Home »National News »Latest News »National» Jodhpur Court Decided Dates For Final Hearing In Blackbuck Poaching Case

કાળિયાર શિકાર કેસમાં સલમાને બચાવમાં રજૂ ન કરી સાબિતી, અંતિમ ચર્ચા માર્ચમાં

Sunil Choudhary | Feb 15, 2017, 15:58 PM IST

  • પોતાની પર લાગેલા આરોપ સાંભળવા 27 જાન્યુઆરીએ જોધપુર કોર્ટ પહોંચ્યો હતો સલમાન ખાન (ફાઈલ)
જોધપુર. કાળિયાર શિકાર મામલામાં બુધવારે કોર્ટમાં સલમાન ખાન તરફથી પોતાના બચાવમાં કોઈ પ્રકારની સાબિતી રજૂ ન કરવામાં આવી. હવે આ મામલાની અંતિમ સુનાવણી 1 માર્ચથી શરૂ થશે. આશા છે કે 10 માર્ચ સુધી સલમાન, સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ અને તબ્બૂ સાથે જોડાયેલા આ મામલામાં ચુકાદો આવી શકે છે.
 
કોર્ટે અંતિમ ચર્ચાની તારીખ નક્કી કરી
 
- મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ (જોધપુરા જિલ્લા)ની કોર્ટમાં 27 જાન્યુઆરીના રોજ સલમાન-સૈફ અલી સહિત અન્ય ફિલ્મ સ્ટાર્સને તેમની વિરુદ્ધ નક્કી કરવામાં આવેલા આરોપ સંભળાવવામાં આવ્યા હતા.
- આ દરમિયાન ફિલ્મ સ્ટાર્સે પોતાના પર લગાવેલા તમામ આરોપીને નકારતા પોતાના તરફથી બચાવમાં સાબિતી રજૂ કરવાનો દાવો કર્યો હતો.
- તેની પર કોર્ટે તેઓને 15 ફેબ્રુઆરીના રોજ સાબિતી રજૂ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ ફિલ્મી સ્ટાર્સ તરફથી કોઈ સાબિતી રજૂ ન કરવામાં આવી.
- એવામાં કોર્ટે માની લીધું છે કે તેમની પાસે પોતાના બચાવ માટે કોઈ પ્રકારની સાબિતીઓ નથી. તે અંગે કોર્ટે અંતિમ ચર્ચા શરૂ કરવા માટે 1 માર્ચ નક્કી કરી છે.
- આ દરમિયાન બંને પક્ષ પોતપોતાના તર્ક રજૂ કરશે. આશા કરવામાં આવી રહી છે કે 10 માર્ચ સુધી ચુકાદો આવી શકે છે.

શું છે સમગ્ર મામલો?
 
- આરોપ છે કે સલમાન ખાને 1 ઓક્ટોબર 1998ની રાત્રે કાંકાણી ગામની સરહદમાં બે અલગ-અલગ સ્થળે 2 કાળિયારનું ગોળી મારીને શિકાર કર્યો હતો.
- આ દરમિયાન તેની સાથે સૈફ અલી ખાન, નીલમ, તબ્બૂ અને સોનાલી પણ જિપ્સીમાં સવાર હતી. આ તમામ પર શિકાર માટે સલમાનને પ્રોત્સાહિત કરવાનો આરોપ છે.
- ગોળીનો અવાજ સાંભળીને ઘટનાસ્થળે કેટલાક ગામવાળા પહોંચ્યા અને તેમણે બૂમો પાડતા સલમાન ત્યાંથી અન્ય ફિલ્મી કલાકારોની સાથે ભાગી ગયો.
- ગામવાળાઓએ ઘટનાસ્થળેથી બે મૃત કાળિયાર વિશે વન વિભાગને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ સલમાન સહિત અન્યની સામે મામલો દાખલ કરવામાં આવ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jodhpur court decided dates for final hearing in blackbuck poaching case
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended