Home »National News »Latest News »National» Pak To Release Indian Soldier Chandu Babulal Chouhan Today

સર્જિકલ સ્ટ્રાઇક વખતે LoC ક્રોસ કરનાર ચંદુ ચૌહાણને PAKએ કર્યો મુક્ત

divyabhaskar.com | Jan 22, 2017, 13:00 PM IST

  • ચંદુ ચૌહાણ 37 રાષ્ટ્રીય રાઈફલ્સનો જવાન છે. ફાઈલ
નવી દિલ્હી. સર્જિકલ સ્ટ્રાઈક વખતે ભૂલથી સરહદ પાર કરી ગયેલા ભારતીય સૈનિક ચંદુ ચૌહાણને પાકિસ્તાને મુક્ત કરવાની જાહેરાત કરી હતી. જે મુજબ ભારતીય જવાન ચંદુ બાબુલાલ ચૌહાણને પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવ્યો છે. હાલ ચંદુને ભારતીય અધિકારીઓને સોંપી દેવામાં આવ્યો છે. લાંબા સમયથી ચંદુ ચૌહાણને છોડાવવા માટે પ્રયાસો ચાલુ હતા. સાંજે વાઘા બોર્ડરથી ભારત પરત ફર્યા બાદ ડોક્ટરોની ટીમ તેની મેડિકલ તપાસ કરશે. 37 રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનની ઘર વાપસી માટે ભારતે ડીજીએમઓ સ્તર પર પડોશી દેશ સાથે 20થી વધારે વખત વાત કરી હતી.
 
ભારત સરકારનો આભાર
 
- ચંદુના ભાઈએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભારત સરકારના આભારી છીએ. રક્ષા રાજ્યમંત્રી સુભાષ ભાભરે અને અન્ય લોકોના પ્રયત્નોથી જ તે પરત આવ્યો છે.
 
સર્જિકલ સ્ટ્રાઈક વખતે ક્રોસ કરી હતીLoC
 
- PoKમાં ઈન્ડિયન આર્મીએ સર્જિકલ સ્ટ્રાઈક કરી તેના થોડા કલાકો બાદ 29 સપ્ટેમ્બરે ચંદુ ચૌહાણ ભૂલથી એલઓસી પાર કરીને પાકિસ્તાનની સરદહમાં ઘૂસી ગયો હતો. પાક રેન્જર્સે તેને માનકોટના પશ્ચિમમાં ઝંટરૂટથી તેના કબજામાં લીધો હતો.
 -કહેવામાં આવી રહ્યું છે કે આ પછી ચંદુને નિયાકલના પાકિસ્તાની આર્મી હેડક્વાર્ટરમાં રાખવામાં આવ્યો હતો.
- ત્યારે ઈન્ડિયન આર્મીએ કહ્યું હતું કે ચંદુ સર્જિકલ સ્ટ્રાઈકનો હિસ્સો નહોતો. તે ભૂલથી સરહદ ઓળંગી ગયો હતો.
 
DGMOલેવલ પર ચાલી રહી હતી વાત
 
- 12 જાન્યુઆરીએ રક્ષા રાજ્યમંત્રી સુભાષ ભાભરે કહ્યું હતુ કે ભારતીય સૈનિક ચંદુ ચૌહાણ જલ્દીથી ભારત પરત આવી શકે છે.
- ભામરે કહ્યું હતું કે, પાકિસ્તાને સ્વીકાર કર્યો છે કે સૈનિક ચંદુ જીવિત છે અને એને તપાસ બાદ છોડી દેવાશે.
- ભારત તરફથી પાકિસ્તાન સાથે આ અંગે 20થી વધારે વખત વાત કરવામાં આવી છે.
 
મહારાષ્ટ્રનો રહેવાસી છે ચંદુ
 
- ચંદુ મહારાષ્ટ્રના ધૂલે જિલ્લાનો રહેવાસી છે. બાળપણમાં માતા-પિતાનું મોત થઈ ગયું હતું. ત્યારથી ત્રણેય ભાઈ-બહેન બોરવિહિરમાં તેના નાના-નાનીના ઘરે રહેતા હતા.
- ચંદુને પાકિસ્તાને પકડી લીધો હોવાના સમાચાર સાંભળ્યા બાદ અઠવાડિયામાં જ તેની નાનીનું હાર્ટ એટેકથી મોત થયું હતુ.
- તેના ભાઈનું નામ ભુષણ અને બહેનનું નામ રૂપાલી છે. બંને ભાઈ સેનામાં છે.
- ભુષણ ચૌહાણ 9th મરાઠા લાઈટ ઈન્ફેંટ્રી ગુજરાતમાં પોસ્ટેડ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Pak to release Indian soldier Chandu Babulal Chouhan today
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended