Home »National News »Latest News »National» Shiv Sena & BJP To Contest BMC Elections Separately

ભાજપ-શિવસેના સાથે મળી નહીં લડે BMC અને જિલ્લા પરિષદની ચૂંટણીઓ

divyabhaskar.com | Jan 27, 2017, 13:57 PM IST

  • એકદમ ડાબે શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, મધ્યમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસ તથા મોદી
મુંબઈ:મહારાષ્ટ્રમાં યોજાનારી મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા પરિષદની ચૂંટણીઓ શિવસેના એકલાહાથે લડશે. પાર્ટી અને ભાજપની વચ્ચે સીટોની વહેંચણી અંગે સહમતિ ન સધાતા ઉદ્ધવે એકલા જ ચૂંટણી જંગમાં ઉતરવાનું નક્કી કર્યું છે. સામે પક્ષે ભાજપ પણ નમતું જોખવાના મૂડમાં નથી જણાતો. જેના અણસાર ફડણવીસે આપ્યા હતા. 

કોઈની સામે હાથ નહીં ફેલાવું: ઉદ્ધવ  

- ગુરૂવારે ગોરેગાંવમાં એક જાહેરસભામાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, આ ચૂંટણીઓ જલિકટ્ટુ જેવી છે. જેમાં એક સાંઢને નાથવાનો છે. 
- ઉદ્ધવે કહ્યું હતું કે, તમારો સાથ છે એટલે મહારાષ્ટ્રની ચૂંટણીઓ મેં એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો છે. 
- "હું એવા સૈનિકો ઈચ્છું છું કે જે સામી છાતીએ હુમલો કરે, પીઠમાં ખંજર ન ભોંકે"
- "મેં નિર્ણય લીધો છે, ત્યારે ઈચ્છું છું કે કોઈ તેની ઉપર સવાલ ન ઉઠાવે."
- "ગઠબંધન માટે હું કોઈની સામે હાથ નહીં લંબાવું. મેં નક્કી કર્યું છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા પરિષદની ચૂંટણીઓમાં કોઈની સાથે ગઠબંધન નહીં કરીએ."
- "કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પારદર્શક્તા જાળવવી જોઈએ."

સીટોના ગઠબંધન અંગે વિવાદ
 
- ભાજપ અને શિવસેના વચ્ચે BMC (બૃહણ મુંબઈ કોર્પોરેશન)ની બેઠકો અંગે લાંબા સમયથી વાતચીત ચાલતી હતી. 
- 227 બેઠકો વાળી વિધાનસભામાં ભાજપે 50 ટકા બેઠકો માંગી હતી. જ્યારે શિવસેના તેના માટે તૈયા ન હતી. 
- વાટાઘાટોનો ઉકેલ ન નીકળતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. 

પ્રતિક્રિયા 
 
- શિવસેનામાં હિંમત હોય તો ગઠબંધનમાંથી ખસી જવું જોઈએ.: સંજય નિરૂપમ, નેતા, કોંગ્રેસ 
- અમે મહારાષ્ટ્ર સરકારને અસ્થિર નથી બનાવવા માંગતા એટલે થોડો સમય માટે સરકારમાં રહીશું. : સંજય નિરૂપમ, નેતા, શિવસેના 
- અમે રાજીનામું ખિસ્સામાં જ રાખીને ફરીએ છીએ. જ્યારે ઉદ્ધવજી કહેશે એટલે રાજીનામું આપી દઈશું.: રામદાસ કદમ, પ્રધાન, મહારાષ્ટ્ર સરકાર 
 
એનસીપીનો ટેકો લેશે ભાજપ? મહારાષ્ટ્રના ચૂંટણી કાર્યક્રમ અંગે તથા ભાજપ-શિવસેનાના સંબંધો અંગે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Shiv Sena & BJP to contest BMC elections separately
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext