Home »National News »Desh» Village People Burnt Car Of Victims And Police Officer, 6 Policeman Injured

યુવક પોતાને છોડી દેવા વિનંતી કરતો રહ્યો, લોકોએ અફવાને કારણે કરી હત્યા

divyabhaskar.com | May 19, 2017, 12:35 PM IST

  • યુવક ઘણીવાર સુઘી લોકો સમક્ષ પોતાને છોડી દેવા વિનંતી કરતો રહ્યો. જોકે લોકોના ટોળાએ તેની વાત ન સાંભળી.
સરાયકેલા-ખરસાંવા (ઝારખંડ) : બાળક ચોરના ગામમાં આવવાની અફવા સાંભળી લોકોએ 4 વ્યક્તિને માર મારી હત્યા કરી હતી. જેમાંથી એક યુવક ઘણીવાર સુઘી લોકો સમક્ષ પોતાને છોડી દેવા વિનંતી કરતો રહ્યો. જોકે લોકોના ટોળાએ તેની વાત ન સાંભળી હત્યા કરી હતી. આ ઘટના જમશેદપુરથી 40 કિલોમીટર દુર આવેલા રાજનગરની છે. 
 
અફવાને કારણે 4 લોકોની હત્યા કરવામાં આવી............

- લોકોએ ચારેય મૃતકોની ઈન્ડિકા કારને પણ આગ ચાંપી હતી. આ ઘટનાની જાણ થતા પહોંચેલા પોલીસકર્મીઓ સાથે પણ ગ્રામીણો હિંસક બન્યા હતા.
- સ્થાનિક લોકોએ જણાવ્યું કે, સવારે ઈન્ડિકા અને જાયલો કારમાં 8 લોકો શોભાપુર પહોંચ્યા હતા. શોભાપુર પાસેના ગોપીનાથપુરના ગ્રામીણોને આ લોકોનો વ્યવહાર શંકાસ્પદ લાગ્યો.
- તે પછી ગોપીનાથપુર અને કમલપુર ગામમાં બાળક ચોર ઘુસી આવ્યાની બુમો સાંભળવા મળી. જે પછી ડઝનેક લોકો હથિયાર લઈ એક સ્થાનિકના ઘરમાં ગયા અને તપાસ કરી.
- આ સમયે ઝાયલો કારમાં આવેલા લોકો ભાગી ગયા, જ્યારે કે ઈન્ડિકામાં આવેલા લોકો ત્યાં જ સંતાઈ ગયા.
- એક વ્યક્તિ શૌચાલયમાંથી પકડાયો, જે પછી અન્ય 3 પણ ગામમાંથી શોધી તમામ 4ને માર મારી તેમની હત્યા કરવામાં આવી હતી.
- લોકોએ ઘટના સ્થળે પહોંચેલા એસઆઈની ગાડીને પણ આગ ચાંપી હતી. હિંસાને કારણે એસઆઈ સહિત 5 અન્ય  પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
- આ ઘટના બાદથી વિસ્તારમાં તણાવનો માહોલ છે, એસપી રાકેશ બંસલના આદેશ પર મોટા પ્રમાણમાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..........................)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Village People Burnt Car Of Victims And Police Officer, 6 Policeman Injured
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended