Home »National News »Desh» Online Site Zivame Ended Many Problems Of Women For Buying Lingerie

જે આઈડિયા પર માતાને શરમ આવી, તેનાથી પુત્રીએ બનાવી કરોડોની કંપની

divyabhaskar.com | Apr 21, 2017, 10:02 AM IST

  • અંડરગાર્મેન્ટ સાઈટનો આઈડિયા રિચાએ પોતાના પરિવારજનો સમક્ષ રજૂ કર્યો ત્યારે સૌપ્રથમ તેની માતાએ જ વિરોધ કર્યો હતો.
મુંબઈઃમહિલાઓ માટે ઘણીવાર માર્કેટમાં જઈ શોપ પરથી અંડરગાર્મેન્ટ્સ ખરીદવા મુશ્કેલ સાબિત થાય છે. ખાસ કરીને જ્યારે મહિલાઓના અંડરગાર્મેન્ટ્સની શોપ પર પુરુષ વેપારી હોય ત્યારે આ સમસ્યા વધુ થાય છે. આ સમસ્યાને સમજી રિચા કરે ઓનલાઈન સાઈટ ઝિવામેની શરુઆત કરી હતી. જોકે જ્યારે આ આઈડિયા રિચાએ પોતાના પરિવારજનો સમક્ષ રજૂ કર્યો ત્યારે સૌપ્રથમ તેની માતાએ જ વિરોધ કર્યો હતો.
 
માતાએ કહ્યું કે- શું મિત્રોને એમ કહીશ કે પુત્રી બ્રા-પેન્ટી વેચે છે...
 
- રિચાનો જન્મ જમશેદપુરના એક મિડલ ક્લાસ પરિવારમાં થયો હતો. 
- રિચાએ જણાવ્યું કે, માતાએ તેને એમ જ પ્રશ્ન કર્યો કે- તે પોતાની મિત્રો એમ કઈ રીતે કહેશે કે પુત્રી બ્રા-પેન્ટી વેચે છે.
- રિચાએ જણાવ્યું કે - તેના પિતાને તો આ બિઝનેસ આઈડિયા જ સમજાયો નહોતો. ઘણા લોકો રિચાના બિઝનેસ આઈડિયા પર હસતા હતા.
- રિચાએ 2011માં ઝિવામેના શરુઆત 35 લાખમાં કરી હતી. જેમાં મિત્રો અને પરિવારજનોની સેવિંગ્સને સાથે જોડી હતી.
- આ બિઝનેસના પ્રારંભમાં રિચાએ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો.
- રિચાએ જણાવ્યું કે, ઓફિસ માટે લેંડલોર્ડ સાથે બિઝનેસ અંગે વાત કરતા પહેલા ચૂપ થઈ ગઈ હતી. પછી જણાવ્યું- ઓનલાઈન કપડા વેચી રહી છે.
- આમ કહેવા પર તેને ઓફિસ માટે જગ્યા મળી. આવી જ સમસ્યા રિચાને પેમેન્ટ ગેટવે મેળવવા માટે થઈ હતી.
 
દેશના દરેક વિસ્તારમાં ડિલવરી કરે છે અંડરગાર્મેન્ટ્સ.....
 
- રિચાની કંપનીની વેલ્યૂ આજે 270 કરોડ છે. ઝિવામેની રેવેન્યૂમાં દરવર્ષે 300 ટકાનો વઘારો થઈ રહ્યો છે.
- ઝિવામેના ઓનલાઈન લોન્જરી સ્ટોરમાં હાલ 5 હજાર લોન્જરી સ્ટાઈલ, 50 બ્રાન્ડ અને 100 સાઈઝ છે.
- કંપની ટ્રાઈ એટ હોમ, ફિટ કંસલ્ટેંટ, વિશેષ પેકિંગ અને બેંગલુરૂમાં ફિટિંગ લોન્જ જેવી સર્વિસ આપે છે.
- કંપની ભારતના તમામ પિન કોડ પર ડિલિવરી કરે છે. રિચાની સફળતાને કારણે 2014માં ફોર્ચ્યૂન ઈન્ડિયાએ ‘અંડર 40’ લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.....................................)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Online Site Zivame Ended Many Problems Of Women For Buying Lingerie
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended