Home »National News »Photo Feature» Young Boy Was Accused Of Bike Theft, Police Arrested The Boy

લોકોએ યુવકના કપડા ઉતરાવી કરી ધોલાઈ, જાણો કેમ મળી આ સજા

divyabhaskar.com | Jan 22, 2017, 00:05 AM IST

  • બાઈકના માલિકે ચોરી કરવા આવેલા યુવકને પકડ્યો હતો.
રાંચીઃ શહેરના ભીડવાળા વિસ્તાર કચહરી ચોક પાસે એક યુવકને બાઈક ચોરી કરતા વાહનના માલિકે રંગેહાથ પકડી લીધો હતા. જે પછી જમા થયેલી ભીડમાં રહેલા લોકોએ પણ યુવક પર હાથ સાફ કરતા તેને ઢોર માર માર્યો હતો. આ અંગે સૂચના મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને લોકોની ભીડના માર બચાવી આરોપીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
 
તપાસમાં આરોપી પાસેથી મળ્યા 30 સીમ કાર્ડ....

-  પોલીસે આરોપીની બેગમાંથી 30 સીમ કબજે કર્યા હતા. યુવકની ઓળખ બેડોના વસીમ તરીકે કરવામાં આવી હતી.
- વસીમે પોલીસને જણાવ્યું કે, તે રાંચીથી બાઈક ચોરી કરી ગ્રામીણ વિસ્તારોમાં વેચી દે છે.
- પોલીસ પૂછપરછ થકી આરોપીની મોડસ ઓપરેન્ડી અને અગાઉની ચોરીઓની માહિતી મેળવાવનો પ્રયાસ કરી રહી છે.
- આરોપી પકડાયો ત્યાંથી અગાઉ પણ ઘણીવાર બાઈક ચોરીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. 
- હિનૂ નિવાસી અનીશ કુમાર બપોરે બાઈક પાર્ક કરી અમુક કામે નીકળ્યા હતા. થોડી વારમાં પરત ફર્યા તો જોયું કે એક યુવક તેમની બાઈક લઈને જઈ રહ્યો છે.
- તેમણે આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો તો વસીમ ભાગવા લાગ્યો. પરંતુ અનીશે આરોપી વસીમને પકડી લીધો હતો.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો...................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Young Boy Was Accused Of Bike Theft, Police Arrested The Boy
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended