Home »National News »Latest News »National» Bjps Kailash Vijayvargiya Slams Raees Kingkhan Supports Kaabil Hrithik Roshan

શાહરૂખ પાછળ પડ્યાં વિજયવર્ગીય, મોદીને 'કાબિલ', રાહુલને ગણાવ્યાં 'રઈસ'

divyabhaskar.com | Jan 24, 2017, 18:19 PM IST

  • બીજેપી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે કરેલું ટ્વિટ
નવી દિલ્હી:  BJP  મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય સતત શાહરૂખ ખાનને લઈ નિવેદન કરી રહ્યા છે. કૈલાશ એક બાજુ બોલીવૂડ કિંગખાન શાહરૂખની આગામી ફિલમ રઈસનો વિરોધ કરી રહ્યા છે તો રિતિક રોશનની ફિલ્મ કાબિલનું પ્રમોશન કરતાં નજરે પડી રહ્યા છે. આજે તેમણે રઈસ અને કાબિલના નામ પર રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. ઉપરાંત વડાપ્રધાન મોદીના વખાણ પણ કર્યાં.
 
શું કર્યું ટ્વિટ
 
વિજયવર્ગીયે ટ્વિટ કરીને લખ્યું છે, જે #Raees દેશનો નથી તે કામનો નથી અને એક #Kaabil દેશભક્તને સાથ તો આપણે તમામે આપવો જોઈએ. આ ટ્વિટની સાથે તેમણે એક પોસ્ટર પર શેર કર્યું છે. જેમાં એક બાજુ વડાપ્રધાન મોદી અને બીજી બાજુ કોંગ્રેસના રાહુલ ગાંધી છે.
 
પોસ્ટરમાં શું લખ્યું છે
 
કૈલાશે ટ્વિટર હેન્ડલ પર શેર કરેલા પોસ્ટરમાં નરેન્દ્ર મોદીની જે તસવીર છે તેમાં તેમની મુઠ્ઠી બંધ છે. મોદી પોતાની તાકાત દેખાડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે રાહુલ ગાંધીની ફાટેલા કૂર્તાવાળી તસવીરનો ઉપયોગ પોસ્ટરમાં કરવામાં આવ્યો છે.
 
પોસ્ટર પર લખેલા સંદેશાથી મોદીને કાબિલ અને રાહુલ ગાંધીને રઈસ બતાવવાની કોશિશ કરવામાં આવી છે. પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે જો કાબિલ હોય ચા ચાવાળો પણ વડાપ્રધાન બની શકે છે. નહીંતર ચાંદીની ચમચી સાથે જન્મેલા રઈસ પણ ફાટેલા કુર્તા પહેરે છે.
 
શાહરૂખને ગણાવ્યો દાઉદ
 
ઉપરાંત કૈલાશે મંગળવારે શાહરૂખની તુલના દાઉદ ઈબ્રાહિમ સાથે કરી હતી. ફિલ્મના રઈસના પ્રમોશન વખતે એકઠા થયેલા શાહરૂખના ફેન્સ પર ટિપ્પણી કરતાં બીજેપી નેતાએ કહ્યું કે, દાઉદ પણ સડક પર ઉતરી આવે તો ભીડ એકત્ર થઈ જશે. તેની સાથે વડોદરા ઘટનાનો ઉલ્લેખ કરીને એક વ્યક્તિના મોત માટે તેણે શાહરૂખને જવાબદાર ગણાવ્યો છે.
 
હજુ સુધી નથી કરી સ્પષ્ટતા
 
હજુ સુધી વિજયવર્ગીય વતી ટ્વિટ પર કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે વિજયવર્ગીયની વાતને હંમેશા તોડી-મરોડીને રજૂ કરવામાં આવે છે. જે વ્યક્તિના કારણે ભીડ થઈ રહી હોય તેમણે સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ.
 
રઈસ અને કાબિલ આવતીકાલે થશે રજૂ
 
શાહરૂખ ખાનની ‘રઈસ’ અને રિતિકની ‘કાબિલ’ 25 જાન્યુઆરીએ એક સાથે થિયેટરમાં રજૂ થશે.  ‘એ દિલ હે મુશ્કિલ’ બાદ પાકિસ્તાન કલાકારને લઈ રઈસનું નામ ઉછાળવામાં આવી રહ્યું છે. રઈસમાં પાકિસ્તાની કલાકાર માહિરા ખાને કામ કર્યું છે. આ કારણે તે પ્રમોશનથી પણ દૂર છે. કૈલાશ વિજયવર્ગીય આ પહેલાં પણ અસહિષ્ણુતાના મુદ્દે આમિર ખાન પર ટિપ્પણી કરી ચૂક્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bjps kailash vijayvargiya slams Raees kingkhan supports Kaabil hrithik roshan
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended