Home »National News »Latest News »National» Fm Announces Utilities Services In Budget 2017

પોસ્ટ ઓફિસમાં બનશે પાસપોર્ટ, બજેટમાં યૂટિલિટીની 8 જાહેરાત

divyabhaskar.com | Feb 01, 2017, 18:34 PM IST

નવી દિલ્હી.મોદી સરકારના ત્રીજા બજેટમાં અરૂણ જેટલીએ લોકોના ફાયદા સાથે સંકળાયેલી અનેક યોજનાઓની જાહેરાત કરી. નાણામંત્રીએ કહ્યું, ‘હવે લોક પોસ્ટ ઓફિસમાંથી પણ પાસપોર્ટ બનાવી શકશે. ઝારખંડ-ગુજરાતમાં 2 નવી એમ્સ બનાવવાં આવશે.’
 
બજેટમાં સૌના હિતની વાત
 
1#બેઘર માટે મકાન
 
- બેઘર માટે સરકાર 2019 સુધી 1 કરોડ મકાન બનાવશે.
 
2#ખેડૂતો માટે ઋણ
 
- ખેડૂતોને 10 લાખ કરોડનું ઋણ મળશે.
- ઉપરાંત ખેડૂતોનું 60 દિવસનું વ્યાજ માફ થશે. 40 ટકા ખેડૂતોને કો-ઓપરેટિવ સોસાયટીમાંથી ક્રેડિટ મળશે.
 
3#સીનિયર સીટિઝન માટે
 
- સીનિયર સીટિઝન માટે આધારે બેસ્ડ સ્માર્ટ કાર્ડ બનશે અને તેમના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખશે.
 
4#2 નવા એમ્સ
 
- ઝારખંડ અને ગુજરાતમાં બે નવા એમ્સ બનાવવામાં આવશે.
 
5#નવા પાસપોર્ટ કેન્દ્ર
 
-પોસ્ટઓફિસમાં પણ પાસપોર્ટ બનાવી શકાશે.
 
6#ઓનલાઈન રેલ ટિકિટ બુકિંગમાં છૂટ
 
- IRCTCથી ટિકિટ બુક કરાવવા પર સર્વિસ ચાર્જ નહીં લાગે.
- 2019 સુધી ટ્રેનના દરેક કોચમાં બાયો ટોયલેટ લગાવવામાં આવશે.
 
7#સ્ટુડન્ટ્સ માટે
 
- નેશનલ એક્ઝામ એજન્સી બનશે. જે હાયર એજ્યુકેશન માટે તમામ મોટી એન્ટ્રેસ એકઝામ્સ કરાવશે. તેનાથી સીબીએસઈ જેવી સંસ્થાઓ એકેડેમિક્સ પર ફોક્સ કરી શકશે.
- ઉચ્ચ ગુણવત્તાવાળા ઈન્સ્ટીટ્યૂટ્સ બનાવાશે. તેમાં 350 ઓનલાઈન ફેસિલિટીઝ હશે. તેનાથી તેઓ કોર્સ કરી શકશે, ડિસ્કશનમાં હિસ્સો લઈ શકશે અને અભ્યાસ પણ કરી શકશે.
 
8#યૂથ્સ માટે ટ્રેનિંગ
 
-2017-18 સ્કિલ અવેરનેસ પ્રોગ્રામ પર 4000 કરોડ ખર્ચ થશે. 3.5 કરોડ યુથ્સને માર્કેટ બેસ્ડ ટ્રેનિંગ અપાશે.
- લેધર અને ફૂટવેર સેક્ટર માટે એમ્પલોયમેન્ટ સ્કીમ લોન્ચ થશે. 5 સ્પેશલ ટૂરિઝમ સેક્ટર બનાવાશે. ઈન્ક્રેડિબલ ઈન્ડિયાનું સેકન્ડ કેમ્પેન લોન્ચ થશે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, સ્ટુડન્ટ્સ અને યુથ માટે શું જાહેરાત થઈ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: fm announces utilities services in budget 2017
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended