Home »National News »Latest News »National» Nuclear Security Will Be A Continuing Concern Said Foreign Secy Jaishankar

ન્યુક્લિયર સિક્યુરિટી સતત ચિંતાનો વિષયઃ વિદેશ સચિવ જયશંકર

divyabhaskar.com | Feb 08, 2017, 10:24 AM IST

  • કાર્યક્રમમાં સંબોધન કરતાં વિદેશ સચિવ એસ. જયશંકર
નવી દિલ્હી. વિદેશ સચિવ એસ જયશંકરે દિલ્હીમાં ‘ઈમ્પલિમેન્ટેશન એન્ડ એસેસમેન્ટ ગ્રુપ મિટિંગ ઓફ ગ્લોબલ ઈનિશેટિવ ટુ કોમ્બેટ ન્યુક્લિયર ટેરરિઝમ’ પર બોલતાં જણાવ્યું હતું કે, અણુશક્તિની નેગેટિવ બાબતોને નકારી શકાય નહીં. વિશ્વ અણુશક્તિના ખોટા ઉપયોગનું સાક્ષી છે. સમગ્ર વિશ્વ માટે ન્યુક્લિયર સિક્યુરિટી સતત ચિંતાનો વિષય છે.
 
શું કહ્યું જયશંકરે
 
અમને આશા છે કે આવી ભયાનક્તાનું ક્યારેય પુનરાવર્તન ન થવું જોઈએ. ઉપરાંત ન્યુક્લિયર સાધનો ધરાવતા દેશોને આ માટે જવાબદાર ન ગણવા જોઈએ. ભારત દ્વારા 1996માં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર મિટિંગ બોલાવવામાં આવી હતી.
 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ન્યુક્લિયર સિક્યુરિટી સતત ચિંતાનો વિષય છે. ખાસ કરીને આતંકવાદી ગ્રુપો તેનો આતંક ફેલાવવા માટે ઉપયોગ કરી શકે છે.
 
100 વધુ દેશોના પ્રતિનિધિ લઈ રહ્યા છે ભાગ
 
દિલ્હીમાં આજથી શરૂ થયેલી ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય પરમાણુ સુરક્ષા મીટિંગમાં 100થી વધુ દેશોના પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે. વિદેશ સચિવ એસ જયશંકરે તેનું ઉદઘાટન કર્યું હતું.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: nuclear security will be a continuing concern said foreign secy jaishankar
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext