Home »National News »Latest News »National» Speaker Calls All Party Meet Ahead Of Budget Session

સર્વદળીય બેઠકમાં ગૃહની કાર્યવાહી ચાલવા દેવા મોદીએ વિપક્ષને કર્યો આગ્રહ

divyabhaskar.com | Jan 31, 2017, 03:16 AM IST

નવી દિલ્હી:મંગળવારથી શરૂ થતાં બજેટ સત્ર પૂર્વે લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને સર્વદળીય બેઠક બોલાવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદને સુવ્યવસ્થિત રીતે ચલાવવા દેવાનો આગ્રહ કર્યો હતો. જ્યારે વિપક્ષે ડિમોનિટાઈઝેશન, બજેટના સમય, પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામના ભંગ, ટૂંકા બજેટ સત્ર વગેરે જેવી બાબતો પર ચર્ચા માંગી હતી.રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના ભાષણથી બજેટ સત્રની શરૂઆત થશે. ત્યાર બાદ સરકાર આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. બુધવારે નાણાપ્રધાન અરુણ જેટલી નાણાવર્ષ 2017-18 માટે સામાન્ય બજેટ રજૂ કરશે.

અનંત કુમારના કહેવા પ્રમાણે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠકમાં કહ્યું, 'પાર્ટીઓ વચ્ચેના આંતરિક વિરોધ છતાંય ચૂંટણી સમયે સંસદ સારી રીતે ચાલવી જોઈએ.' વિપક્ષ પણ સંસદ ચાલવા દેવાનું પક્ષધર છે.'' કોંગ્રેસના કહેવા પ્રમાણે, પ્રથમ તબક્કામાં કામકાજના માત્ર પાંચ જ દિવસ છે. પાર્ટી ડિમોનિટાઈઝેશન, સરહદ પર સંઘર્ષ વિરામનો છાશવારે ભંગ વગેરે જેવી બાબતો પર ચર્ચા ઈચ્છે છે.

તૃણમુલ કોંગ્રેસના નેતા કલ્યાણ બેનર્જીએ કહ્યું, "સંસદને વિશ્વાસમાં લીધા વગર લાગુ કરવામાં આવેલા ડિમોનિટાઈઝેશનના વિરોધમાં અમે સંસદના પહેલા બે દિવસમાં ભાગ નહીં લઈએ. પાર્ટીના નેતાઓની ગેરકાયદેસર ધરપકડનો મુદ્દો પણ અમે ઉઠાવીશું." તૃણમુલ કોંગ્રેસ તથા શિવસેના સ્પીકર દ્વારા બોલાવાયેલી સર્વદળીય બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. 
 
બજેટ બનાવવામાં મહિલાઓનો મોટો ફાળો

આ વર્ષે બજેટ બનાવવામાં મહિલા અધિકારીઓનું યોગદાન વધારે છે. કુલ બજેટમાં લગભગ 52 કામગીરી મહિલાઓએ સંભાળી છે જેમાં વરિષ્ઠ સ્તરે 41 ટકા મહિલા અધિકારીઓનું યોગદાન છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અધિક સચિવ અને સંયુક્ત સચિવ રેન્કના 34 ફાઈનાન્સિઅલ સલાહકાર છે જેમાં 14 મહિલા છે, આ મહિલા અધિકારીઓએ 52 ટકા હિસ્સાનું કામ સંભાળ્યું છે.

નોટબંધીનો આંચકો હળવો કરવા કરરાહતોની શક્યતા

નોટબંધીમાં લોકોને લાગેલા આર્થિક આંચકાનો ભાર હળવો કરવાના આશયથી સરકાર આ વર્ષે આવકવેરાની મુક્તિમર્યાદા વધારે તેવી શક્યતા છે. સામેપક્ષે હોમલોન પર ચુકવેલા વ્યાજમાં કપાતની મર્યાદા બે લાખથી વધારીને અઢી લાખ રૂપિયા થાય તેવી પણ સંભાવના છે.

પ્રતિક્રિયા 

- અમે કેન્દ્ર સરકારને વિનંતી કરી કે જેમ વર્ષ 2012માં બજેટને મોકૂફ કરવામાં આવ્યું હતું, તેમ આ વર્ષે પણ મોકૂફ રાખવામાં આવે. જોકે, આ અધિકારની વાત છે. આમ છતાંય પહેલી ફેબ્રુઆરીના બજેટ રજૂ કરવાનો વૈજ્ઞાનિક આધાર નથી.: સીતારામ યેચુરી, મહાસચિવ, સીપીઆઈએમ
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Speaker calls all party meet ahead of budget session
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended