Home »National News »Recent Controversies» Observations Of Justice Khan

''તુલસીદાસે કેમ ન લખ્યું કે રામમંદીર તૂટ્યું?’’: જસ્ટિસ ખાન

Agency, Lucknow | Oct 04, 2010, 17:48 PM IST

અયોધ્યામાં વિવાદાસ્પદ જમીનના માલિકી હક્ક અંગે અલ્લાહબાદ હાઈકોર્ટની ત્રણ જ્જોની બેન્ચ ચૂકાદો આપ્યો છે. ત્રણેય જ્જોએ તેમના ચૂકાદા અલગ-અલગ નોંધ્યા છે. ત્યારે સમય સાથે તેમના ચૂકાદાઓનું વિશ્લેષણ થઈ રહ્યું છે. જેમાં જસ્ટિસ ખાન કેટલીક અગત્યની બાબતો ઉપર સવાલ ઉઠાવ્યા છે.



પોતાના ચૂકાદામાં જસ્ટિસ ખાને નોંધ્યું હતુંકે, તુલસીદાસ મુઘલ બાદશાહ અકબરના સમકાલિન હતા. આ સમયગાળા દરમિયાન તેમણે વિખ્યાત પુસ્તક 'રામચરિત માનસ' લખ્યું હતું. જો, રામજન્મભૂમિને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી, તો તુલસીદાસે તેમના પુસ્તકમાં મંદિર તૂટવાનો ઉલ્લેખ કેમ નથી કર્યો ?



પોતાની દલીલમાં હિન્દુ પક્ષના વકીલોએ એવી શક્યતા વ્યક્ત કરી હતીકે, ''સંભવતઃ મુઘલ બાદશાહ અક્બરને આ તથ્ય રૂચે નહીં તે માટે તેમણે આ તથ્ય નહીં નોધ્યું હોય '' જોકે, જસ્ટિસ ખાને નોંધ્યું છેકે, ''રામ ચરિત માનસ લખવા માટે તુલસીદાસ બધું ભૂલી ગયા, તેમના પત્નીથી અલગ થઈ ગયા, ત્યારે આવી મહાન ક્ષમતા ધરાવતો કવિ, અક્બરથી ગભરાઈ જાય તે માન્યામાં આવે તેવું નથી. "



જસ્ટિસ ખાનના મતે, "રૂપક એક સબળ શસ્ત્ર હોય છે. જેનો ઉપયોગ કરીને, કવિ પોતાની વાત કરી શકે છે. કવિતાએ કલ્પનાની ઉડ્ડાણ છે અને તેને કોઈ બંદિશ ન હોય શકે. ધન અને ભય એ કલ્પનાની ઉડ્ડાણને રોકતા તત્વો છે. ધનિક અથવા ભયભીત માણસ સારી કવિતાનું સર્જન કરી શકે નહીં."

Related Articles:

શિવસેના દ્વારા જસ્ટિસ ખાન-અન્સારીની પ્રશંસા
...એટલે બાબરી મસ્જિદ તૂટી : જસ્ટિસ ખાન
ત્રણેય પક્ષોને વહેંચવી : જસ્ટિસ અગ્રવાલ
રામની મૂર્તિનું સ્થાન હિન્દુઓને : જસ્ટિસ ખાન
...એટલે જસ્ટિસ આફતાબ આલમને સમાવાયા
મિ. જસ્ટિસ, તમે પણ?
૧૬માંથી આઠ ચીફ જસ્ટિસ ભ્રષ્ટાચારી છે: શાંતિ ભૂષણ



(Recent Controversies Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: observations of justice khan
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended