Home »National News »Latest News »National» Once Again Shoe Hurled On Punjab Cm Parkash Singh Badal

પંજાબઃ CM પ્રકાશસિંહ બાદલ પર જૂતું ફેંકાયું, ચશ્મા તૂટી ગયા, ચહેરા પર ઇજા

divyabhaskar.com | Jan 11, 2017, 16:27 PM IST

  • સંગત દર્શન કાર્યક્રમ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ પર જૂતું ફેંકવામાં આવ્યું
ઝાલંધર. લંબી વિધાનસભા વિસ્તારમાં સંગત દર્શન કાર્યક્રમ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ પર જૂતું ફેંકવામાં આવ્યું હતું. જેના પરિણામે તેમના ચશ્મા તૂટી ગયા હતા અને ચહેરા પર સામાન્ય ઈજા થઈ હતી. આ ઘટના બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
 
શું છે ઘટના
 
- પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ બાદલ આજે સંગત દર્શન કાર્યક્રમમાં સામેલ થવા લંબી વિધાનસભા વિસ્તારમાં આવ્યા હતા. અહીંથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે.
- જ્યાં તેમના પર એક વ્યક્તિએ જૂત્તાનો ઘા કર્યો હતો. જૂતું તેના ચશ્મા પર વાગવાના કારણે તે તૂટી ગયા.
- તેમના ચહેરા પર પણ સામાન્ય ઈજા થઈ છે.
- જે સમયે બાદલ પર જૂતું ફેકવામાં આવ્યું તે સમયે તેમના હાથમાં પાણીનો ગ્લાસ હતો.
- આ ઘટનામાં એક વ્યક્તિની ધકપકડ કરવામાં આવી છે.
 
બાદલ સાથે અગાઉ પણ બની ચૂકી છે આવી ઘટના
 
- સીએમ બાદલ સાથે 2014માં પણ આવી ઘટના બની ચૂકી છે. ત્યારે એક બેરોજગાર યુવકે તેના પર જૂતું ફેંક્યું હતું. તે સમયે બાદલ એક રાજકીય સંમેલન માટે મંચ પર હતા.
- જોકે જૂતું મંચથી થોડા મીટર દૂર જઈને પડ્યું હતું. તેણે આ પહેલાં મુખ્યમંત્રી સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
- બાદમાં બાદલે આ યુવકને માફ કરી દીધો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, બાદલના દીકરા અને ડેપ્યુટી સીએમના કાફલા પર રવિવારે થયો હતો હુમલો
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Once again shoe hurled on punjab cm parkash singh badal
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext