબતું જહાજ છે, જેમાં બેસવાનું લોકોએ ટાળવું જોઇએ : મોદી,  punjab news in gujarati
જાલંધર:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ પોતાના લાભ માટે રાજકીય તકવાદ અપનાવે છે. કોંગ્રેસ ભૂતકાળ બની ચૂક્યો છે અને પંજાબની જનતાએ તેના પર ભરોસો ન કરવો જોઇએ. જાલંધરમાં ચૂંટણીસભાને સંબોધતાં તેમણે કહ્યું કે કોંગ્રેસ ડૂબતું જહાજ છે, જેમાં બેસવાનું લોકોએ ટાળવું જોઇએ, કેમ કે આ જહાજ તેમને ક્યાંય પહોંચાડશે નહીં.
 
રાહુલ ગાંધીએ મજીઠાની રેલીમાં પંજાબમાં ડ્રગ્સના દૂષણનો મુદ્દો ઉઠાવ્યા બાદ મોદીએ વળતો પ્રહાર કરતા જણાવ્યું કે કેટલાક લોકો પંજાબના યુવાનોની છબિ બગાડીને રાજકારણનું સ્તર વધુ નિમ્ન કક્ષાએ લઇ જઇ રહ્યા છે.
 
તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ પાણી જેવી છે, પોતાની રાજકીય જરૂરિયાતો મુજબ આકાર બદલે છે. પશ્ચિમ બંગાળમાં ટકી રહેવા તેણે ડાબેરીઓ સાથે ગઠબંધન કર્યું, તેમણે જેટલી બેઠકો આપી તેટલી સ્વીકારી લીધી.  ઉ.પ્ર.માં તેણે પહેલાં સપા પર શાબ્દિક હુમલા કર્યા બાદ તેની સાથે ગઠબંધન કર્યું. રાજકીય તકવાદ કોંગ્રેસનો ગઢ છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: PM Modi at Jalandhar: Congress is a thing of past,
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext