Home »National News »Latest News »National» Hardik Patel Will Be Face Of Shiv Sena Poll Campaign In Gujarat: Uddhav Thackeray

ગુજરાતની ચૂંટણીમાં હાર્દિક શિવસેનાનો ચહેરો- ઉદ્ધવ; હું પટેલોનો ચહેરો- હાર્દિક

Agency, Mumbai | Feb 08, 2017, 09:40 AM IST

  • ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી હતી કે ગુજરાતમાં શિવસેનાનો ચહેરો હશે હાર્દિક પટેલ.
મુંબઈ. પાટીદાર અનામત આંદોલનના સંયોજક હાર્દિક પટેલે મંગળવારે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે તેમના નિવાસસ્થાન માતોશ્રી ખાતે મુલાકાત કરી હતી. ત્યારબાદ ઠાકરેએ નિવેદન આપ્યું હતું કે, શિવસેના ગુજરાતમાં ચૂંટણી લડશે તો હાર્દિક પટેલ અમારો ચહેરો હશે. જ્યારે હાર્દિક પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે, હું કે ‘પાસ’ કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી. કોઈ પણ પક્ષને સમર્થન આપ્યું નથી. અમારી પ્રાથમિકતા પાટીદાર સમાજને તેનો હક્ક અપાવવા માટે લડવાનો છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, બાળાસાહેબ ઠાકરે માટે તેને ખૂબ જ માન છે પરંતુ ક્યારે પણ રૂબરૂ મળી શકાયું હતું. પરંતુ તેમના રૂમમાં ગયા પછી તેમને રૂબરૂ મળ્યો હોઉં તેવી અનુભૂતિ થઈ હોય તેમ લાગ્યું છે.
 
આ એક કૌટુંબિક મુલાકાત હતી - હાર્દિક

- હાર્દિક પટેલે જણાવ્યું કે, “અમારી મુલાકાત બે કુટુંબ વચ્ચેની હતી.”
- “ઉદ્ધવ ઠાકરેને જરૂર હશે ત્યાં હું એમની સાથે રહીશ. અત્યારે બધાને ભયમુક્ત શાસન જોઈએ છે.”
- “અનામત અત્યારના સમયની જરૂરિયાત છે. તેથી તેની માગણી કરીએ છીએ.”
 
હાર્દિક દ્વારા ભાજપની ટીકા, સેનાના વખાણ

- ઉદ્ધવ ઠાકરે અને હાર્દિકની માતોશ્રી ખાતેની મુલાકાત બાદ પત્રકાર પરિષદ યોજાઈ હતી.
- જેમાં હાર્દિકે ભાજપની ટીકા કરી હતી જ્યારે શિવસેનાના વખાણ કર્યા હતા.
- હાર્દિકે જણાવ્યું કે, હું હજુ નાનો છું, તેથી શિવસેનાને મારી જરૂર શા માટે હોય.
- ‘‘શેર તો શેર હી હોતા હે, ઉસે કીસી કી જરૂરત નહીં હોતી.’’ એમ કહીને હાર્દિકે શિવસેનાનાં વખાણ કર્યા હતા.
- હાર્દિકે સ્પષ્ટ કર્યું હતું કે, શિવસેના પ્રત્યે ખૂબ પ્રેમ છે પરંતુ તેના પ્રચારમાં હું સહભાગી નહીં થાઉં.
 
હાર્દિક અમારો મિત્ર, અંત સુધી મૈત્રી નિભાવીશું - ઠાકરે

- ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, “રાજકારણ તો ચાલતું રહેશે પણ અમે હાર્દિકને મિત્ર માન્યો છે.”
- “આખી દુનિયાને ખબર છે કે અમે જ્યારે મૈત્રી કરીએ છીએ ત્યારે અંત સુધી નિભાવીએ છીએ.”
- “જ્યાં સુધી મિત્ર દગો નથી આપતો ત્યાં સુધી અમે મૈત્રી તોડતા નથી.”
નોટિસ પીરિયડ પર છે ફડણવીસ સરકાર - ઉદ્ધવ ઠાકરે
 
- હાર્દિક અને ઉદ્ધવ ઠાકરેએ મુલાકાત કર્યા બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ આયોજીત કરી હતી.
- પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર અમારા સમર્થનના કારણે ચાલી રહી હતી, હવે તેઓ નોટિસ પીરિયડ પર છે.
- અમને તેનો અંદાજો નથી કે આ નોટિસ પીરિયડ ક્યારે ખતમ થશે.
- શિવસેનાના મંત્રી પોતાનું રાજીનામું ખીસ્સામાં રાખીને તૈયાર જ રહે છે.
 
સરકારને કોઈ ખતરો નથી, શિવસેનાની જમીન હલી ગઈ છે - ફડણવીસ
 
- બીએમસી ચૂંટણીઓને ધ્યાને લઈ બીજેપીના ઘોષણા પત્ર જાહેર કરતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આગામી પાંચ વર્ષ સુધી તેમની સરકારને કોઈ ખતરો નથી.
- મોદીના પ્રચારમાં બોલાવવાના સવાલ અંગે જવાબ આપતા ફડણવીસે જણાવ્યું કે, મોદીને કેમ્પેન કરવા માટે મુંબઈમાં બોલાવવા કે નહીં તે પછી નક્કી કરવામાં આવશે. પહેલા મારી સાથે તો લડી લે.
- હાર્દિક અને શિવસેનાના મિલન અંગે પ્રતિભાવ આપતા ફડણવીસે કહ્યું કે, જ્યારે પોતાની જમીન હલી જાય ત્યારે આવા પગલા લેવા પડે છે!
 
આજે પણ 'માતોશ્રી'માં સિંહની ગર્જના સાંભળવા મળે છે - હાર્દિકે કર્યું ટ્વિટ
 
- સેના સુપ્રીમો સાથે મુલાકાત બાદ હાર્દિકે ટ્વિટર પર લખ્યું હતું કે, શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે સાથે શુભેચ્છા મુલાકાત કરી.
- આજે પણ 'માતોશ્રી'માં સિંહની ગર્જના સાંભળવા મળે છે. સારા માણસોને મળીને વાત કરવી અને તે વાતને બીજા લોકોને કહેવા સારી વાત છે.
- સાચે જ 'એક થા ટાઈગર' બાલા સાહેબને નમન.
 
શિવસેનાનો ગુજરાતી મતોને આકર્ષવાનો પ્રયાસ

- મુંબઈમાં શિવસેનાએ ભાજપ સાથેની યુતિ તોડી છે. મૂંબઈમાં ફક્ત 22 ટકા મરાઠી મતદારો છે.
- આ મતોના જોરે શિવસેના મૂંબઈમાં સત્તા કેવી રીતે મેળવે તે અંગે સવાલો થઈ રહ્યા છે.
- મુંબઈમાં ગુજરાતી સમાજ મોટા પ્રમાણમાં હોવાથી હાર્દિક પટેલને સમર્થન આપીને  શિવસેના દ્વારા ગુજરાતી સમાજના મતોને આકર્ષવાનો પ્રયાસ કરાયો હોય તેમ માનવામાં આવે છે.
 
આગળની સ્લાઈડમાં વાંચો, મોદીની અવેજીમાં ભીડ એકત્ર કરવાની ક્ષમતા ધરાવે છે હાર્દિક - સામના... 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hardik Patel will be face of Shiv Sena poll campaign in Gujarat: Uddhav Thackeray
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended