Home »National News »Latest News »National» SC Rejected To Stay Order For National Anthem In Cinema Hall

ફિલ્મ કે ડોક્યુમેન્ટરીમાં રાષ્ટ્રગીત વાગે તો ઉભા થવાની જરૂર નથીઃ સુપ્રીમ

divyabhaskar.com | Feb 14, 2017, 15:11 PM IST

નવી દિલ્હી: સિનેમાઘરોમાં રાષ્ટ્રગીતના મામલા પર મંગળવારે સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે પોતાના આદેશ પર રોક લગાવવાની અને તેને પાછો ખેંચવાનો ઇન્કાર કર્યો છે. જોકે, કોર્ટે એ બાબત પણ સ્પષ્ટ કરી કે જો રાષ્ટ્રગીત કોઇ ફિલ્મ કે પછી કોઇ ડોક્યુમેન્ટરીનો હિસ્સો હોય તો ઊભા થવાની જરૂર નથી. પરંતુ, ફિલ્મની શરૂઆતમાં જ્યારે રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે ત્યારે ઊભા થાઓ.
 
 
સિનેમાઘરોમાં રાષ્ટ્રગીત વાગે ત્યારે ઊભા થવું પડશે
 
કોર્ટે કહ્યું કે તેઓ નૈતિકતાના પહેરેગીર નથી. સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે સિનેમાઘરોમાં રાષ્ટ્રગીત વાગે ત્યારે લોકોએ ઊભા થવું પડશે, પરંતુ, એ જરૂરી નથી કે તેઓ રાષ્ટ્રગીત ગાય. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના આદેશનું સમર્થન કર્યું છે. કેન્દ્ર સરકારે પણ કોર્ટને જણાવ્યું કે રાષ્ટ્રગીત પર ઊભા થવું હાલ કાનૂની નથી.
 
આ મામલે કાયદો નથી ત્યારે સુપ્રીમ કોર્ટનો આદેશ મહત્વનો
 
આ મામલે કોર્ટમાં સુનાવણી દરમિયાન એટોર્ની જનરલ મુકુલ રોહતગીએ જણાવ્યું કે, “આ સવાલ દેશના નાગરિકોની દેશભક્તિની ભાવના બતાવવાનો છે. જ્યારે તેને લઇને કોઇ કાયદો નથી ત્યારે સુપ્રીમ કોર્ટનો આદેશ મહત્વનો બની જાય છે. રાષ્ટ્રગીતને સિનેમાઘરો ઉપરાંત શાળાઓમાં પણ ફરજિયાત કરવામાં આવે, જેથી બાળકોમાં શરૂઆતથી જ દેશભક્તિની ભાવના કેળવાય.”
 
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ
 
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રગીતના મામલે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક આદેશ આપ્યો હતો. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે સિનેમાઘરો અને મલ્ટીપ્લેક્સમાં હવે ફિલ્મો બતાવતા પહેલા રાષ્ટ્રગીત વગાડવું ફરજિયાત રહેશે. આ ઉપરાંત, રાષ્ટ્રગીત વાગતું હોય તે દરમિયાન સ્ક્રીન પર ત્રિરંગો બતાવવો પણ ફરજિયાત રહેશે અને રાષ્ટ્રગીતને સન્માન આપવા માટે દર્શકોએ પોતાની જગ્યા પર ઊભા પણ થવું પડશે. આ સાથે જ કોર્ટે રાષ્ટ્રગીતનો ફાયદા માટે ઉપયોગ ન કરવાનો પણ નિર્દેશ કર્યો હતો.
 
ઉલ્લેખનીય છે કે સિનેમાઘરો અને મલ્ટીપ્લેક્સમાં રાષ્ટ્રગીત દરમિયાન લોકોના ઊભા ન થવા પર ઘણા વિવાદો થયા છે. રાષ્ટ્રગીત પર ઊભા ન થવા માટે કેટલાક લોકોને માર પડ્યો હોવાની વાતો પણ સામે આવી હતી. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: SC rejected to stay order for national anthem in cinema hall
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext