Home »National News »Latest News »National» No Muslim In Arrested Isi Agent One Bjp Member

પકડાયેલા ISI એજન્ટ્સમાંથી કોઈ મુસ્લિમ નહીં, એક BJPનો મેમ્બરઃ દિગ્વિજય

divyabhaskar.com | Feb 10, 2017, 17:04 PM IST

  • ગુરુવારે જ્યારે આરોપીને કોર્ટમાં લાવવામાં આવ્યા ત્યારે તેમના ચહેરા ઢાંકેલા હતા પરંતુ કોર્ટ રૂમની બહાર બે આરોપીઓના ચહેરા કેમેરામાં કેદ થઈ ગયા.
ભોપાલ.ATSએ પકડેલા ISIના 11 જાસૂસો પૈકી એક ધ્રુવ સકસેનાનું બીજેપી કનેકશન નીકળ્યા બાદ દિગ્વિજય સિંહે ટ્વિટ કર્યું, ‘ભોપાલમાં પકડાયેલા ISI એજન્ટોમાં એક પણ મુસ્લિમ નથી. તેમાંથી એક ભાજપનો સભ્ય છે. મોદી ભક્તો કઈંક વિચારો.’ ફેસબુક પર ધ્રુવે મેયર સહિત અનેક નેતાઓ સાથે પોતાનો ફોટો શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ એટીએસે ISI એજન્ટોના એક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ પાસેથી ત્રણ હજારથી વધુ સિમ કાર્ડ, 50 મોબાઈલ ફોન, 35 સિમ બોક્સ જપ્ત કરવામાં આવ્યા છે. તેમની પૂછપરછ ચાલુ છે.
 
કોંગ્રેસે ઉઠાવ્યો મુદ્દો
 
- પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા કેકે મિશ્રાએ દાવો કર્યો  કે એક આરોપી ધ્રુવ સક્સેના ભારતીય જનતા યુવા મોર્ચાના આઈટી સેલનો મેમ્બર છે.
- શુક્રવારે પોલીસ ધ્રુવના ન્યૂ મિનાલ સ્થિત ઘર પર પહોંચી. ત્યાં તાળું લાગેલું હતું. ટીમ દરવાજો તોડીને અંદર ગઈ. ત્યાંથી અનેક ચીજો જપ્ત કરવામાં આવી છે.
- ધ્રુવે પોતાની ફેસબુક પ્રોફાઈલમાં સીએમ અને મેયર સહિત અનેક દિગ્ગજ નેતાઓ સાથે તેના ફોટા શેર કર્યા છે. આ નેતાઓના બર્થડે પર ધ્રુવ પોસ્ટર-બેનર પણ લગાવતો હતો.
 
ધ્રુવની મદદ લીધી પરંતુ તે મેમ્બર નથી
 
- યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ અંશુલ તિવારીએ કહ્યું, ધ્રુવ અમારો મેમ્બર નથી. આઈટી સેલમાં તેની મદદ જરૂર લેવામાં આવી છે.
- કોંગ્રેસના સ્ટેટ ચીફ અરૂણ યાદવે કેસની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરી છે.
 
બલરામ છે મુખ્ય સૂત્રધાર
 
- એજન્ટોનો મુખ્ય સૂત્રધાર બલરામ છે. તે સતનાનો રહેવાસી છે અને કોઈ પણ સ્થિતિમાં રૂપિયા કમાવવાનું પ્લાનિંગ કરતો હતો. આ દરમિયાન તે ISIના સંપર્કમાં આવ્યો.
-દુબઈમાં તેણે ISIથી ટ્રેનિંગ લીધી. ભારત આવીને નેટવર્ક વિસ્તાર્યુ. તેણે હવાલાનો સહારો પણ લીધો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બલરામ માત્ર 10મું પાસ છે. રૂપિયા કમાવવામાટે તે સાઈબર ફ્રોડ, લોટરી અને ઠગાઈ જેવા કામ કરવા લાગ્યો.
-પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, જમ્મુ-કાશ્મીરથી લઈ દેશભરમાં તેણે 100થી વધુ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા.
 
કેવી રીતે થયો પર્દાફાશ
 
- ATS દ્વારા 11 જાસૂસોને પકડવામાં આવ્યા છે. તેમાં ગ્વાલિયરના 5, ભોપાલના 3, જબલપુરના 2 અને સતનામાંથી 1  વ્યક્તિનો સમાવેશ થાય છે. જે પૈકી છને ગુરુવારની મોડી સાંજે ભોપાલ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.
- એક આરોપી ગ્વાલિયરમાં ભાજપ નગર સેવકનો સંબંધી છે. આરોપીએ પાસેથી ત્રણ હજારથી વધુ સિમ કાર્ડ, 50 મોબાઈલ ફોન. 35 સિમ બોક્સ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બોગસ નામ પર ખોલાવવામાં આવેલા અસંખ્ય બેંક ખાતાની જાણકારી મળી છે. રાજ્યમાં ISIના નેટવર્ક સામે કરવામાં આવેલી આ સૌથી મોટી કાર્યવાહી છે.
-એટીએસ આઈજી સંજીવ શર્માએ જણાવ્યું કે ગત વર્ષ નવેમ્બરમાં જમ્મુ-કાશ્મીરમાં આરએસપુરાથી સતવિંદર સિંહ અને દાદુ નામના બે આતંકીઓ ધરપકડ કરી હતી.
- તેમણે કબૂલાત કરી હતી કે મધ્યપ્રદેશથી તેમને સેના સાથે સંકળાયેલી તમામ માહિતી અને મદદ મળતી હતી. જે માટે તેમને જંગી રકમ આપવામાં આવતી હતી.. જે સતનામાં રહેતા બલરામના ખાતામાં પાકિસ્તાની હેન્ડલર્સ ટ્રાન્સફર કરતાં હતા.
- સતવિંદર પાકિસ્તાની હેન્ડલર્સના કહેવા પર સેનાની માહિતી મેળવતો હતો.તે સેના કેમ્પનો ફોટો ગુપ્ત રીતે લેતો હતો. આ ઉપરાંત કેન્દ્રીય સુરક્ષાદળોની મુવમેન્ટ અને વાહનોની દાણકારી પણ એકત્ર કરતો હતો. બલરામે વિવિધ બેંકોમાં ખાતા ખોલાવ્યા હતા.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: No muslim in arrested isi agent one bjp member
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext