Home »National News »Latest News »National» At Katni People Cames Out In Support Of Sp Gaurav Tiwari

મધ્ય પ્રદેશઃ SPની ટ્રાન્સફર રોકવા આખું શહેર રસ્તા પર ઉતરી આવ્યું

divyabhaskar.com | Jan 11, 2017, 10:00 AM IST

  • 500 કરોડના હવાલા કારોબાર પકડનારા કટનીના એસપી ગૌરવ તિવારીના સમર્થનમાં આવ્યા લોકો
કટની. મધ્યપ્રદેશના કટનીના એસપી ગૌરવ તિવારીના સમર્થનમાં મંગળવારે આખું શહેર રસ્તાઓ પર ઉતરી આવ્યું હતું. લોકો તિવારીની ટ્રાન્સફર અટકાવવાની માંગ કરી રહ્યા હતા. તિવારીની ટ્રાન્સફર કટનીથી છિંદવાડા કરવામાં આવી છે. તેઓ એક્સિસ બેન્ક સહિત ઘણી બેન્કોમાં નકલી ખાતાઓમાં થયેલા 500 કરોડના હવાલા કારોબારની તપાસ કરી રહ્યા હતા. તિવારી કટનીમાં માત્ર છ મહિના માટે જ રહ્યા.
 
આખું કટની બંધ રહ્યું
 
- ગૌરવ તિવારીના સમર્થનમાં આખું કટની બંધ રહ્યું,
-અહીંના સુભાષ ચોક પર હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. સમગ્ર બજાર પણ બંધ રહ્યું હતું. લોકોએ તિવારીની ટ્રાન્સફર રદ કરવાની માંગ કરી હતી.
 -કટનીમાં કોઇ પક્ષ કે સંગઠને નહી પરંતુ, સામાન્ય જનતાએ બંધનું એલાન કર્યું હતું. તેમાં વેપારીવર્ગથી લઇને તમામ લોકો સામેલ હતા.
 
કોંગ્રેસે જેટલીને પત્ર લખ્યો
 
- પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અરૂણ યાદવે અરૂણ જેટલીને પત્ર લખીને ગૌરવ તિવારીની ટ્રાન્સફરનો મુદ્દો ઉઠાવ્યો છે. યાદવે લખ્યું છે કે આ હવાલાકાંડમાં જે બીજેપી નેતાનું નામ સામે આવી રહ્યું છે તેની તપાસ કરાવવામાં આવે.
- રાજ્યના ગૃહમંત્રી ભૂપેન્દ્રસિંહે કહ્યું કે, એક પ્રોસેસ હેઠળ જ આ ટ્રાન્સફર કરવામાં આવી છે. તેઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે. છિંદવાડામાં તેમની જરૂર છે. હવાલા મામલાની તપાસ ચાલી રહી છે.
- ડીજીપી ઋષિકુમાર શુક્લાએ કહ્યું કે ગૌરવ તિવારી મધ્યપ્રદેશનું ગૌરવ છે. ટ્રાન્સફર તો એક પ્રક્રિયા છે, જે થવાની જ હતી. કાયદાના હાથ બહુ લાંબા છે. જે દોષી હશે તેના પર કાર્યવાહી થવાની જ છે.
- ભૂતપૂર્વ MLA કિશોર સમરીતે તિવારીની બાબતે PMO અને અમિત શાહને પત્ર લખ્યો છે. તેમણે સંજય પાઠકને મંત્રીપદથી હટાવવાની માંગ કરી છે.
 
આ માટે થઇ તિવારીની ટ્રાન્સફર
 
- તિવારી એક્સિસ બેન્ક સહિત ઘણી બધી બેન્કોમાં નકલી ખાતાઓમાંથી થયેલા 500 કરોડ રૂપિયાના હવાલાની લેવડ-દેવડની તપાસ કરી રહ્યા હતા.
- તિવારીએ આ હવાલા કારોબારની તપાસ માટે એક આસઆઇટીની રચના કરી હતી.
- 4 જાન્યુઆરીએ એસઆઇટીની તપાસમાં ગોટાળાઓના સૌથી મોટા સૂત્રધાર સરાઓગી ભાઈઓના નામ સામે આવ્યા હતા. તેમના ચાર નોકરોના નામથી કેટલીય નકલી કંપનીઓ બનાવવામાં આવી હતી.
- આ નકલી કંપનીઓના ખાતામાંથી આશરે 100 કરોડ રૂપિયાની શંકાસ્પદ લેવડ-દેવડની વાતો બહાર આવી છે.
- 6 જાન્યુઆરી સુધીમાં સરાઓગીના બે નોકરો સંદીપ બર્મન અને સંજય તિવારીની ધરપકડ કરવામાં આવી છે. તેઓએ પૂછપરછમાં સરાઓગીની રાજ્ય સરકારમાં મંત્રી સંજય પાઠક સાથે નજીકના સંબંધો હોવાની જાણકારી આપી હતી.
- ઉલ્લેખનીય છે કે તિવારીને હટાવીને તેમની જગ્યાએ સીએમની સિક્યોરિટીમાં લાંબા સમય સુધી એસપી રહેલા શશિકાંત શુક્લાને કટનીના એસપી બનાવવામાં આવ્યા છે.
 
સરાઓગી ફરાર, મિની ટ્રક ભરીને દસ્તાવેજો મળી આવ્યા
 
- આ મામલા પછી કહેવામાં આવે છે કે સરાઓગી ભાઇઓ ફરાર થઇ ગયા છે. તેમને ત્યાંથી એક મિની ટ્રક ભરીને દસ્તાવેજો મળી આવ્યા છે.
આ પહેલા પણ તિવારીએ બાલાઘાટમાં રહીને લાકડીઓના માફિયા વિરુદ્ધ જંગ આદર્યો હતો, જેમાં ત્યારના ત્યાંના કલેક્ટર વી. કિરણ ગોપાલ પર પણ આરોપ લાગ્યા હતા.
- ત્યારબાદ કિરણ ગોપાલને સરકારે બાલાઘાટના કલેક્ટર પદેથી હટાવી દીધા હતા.
- થોડાક સમય પછી જ તેજતર્રાર ઑફિસર ગૌરવ તિવારીની ટ્રાન્સફર કરીને તેમને કટનીના એસપી બનાવવામાં આવ્યા હતા. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: At katni people cames out in support of sp gaurav tiwari
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext