Home »National News »Latest News »National» PM Modi Addressed Rally In Lakhimpur Khiri For UP Election

મોકો આપો, 6 મહિનામાં ગુનેગારોને જેલમાં ન નાખું તો કહેજો: UPમાં બોલ્યા મોદી

divyabhaskar.com | Feb 13, 2017, 14:57 PM IST

  • યુપીમાં મોદી
લખીમપુર ખીરી: ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના અનુલક્ષમાં મોદીએ સોમવારે લખીમપુરમાં જાહેરસભાને સંબોધી હતી. તેમના સંબોધનમાં તેમણે અખિલેશ સરકારની નિષ્ફળતાઓ ગણાવીને સપા પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે અખિલેશ સરકાર સુધરવા માટે તૈયાર નથી. મોદીએ કહ્યું કે યુપી સરકારે તો રામમનોહર લોહિયાને પણ ન છોડ્યા. તેમને પણ અપમાનિત કર્યા. તેમણે એમ પણ કહ્યું કે જો રાજ્યમાં બીજેપીની સરકાર બની તો છ મહિનામાં ગુનેગારો જેલની અંદર હશે. આ વાતનું હું જનતાને વચન આપું છું. આ વિસ્તારમાં 15 ફેબ્રુઆરીએ મતદાન થશે એટલે ચૂંટણીપ્રચાર સાંજે 5 વાગે સમાપ્ત થઇ જશે.
 
અને આ કહ્યું મોદીએ
 
- મોદીએ કહ્યું, “હારના ડરથી અને ખુરશીના મોહમાં અખિલેશ કોંગ્રેસના ખોળે બેસી ગયા. આ ચૂંટણીમાં તેમણે તેમના કામોનો હિસાબ આપવો જોઇએ.”
- “જે રામમનોહર લોહિયા જિંગીભર કોંગ્રેસ વિરુદ્ધ લડતા રહ્યા, સપાએ તે જ લોહિયા , જયપ્રકાશ નારાયણને અપમાનિત કર્યા. પશ્ચિમ યુપીમાં સપા-બસપા-કોંગ્રેસને જડબાતોડ જવાબ આપતું મતદાન થયું છે.”
- “જ્યારે તેમને લાગ્યું કે તેમનું કંઇ ચાલી નથી રહ્યું એટલે દર અઠવાડિયે ઘોષણાપત્ર બહાર પાડે છે. નવા નવા મુદ્દાઓ નાખીને પોતાની ઇજ્જત બચાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.”
- “મુશ્કેલ સમયમાં ઇંદિરા ગાંધીએ 20 મુદ્દાઓ બહાર પાડ્યા હતા પણ યુપીમાં એક બેઠક પણ જીત્યા ન હતા. તમે 10 મુદ્દાઓ લઇને આવ્યા છો.”
 
ખાલી ઉદઘાટન કરવાથી કંઇ ન થાય
 
- “હું અખિલેશને કહું છું કે ચાલો મેટ્રોની ટિકિટ લઇને તેમાં ફરીને આવીએ. અખિલેશે ફક્ત મેટ્રોનું ઉદઘાટન કર્યુ. પણ ન સ્ટેશન બન્યું ના બીજું કંઇ થયું. ”
- “કેન્દ્રએ પૈસા આપ્યા પણ લખનઉના સાંસદ સુદ્ધાંને આમંત્રણ ન આપ્યું. આ જ રીતે લોકોને મૂર્ખ બનાવવાનું કામ થશે તો કેવી રીતે લોકોનુ ભલું થશે?”
-  “યુપીની બહેન-દીકરીઓ ગળામાં ચેન પહેરીને બહાર નીકળતા ડરે છે કે બહાર નીકળ્યા તો છીનવાઇ જશે. આ સપાની પાર્ટીની ગુંડાગર્દી બોલે છે.”
- યુપીમાં દરરોજ બળાત્કારની અનેક ઘટનાઓ બને છે. કોઇ કહે 20, કોઇ કહે 30. દિવસે પણ બહેનોનું નીકળવું મુશ્કેલ છે. દરરોજ હત્યાઓ પણ થાય છે. દરેક હત્યામાં રાજનીતિનો ઓછાયો હોય છે. જ્યાં બળાત્કાર, હત્યા, ઝઘડાઓ, અપહરણ રોજ થતા હોય તો એ અખિલેશના કામ છે કે કારનામા?
- યુપીમાં જેલમાંથી પણ ગુનેગારોની ગેંગ કામો કરી રહી છે.
- હિન્દુસ્તાનના સૌથી મોટા રાજ્યને ગુંડાઓને હવાલે કરી દઇશું? બીજેપીની સરકાર બને તો, જો 6 મહિનાની અંદર આ તમામ ગુનાઓ કરતા ગુનેગારોને જેલના સળિયા પાછળ ના ધકેલું તો મારું નામ મોદી નહી.
 
2 અઠવાડિયાઓમાં શેરડીના ખેડૂતોની બાકી રકમ ચૂકવવામાં આવશે
 
- “ચીનીકા કટોરા તરીકે જાણીતું લખીમપુર. યુપીનો સૌથી મોટો જિલ્લો ગણાતું લખીમપુર. પરંતુ, અખિલેશજી તમને શેરડીની બાકી રકમ ચૂકવવામાંથી કોણે રોક્યા છે?”
- “હું ઉત્તરપ્રદેશના બીજેપી યુનિટને અભિનંદન આપું છું. અમે ઘોષણાપત્રમાં વચન આપ્યું છે કે સરકાર બન્યાના 2 અઠવાડિયામાં શેરડીના ખેડૂતોની બાકી રકમ ચૂકવી દેવામાં આવશે.”
- “ઉત્તરપ્રદેશ બીજેપીએ એવું પણ વચન આપ્યું છે કે અમારી સરકાર બન્યા પછી અહીંના નાના ખેડૂતોનું દેવું માફ કરી દેવામાં આવશે.”
- “મને યુપીએ સાંસદ બનાવ્યો, વડાપ્રધાન પણ બનાવ્યો. દેશને 30 વર્ષ પછી સ્થિર સરકાર મળી.”
 
અખિલેશે કૌભાંડોની તપાસ ન કરાવી
 
- મોદીએ કહ્યું, “માયાવતીના શાસનમાં ચીની મિલ કૌભાંડના આરોપો લાગ્યા હતા. અખિલેશજીએ વચન આપેલું કે તેની તપાસ કરાવવામાં આવશે. પરંતુ, શું તપાસ થઇ? આ જ કામ બોલે છે તેમના?”
- “કોઇ મને જણાવે, ખેતરની સરહદનો વીમો ઉતરે છે? જો કોઇ એવો પાક છે જેનું જોખમ સૌથી ઓછું છે તો એ શેરડી છે. પરંતુ, યુપી સરકારે જબારદસ્તી તેને પ્રધાનમંત્રી વીમા યોજનામાં નાખ્યું. તેનાથી શેરડી ખેડૂતો માટે બોજો બની ગઇ.”
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: PM Modi addressed rally in Lakhimpur Khiri for UP Election
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended