Home »National News »Latest News »National» Oil Spilled In Chennai Coastline By Collision Of 2 Cargos

બે કાર્ગો જહાજની અથડામણ પછી ચેન્નઇની 30 કિમીની કોસ્ટલાઇનમાં ફેલાયું તેલ

divyabhaskar.com | Feb 02, 2017, 18:06 PM IST

  • શનિવારે બે કાર્ગોની અથડામણ પછી ચેન્નઇ પાસેના દરિયામાં તેલ લીક થઇ ગયું.
ચેન્નઈ: શનિવારે બે કાર્ગોની અથડામણ પછી ચેન્નઈ પાસે દરિયામાં તેલ લીક થઇ ગયું. ચાર દિવસ પછી તેને દૂર કરવા માટેના પ્રયત્નો વધી ગયા છે. અત્યાર સુધીમાં ચેન્નઇના કોસ્ટલાઇન પરથી 50 ટન તેલને સાફ કરી દેવામાં આવ્યું છે. આ કામમાં કોસ્ટગાર્ડ, એન્જિનિયર, વિદ્યાર્થીઓ સહિત માછીમારોએ પણ મદદ કરી છે. કહેવામાં આવે છે કે હજુ 20 થી 25 ટન તેલ ચેન્નઈના  દરિયાકાંઠાના વિસ્તારોમાં છે.
 
મરીના બીચ સૌથી વધુ અસરગ્રસ્ત
 
- સાફસફાઇ ઓપરેશનના ઇનચાર્જ કમાન્ડેન્ટ પ્રદીપ પી. મંડલે જણાવ્યું કે 20 ટન તેલને દરિયામાંથી હટાવવા માટે હજુ બે થી ત્રણ દિવસનો સમય લાગી જશે.
- મરીના બીચની સાથે એન્નોર પોર્ટની આસપાસ પણ સૌથી વધુ અસર થઇ છે.
- ટીએન ફિશરીઝ મિનિસ્ટર ડી. જયકુમારે જણાવ્યું કે સી ફૂડ સુરક્ષિત છે. 60 ટન તેલ દરિયામાંથી કાઢી લેવામાં આવ્યું છે અને 20 ટન હજુ બાકી છે.
 
અત્યાર સુધી 4 થી વધુ કાચબાઓ મરી ગયા
 
- તેલના કારણે પર્યાવરણ પર પણ ઘણી અસરો થઇ છે. 4 થી વધુ કાચબાઓ મરી ગયા છે.
 
કેવી રીતે ફેલાયું તેલ
 
- શનિવારે કામરાજાર પોર્ટ પાસે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ લઇને જઇ રહેલા બે કાર્ગોની અથડામણ થઇ ગઇ.
- કામરાજાર પોર્ટના ઓફિસરોએ જણાવ્યું કે અથડામણ સવારના ચાર વાગ્યા આસપાસ થઇ. એક કાર્ગો પોર્ટ તરફ આવી રહ્યો હતો, જ્યારે બીજો પોર્ટથી જઇ રહ્યો હતો. ત્યારે આ ઘટના બની. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Oil spilled in Chennai coastline by collision of 2 cargos
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext