Home »National News »Photo Feature» Jaipur News One More High Profile Blackmail Gang Busted

આ છોકરી રઈસોને આમ બનાવતી હતી શિકાર, ગર્લફ્રેન્ડ બની વસૂલતી કરોડો

divyabhaskar.com | Feb 13, 2017, 00:05 AM IST

  • જયપુરમાં ત્રણ મહિનામાં ચાર હાઈપ્રોફાઈલ બ્લેકમેલિંગ ટોળીનો ખુલાસો થયો છે
જયપુર. જયપુરમાં હાઈપ્રોફાઈલ બ્લેકમેલિંગ ટોળકીનો  ડિસેમ્બરમાં ભાંડો ફૂટ્યા બાદ વધુ એક ટોળકીનો પર્દાફાશ થયો છે. શનિવારે એસઓજીએ લોકોને દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી તેમની પાસેથી પૈસા પડાવતી વધુ એક ગેંગનો ખુલાસો કર્યો છે. આ ગેંગે 1 વર્ષમાં 6 રઈસો પાસેથી 60 લાખ રૂપિયા વસુલ્યા હતા. ઉપરાંત બીજી એક ગેંગના નવીન દેવાની તથા એનઆરઆઈ રવનીત કૌરે એસઓજી ના ખુલાસા પહેલા અઢી વર્ષમાં લોકોને દુષ્કર્મના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી 2 કરોડ રૂપિયા વસુલ્યા હતા.
 
મસાજ પાર્લસમાં સંબંધ બનાવી વસૂલતા હતા કરોડો
 
- એસઓજીએ દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી માર્બલ વેપારી પાસેથી 10 લાખ રૂપિયા પડાવનારી બે મહિલાઓ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
- આરોપી દ્વારા છેલ્લા એક વર્ષમાં બ્લેકમેલિંગની છ ઘટનાની કબૂલાત કરવામાં આ છે.
- આ ટોળકી લોકોને ફસાવ્યા બાદ કેસ ન કરવા માટે 10-15 લાખનો તોડ કરતી હતી. મુખ્ય આરોપી ફરાર છે.
 
કેસ ન કરવાના એક વ્યક્તિ પાસેથી લેતા હતા 10 થી 15 લાખ
 
- એસપી સંજય ક્ષત્રિયએ જણાવ્યું કે ટોળકીનો પર્દાફાશ થયા બાદ માર્બલ કારોબારીએ વંદના તથા પૂનમ સામે અનિલ અને મહેશ યાદવના માધ્યમથી બ્લેકમેલ કરી 10 લાખ લેવાની ફરિયાદ કરી હતી.
- સમગ્ર કાર્યવાહી એસપી કરન શર્માના નિર્દેશનમાં થઈ. ટોળકીના સભ્યો મહેશ યાદવ, વંદના ભટ્ટ તથા પૂનમને પકડી લેવામાં આવ્યા.
- તપાસમાં ખબર પડી કે આરોપી યુવતીઓ મસાજ પાર્લરમાં બોલાવીને યુવકોને ફસાવતી હતી અને સંબંધ બનાવ્યા બાદ પોલીસ સ્ટેશનમાં જઈને તેમની સામે ફરિયાદ કરતી હતી.
- જે બાદ આરોપી અનિલ યાદવ તથા મહેશ યાદવ સંબંધિત વ્યક્તિને ફોન કરતા હતા અને પોલીસ સ્ટેશનમાં થેયલી ફરિયાદ પર માંડવાળની વાત કરતા હતા.
- સુલેહનામું કરાવા માટે મહેશ તથા અનિલ લોકો પાસેથી 10 થી 15 લાખ રૂપિયાની ડિમાન્ડ કરતા હતા. સોદો થયા બાદ આરોપી સંબંધિત વ્યક્તિને શપથ પત્ર આપીને રાજીનામું કરાવી લેતા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, એક મહિલાએ હાઈપ્રોફાઈલ લોકો સાથે સંબંધ બનાવી વસૂલ્યા હતા 20 કરોડ
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jaipur news one more high profile blackmail gang busted
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended