Home »National News »Latest News »National» Pannirselvam Removed Sasikala From The Party

પન્નીરસેલ્વમે શશિકલાને પાર્ટીમાંથી કાઢ્યા, કહ્યું- તેમણે જયાને કરેલો વાયદો તોડ્યો

divyabhaskar.com | Feb 17, 2017, 16:20 PM IST

  • પન્નીરસેલ્વમ જૂથ તરફથી આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું- શશિકલાને પાર્ટીની પ્રાઇમરી મેમ્બરશીપમાંથી બહાર કરવામાં આવે છે.
ચેન્નાઇ: થોડાક દિવસો પહેલા સુધી તામિલનાડુના સીએમ રહેલા અને પછીથી AIADMK માંથી કાઢી મૂકવામાં આવેલા ઓ. પન્નીરસેલ્વમ જૂથે હવે પાર્ટીની જનરલ સેક્રેટરી શશિકલા નટરાજનને પાર્ટીમાંથી કાઢી મૂકી છે. શશિકલા આવક કરતા વધુ સંપત્તિના કેસમાં જેલમાં છે. જયલલિતાના મૃત્યુ પછી AIADMK માં મોટી તિરાડ પડી ચૂકી છે. એક જૂથ પન્નીરસેલ્વમ સાથે છે અને બીજું શશિકલા નટરાજન સાથે.
 
શું છે મામલો?
 
- શુક્રવારે બપોરે પન્નીરસેલ્વમ જૂથના ઇ. મધુસૂદને એક નિવેદન આપેલું. જેમાં કહ્યું કે શશિકલાએ જયાને વચન આપ્યું હતું કે તે ક્યારેય રાજકારણ કે સરકારમાં સામેલ નહીં થાય. પરંતુ, જયાના મૃત્યુ પછી તેણે વચન તોડી નાખ્યું.
- મધુસૂદને પાર્ટી વર્કર્સને કહ્યું, કે તેઓ શશિકલા સાથે કોઇ સંબંધ ન રાખે. ખાસ વાત એ છે કે શશિકલાને પાર્ટીમાં તેમના પ્રોક્સી પલાનીસ્વામીને સીએમ બનાવ્યાના બરાબર બીજા જ દિવસે કાઢી મૂકવામાં આવ્યા છે. તેમણે પંદર દિવસોમાં વિધાનસભામાં તેમનો બહુમત સાબિત કરવાનો છે.
 
નિવેદનમાં બીજું શું?
 
- પન્નીરસેલ્વમ જૂથ તરફથી આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું, શશિકલાને પાર્ટીની પ્રાઇમરી મેમ્બરશીપમાંથી બહાર કરવામાં આવે છે. તેમણે પાર્ટીના સિદ્ધાંતો અને આદર્શો વિરુદ્ધ કામ કર્યું છે. તેમણે અમ્મા (જયલલિતા) સાથે કરેલા વચનો તોડ્યાં છે. તેમના વિરુદ્ધ ક્રિમિનલ કેસ પણ છે. તેમણે પાર્ટીને તોડી છે.
- ઉલ્લેખનીય છે કે મધુસૂદન AIADMK ના ઘણા જૂના અને મોટા નેતા છે. તેમણે પન્નીરસેલ્વમનું ખુલ્લું સમર્થન કર્યું હતું. ત્યારબાદ શશિકલાએ તેમને પાર્ટીમાંથી કાઢી મૂક્યા હતા. શશિકલાએ મધુસૂદનની જગ્યાએ કે.એ. સેંગોટિયનને પાર્ટીના અધ્યક્ષ બનાવ્યા હતા.
-  આ રીતે પાર્ટીના બે જૂથ થઇ ગયા છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Pannirselvam removed Sasikala from the party
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext