Home »National News »Photo Feature» Panipat News Women Sub Inspector Slaps To Sitted Women In Park

પાર્કમાં બેઠેલી છોકરીને સબ ઈન્સ્પેક્ટરે માર્યો લાફો, છોકરીએ આપ્યો આ રીતે જવાબ

Sachin Kumar Singh | Feb 11, 2017, 00:06 AM IST

  • ફરિયાદી શાલુ
પાનીપત. પાનીપતના સેકટર-11માં મિત્તલ મેગા મોલ સામેના પાર્કમાં એકલી બેઠેલી એક મહિલાને એક સબ ઈન્સ્પેક્ટરે પહેલા તો ગાળો આપી અને બાદમાં લાફો મારતાં હંગામો થયો હતો. મહિલાએ આનો વળતો જવાબ આપતા સબ ઈન્સ્પેક્ટરનો કાંઠલો પકડી લીધો અને ઘણી ધક્કા-મુક્કી પણ થઈ.
 
હંગામો થતાં લોક થયા એકત્ર
 
- ફરિયાદી શાલુએ જણાવ્યું કે મિત્તલ મેગા મોલ સામે પાર્કમાં તે એકલી બેઠી હતી. આ દરમિયાન સબ ઈન્સ્પેક્ટર સુનીતા ત્યાં પહોંચી અને શાલુને બોલાવી. શાલુનો આરોપ છે કે સુનીતાના બોલાવા પર તે ત્યાં ન ગઈ ત્યારે સબ ઈન્સ્પેક્ટરે તેને ગાળો આપવા લાહી.
- ગાળો આપતા આપતા તેણે શાલુનું ગળું પકડી લીધું અને થપ્પડો મારવા લાગી.
- શાલુએ પણ તેનો જવાબ આપતા સુનીતાનું ગળું પકડી લીધું. જે બાદ બંને વચ્ચે ખૂબ ધક્કા-મુક્કી થઈ.
- હંગામો જોઈને મોટી સંખ્યામાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા. લોકોએ દરમિયાનગીરી કરીને બંનેન છુટ્ટી પાડી.
 
શાલુએ ડીએસપીને કરી ફરિયાદ
 
- શાલુ લો સ્ટુડન્ટ છે અને હવે તેણે આ ઘટનાના વિરોધમાં ડીએસપી વિદ્યાવતીને ફરિયાદ કરી છે.
- શાલુનો આરોપ છે મહિલા સબ ઈન્સ્પેક્ટરે કોઈ કારણ વગર તેની સાથે મારપીટ કરી.
- પાર્કમાં તે ઠંડકમાં બેસવા આવી હતી.
 
સુનીતાએ આરોપ નકાર્યા
 
- પોલીસ હવે મામલાની તપાસ કરી રહી છે. ઉપરાંત સબ ઈન્સ્પેક્ટર સુનીતાનું કહેવું છે કે આવું કંઈ થયું નથી. મહિલાનો આરોપ ખોટો છે. મેં તેની સાથે વીતચીત જરૂર કરી પરંતુ તે ગેરવર્તન કરવા લાગી.
 
ફોટોઃ ભગવાનદાસ
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ, અન્ય ફોટા
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Panipat news women sub inspector slaps to sitted women in park
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext