Home »National News »Photo Feature» Want Show That Love Has No Gender Says Photographer Anu Patnaik

ફોટોગ્રાફરે ક્લિક કરી ટ્રાન્સજેંડર કપલની લવ મોમેન્ટ્સ, લગ્ન પછી છે આવી Life

divyabhaskar.com | Feb 16, 2017, 10:05 AM IST

  • ટ્રાન્સજેંડર માધુરી સારોડો અને તેના પતિ જય શર્મા.
મુંબઈઃ દેશમાં એક બાજુએ એલજીબીટી સમુદાય સમાન હક્કો માટે લડાઈ લડી રહી છે. ત્યારે બીજી તરફ મુંબઈની ફોટોગ્રાફર અનુ પટનાયકે ટ્રાંસજેંડર માધુરી સારોડો અને તેના પતિ જય શર્માની લવ મોમેન્ટ્સ કેમેરામાં ક્લિક કરી હતી. માધુરી અને જય પહેલું એવુ કપલ છે જેમણે જાહેરમાં સ્વીકાર્યું હતું કે બેમાંથી એક ટ્રાન્સજેંડર છે.
કપલ સાથે પસાર કર્યા અમુક દિવસો...

- એક વેબ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં અનુએ જણાવ્યું કે, જ્યારે મે આ કપલને પ્રથમવાર જોયું ત્યારે તેમની સાથે અમુક દિવસ રહેવાનો નિર્ણય કર્યો હતો.
- અનુએ જણાવ્યું કે, તે માધુરી અને જયની લવ મોમેન્ટ્સને ક્લિક કરવા માગતી હતી, જેથી લોકોને ખબર પડે કે પ્રેમને કોઈ જેંડર નથી હોતું.
- માધુરી ટ્રાન્સજેંડર તરીકે મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે લડાઈ લડી રહી છે. 
- અનુ એક ફ્રિલાન્સ ફોટોગ્રાફર છે અને મુંબઈમાં રહે છે. તે ઘણી ફિલ્મોમાં સ્ટિલ ફોટોગ્રાફી ટીમનો ભાગ રહી છે.
 
ફેસબુકને કારણે મળ્યું હતું આ કપલ...

- જય અને માધુરીની મિત્રતા ફેસબુક પર થઈ હતી. બે વર્ષના પ્રેમસંબંઘ બાદ તેમણે લગ્નનો નિર્ણય લીધો હતો.
- આ સમયે જ સુપ્રીમ કોર્ટે ટ્રાન્સજેંડરની ત્રીજા જેંડર તરીકે માન્યતા આપવા આદેશ કર્યો હતો. જોકે તેમાં લગ્નની વાતનો ઉલ્લેખ કરાયો નહોતો.
- માધુરીએ જણાવ્યું કે, તેઓ છેલ્લા 5 વર્ષથી સાથે રહી રહ્યાં છે. અમારા લગ્નને કાયદાકીય માન્યતા મળવી જોઈએ. જોકે આ એક મુશ્કેલ પ્રક્રિયા છે.
- માધુરીએ જણાવ્યું કે, હું ટ્રાન્સજેંડર તરીકે માન્યતા મેળવીને જ રહીશ, ભલેને તે માટે કોર્ટમાં જવું પડે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ ટ્રાન્સજેંડર કપલની લવ મોમેન્ટસનો ફોટોશૂટ.......)

નોંધઃ તમામ તસવીરોના વપરાશ માટે અનુ પટનાયકની મંજૂરી લેવામાં આવી છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Want Show That Love Has No Gender Says Photographer Anu Patnaik
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext