Home »National News »Latest News »National» NSA Doval Is On Visit To Russia

NSA ડોભાલ રશિયાની મુલાકાતે, સુરક્ષા અને આતંકવાદ નાથવાના મુદ્દે કરશે ચર્ચા

divyabhaskar.com | Jan 31, 2017, 15:22 PM IST

  • NSA ડોભાલ રશિયાની મુલાકાતે, સુરક્ષા અને આતંકવાદ નાથવાના મુદ્દે કરશે ચર્ચા,  national news in gujarati
નવી દિલ્હી: સરકારી અધિકારીઓએ સોમવારે જણાવ્યું કે, એનએસએ (NSA) અજિત ડોભાલ રશિયન ઓથોરિટીઝ સાથે સુરક્ષા અને આતંકવાદને નાથવા સાથે સંકળાયેલા મુદ્દાઓની ચર્ચા કરવા માટે મોસ્કો ગયા છે. મોસ્કોમાં ડોભાલ સાથે સંરક્ષણ સોદાઓના અમલીકરણમાં થયેલા વિલંબનો મુદ્દો પણ ઉઠાવવામાં આવી શકે છે.
 
ડોભાલે સોમવારે રશિયન સિક્યોરિટી કાઉન્સીલ સેક્રેટરી નિકોલાઇ પેત્રુશેવ સાથે વાટાઘાટો કરી હતી. નિકોલાઇ પેત્રુશેવ રાષ્ટ્રપત વ્લાદિમિર પુતિનના મુખ્ય સહાયક છે.
 
સિક્યોરિટી પાર્ટનરશીપને લગતા તમામ પાસાઓની સમીક્ષા થશે
 
બંને પક્ષો તેમની ચર્ચાઓ દરમિયાન તેમની સિક્યોરિટી પાર્ટનરશીપને લગતા તમામ પાસાઓની સમીક્ષા કરશે તેવી અપેક્ષાઓ છે. વૈશ્વિક જીયોપોલિટિક્સ પર ટ્રમ્પના રાષ્ટ્રપતિપદની અસરો અને ભારતમાં પ્રવર્તતો અભિપ્રાય કે રશિયા પાકિસ્તાન સુધી પહોંચવા માટેના વ્યર્થ પ્રયત્નો કરી રહ્યું છે, આ બાબતો પણ બંનેની વાતચીત દરમિયાન ચર્ચાઇ શકે છે.
 
સંરક્ષણ સોદાઓના અમલીકરણમાં થયેલા વિલંબનો મુદ્દો ઉઠશે
 
એજન્સી રિપોર્ટ પ્રમાણે, મોસ્કો ડોભાલ સાથે સંરક્ષણ સોદાઓના અમલીકરણમાં થયેલા વિલંબ અંગેનો મુદ્દો ઉઠાવશે. રિપોર્ટમાં સૂત્રોનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે, રશિયા એ વાતે નારાજ છે કે એક વર્ષ પહેલા આંતર-સરકારી સોદા પર સહી કર્યા છતાંપણ, ટ્વીન-એન્જિન 200 Kamov Ka-226 યુટિલિટી હેલિકોપ્ટર્સ ખરીદવાના મુદ્દે ભારત તરફથી કોઇ પ્રગતિ જોવા મળતી નથી.
 
રિપોર્ટમાં જણાવ્યું છે કે, “આ પ્રપોઝલને એક વર્ષ થઇ ગયું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ગોવામાં એક સમિટની મુલાકાત દરમિયાન અમારા વડાપ્રધાન (નરેન્દ્ર મોદી) અને રાષ્ટ્રપતિ (વ્લાદિમિર) પુટિન વચ્ચે આ એગ્રીમેન્ટ થયું હતું. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ આ વેન્ચરમાં મોટાભાગનો હિસ્સો ધરાવે છે, જેઓ આ પ્રોજેક્ટને એક્ઝીક્યુટ કરશે.”
 
ભારતીય સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સનો પોતાનો લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર પ્રોગ્રામનો સંદર્ભ આપીને રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે, “પરંતુ, હિન્દુસ્તાન એરોનોટિક્સને હવે હિતોમાં સંઘર્ષ નજરે પડે છે.”
 
Ka-226 દ્વારા ભારતના જૂના ચીતાહ અને ચેતક હેલિકોપ્ટર્સને રિપ્લેસ કરવાના હતા
 
Ka-226 નો સોદો ઓક્ટોબર 2015 સમિટ દરમિયાન ભારત અને રશિયા વચ્ચે સાઇન કરવામાં આવેલા $10 અબજના કરારોનું સૌથી મોટું કોમ્પોનેન્ટ છે.
 
ભારતે 200 હેલિકોપ્ટર્સ ખરીદવાની સંમતિ દર્શાવી હતી. આ 200 માંથી 60 ઉડાડવા, બીજા 60 ને નોક-ડાઉન યુનિટ્સ તરીકે રાખવા અને બાકીના 80 ને ભારતમાં બનાવવા એમ નક્કી થયું હતું.
 
Ka-226 દ્વારા ભારતના જૂના થઇ ગયેલા ચીતાહ અને ચેતક હેલિકોપ્ટર્સના સમૂહને રિપ્લેસ કરવાનો હતો.
 
દરખાસ્ત થયેલી નવી ભારતીય કંપનીમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ આ જોઇન્ટ વેન્ચરનો 50.5% હિસ્સો ધરાવશે, જ્યારે રશિયન કંપનીઓ RH અને ROE બાકીનો 49.5% હિસ્સો ધરાવશે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: NSA Doval is on visit to Russia
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext